Nokia 7 Plus એજ જૂની ખૂબીઓ નવા રંગરૂપમાં આપણું મન લોભાવશે

0
343
Photo Courtesy: igyaan.in

આમ તો છેલ્લા ઘણા સમયથી Nokia ની ઘર વાપસી થઇ રહી છે પણ અત્યાર સુધી કશુંક ખૂટતું હોય એવું લાગતું હતું. જોકે હમણાં છેલ્લે Nokia 7 Plus આવ્યો અને એ Missing Factor દૂર થવાનું હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે. એક સમય હતો જયારે ભારતીય વપરાશકર્તાઓ માટે Mobile એટલે Nokia એવું જ લાગતું હતું, પણ સમયજતા Nokia એ પકડ ગુમાવી અને Samsung, Apple, Sony, LG જેવી કંપનીઓએ ધાક જમાવી હતી. જે સમયે Nokia ની પકડ મજબૂત હતી તે સમયે તેના 1. મજબૂત ક્વોલિટી અને 2. પાવરફૂલ બેટરી બેકઅપ એમ બે ખાસ કારણ હતા. હવે નવા Nokia 7 Plus માં શું ખાસ છે એ વિષે આજે આપણે વાત કરીશું.

Nokia 7 Plus

25,999 રૂપિયાની કિંમત ધરાવતો આ Nokia 7 Plus કંપની માટે કમાઉ દીકરો બની શકે છે. અઢળક ફીચર્સની સાથે સાથે સહુથી મોટી વસ્તુ એ છે કે હવે Nokia પણ સંપૂર્ણરીતે Android One ને સાથે લઈને ચાલી રહ્યું છે, એટલે સમયાંતરે Updates અને Security Patches મળતા રહેશે. આ સિવાય ઢગલાબંધ Applications સાથે Google Play Store પણ તમારા માટે ખુલી જશે.

ડિઝાઇન વિષે વાત કરીએ તો સહુથી મજ્જાની વાત એ છે કે જ્યાં ઘણી બધી કંપનીઓ Glass Body સાથે આવી રહી છે ત્યારે Nokia એ તેમની જૂની જ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કર્યો છે અને Single Piece એલ્યુમિનિયમ બોડીનો વપરાશ કર્યો છે, સીરામીક ફીલ આવે એ પ્રકારના કલરનો પણ વપરાશ કર્યો હોય હાથ પર એક અલગ જ ગ્રીપ મળશે અને ફોન પકડવાની મજ્જા પણ આવશે. એલ્યુમિનિયમ બેક હોય કદાચ ફોન હાથ માંથી છટકે તો