ક્રિકેટ, કોંગ્રેસ અને નમો વિષે નવજોત સિદ્ધુ પોતાનું બેબાક મંતવ્ય આપે છે

0
83
Phorto Courtesy: bharatonweb.com

મિત્રો,

જિનકે ખુદ કે ઘર શીશે કે હો વો દૂસરોં કે ઘર પર પત્થર નહીં ફેંકા કરતે…  જો સામને હી હો ઉનકી રાહ દેખા નહીં કરતે….. જય કાલી કલકત્તે વાલી….. તેરા વચન ન જાયે ખાલી….. ઠોકો તાલી…. તો આજના frayday fryumsના આપણા મહેમાન છે પૂર્વ બલ્લેબાજ અને અભૂતપૂર્વ બલ્લે બલ્લે બાજ નવજોત સિદ્ધુ!

 

Phorto Courtesy: bharatonweb.com

પંકજ પંડ્યા : વેલકમ સર….

નવજોત સિદ્ધુ: આભાર….  મને સર કરતાં પાજી કહેત તો વધારે ગમ્યું હોત……

પંકજ પંડ્યા : તમારી વાત  તો સાચી છે… પણ આપણો ઇન્ટરવ્યુ ગુજરાતીમાં છે એટલે… હિન્દીમાં હોત તો તમને પાજી કહીને જ નવાજ્યા હોત..

નસિ: કેમ ? ગુજરાતીમાં પાજીનો શુ અર્થ થાય છે?

પંકજ પંડ્યા :  ગુજરાતીમાં પાજી એટલે કે કંજૂસ

નવજોત સિદ્ધુ:  યે કૌન (સા) જ્યુસ હૈ? જરા હમે ભી તો પીલા દો…..

પંકજ પંડ્યા :  જ્યુસ નહીં.. જૂસ… કંજૂસ….

નસિ: ઓહ.. કંજૂસ…. કંજૂસ લોગ તો મુજે ભી પસંદ નહીં હૈ… લોગ લસ્સી યા ચાય પીલાને મેં ચાહે કિતની ભી કંજૂસી કરલે.. કોઈ બાત નહીં…. પર તાલી ઠોકને મેં કંજૂસી કરે… વો બરદાશ્ત નહીં હોતા… ઠોકો તાલી….

પંકજ પંડ્યા :  વાહ….

નવજોત સિદ્ધુ: અને પાજી પરથી યાદ આવ્યું… હું જ્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં નવો સવો જોડાયો ત્યારે કપિલ પાજી અને સુનિલ ભાઉ ટીમમાં  સૌથી અનુભવી સદસ્ય હતા… એ બંનેની ફેવરિટ ડીશ પાઉં ભાજી હતી….. અમે મજાકમાં ભાઉ પાજી કી પાઉં ભાજી કહેતા….

પંકજ પંડ્યા :  સરસ….  તમેં પહેલાં શાનદાર ક્રિકેટર હતા… હવે જાનદાર રાજકારણી છો….  ક્રિકેટનો અનુભવ રાજકારણમાં કામ આવે ખરો?

નસિ: ચોક્કસ આવે…..  ક્રિકેટના મેદાનમાં એક રન દોડી લીધા પછી બીજો રન દોડવાનો મોકો હોય તો એ છોડી ના શકાય…. બીજો રન લેવા માટે યુ ટર્ન લેવો પડે….

પંકજ પંડ્યા :  હા… એ વાત તો સ્વીકારવી પડે…. ક્રિકેટમાં   ટર્નિંગ પોઇન્ટ અગત્યનો ભાગ ભજવે અને રાજકારણમાં યુ ટર્નિંગ પોઇન્ટ

નવજોત સિદ્ધુ: તમે જલ્દી સમજી જાઓ છો બધું…. રાજકારણમાં આવવાનો ઈરાદો તો નથીને?

પંકજ પંડ્યા :  ના રે… voter માટે તરસવું આપણને ના ફાવે…  બાય ધ વે…. સાંભળ્યું છે કે…. હમણાં કોંગ્રેસના અધિવેશનમાં તમે ચાપલૂસીની તમામ હદ વટાવી દીધેલી…

નસિ: તમે તદ્દન ખોટું સાંભળ્યું છે….

પંકજ પંડ્યા :  બની શકે… કદાચ મારી ભૂલ હોઈ શકે…

નવજોત સિદ્ધુ: બેશક તમારી ખૂબ મોટી ભૂલ છે…. મેં હમણાં જ નહીં જ્યારે પણ ચાપલૂસી કરી છે…. તમામ હદ પાર કરવાનું પૂરતું ધ્યાન રાખ્યું છે….

પંકજ પંડ્યા : તમે ભાજપ છોડીને કોંગ્રેસ શા માટે જોઈન કરી??

નસિ: મારા ચાહકો માટે…..

પંકજ પંડ્યા :  એ વળી કઈ રીતે??

નવજોત સિદ્ધુ: ક્રિકેટ છોડ્યા પછીની મારી કારકિર્દી ટીવી પર્સનાલિટી તરીકેની રહી છે….. મારી દરેક વનલાઇનર્સ પછી હું મારા ચાહકોને ઠોકો તાલી…, જે મારું તકિયા કલામ છે…., કહીને તાળી પાડવાનું આહવાન આપતો આવ્યો છું અને મારા ચાહકોએ બે હાથ વડે તાળી પાડીને મને વધાવી લીધો છું…. મારા ચાહકોના કરોડો હાથનો અહેસાન ચૂકવવા હું એવા પક્ષમાં જોડાયો છું કે જેનું નિશાન જ હાથ છે…

પંકજ પંડ્યા :  તમે જ્યારે ભાજપ સાથે છેડો ફાડયો ત્યારે એવું લાગી રહ્યું હતું કે તમે દેશભરમાં સફાઈ અભિયાનમાં ઉપયોગી થઈ રહેલા ઝાડું નું અહેસાન ચૂકવવા માંગતા હતા….

નસિ: તમારી વાત સાચી છે… પણ પછી મને જ્ઞાન થયું કે ઝાડું પકડવા પણ હાથ તો જોઈએ જ…

પંકજ પંડ્યા :  રાજકારણમાં જોડાય એ બધા લોજીક તો જોરદાર લઈ આવતા હોય છે…

નવજોત સિદ્ધુ: હવે લોજના જમાના ગયા એટલે અમે હોટલીક લઈ આવીએ….

પંકજ પંડ્યા :   અને હોટ લિંક પણ…

નસિ: એ ય ખરું…

પંકજ પંડ્યા :  અમારા ગુજરાતના નરેન્દ્ર મોદીને તો તમે સાવ વિસારી દીધા???

નવજોત સિદ્ધુ: ના… એવું નથી…. તમે જોયું નહીં કે અમારા કોંગ્રેસના મહા અધિવેશનમાં હું સરદાર મનમોહન સિંહ અને સોનિયાજીના ચરણોમાં નમી પડેલો??

પંકજ પંડ્યા :  ના મેં જોયું નથી.. પણ સાંભળેલું ખરું… પણ એને અને નરેન્દ્ર મોદીને શું લેવા દેવા?

નસિ: ન. મો. તો સૌને ગમો….

પંકજ પંડ્યા :  અતિ સુંદર….. છેલ્લે કોઈ સંદેશ આપવા ઈચ્છશો?

નવજોત સિદ્ધુ: હાસ્તો…  કમલ મૂરઝા ગયે…. હાથ અભી શેષ હૈ…. હાથ મજબૂત હૈ તો બુલંદીયો પર દેશ હૈ…..  સહી સમય પર યુ ટર્ન લે લો….. યહી મેરા સંદેશ હૈ….. ઠોકો તાલી…..

પંકજ પંડ્યા :  આભાર…..

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here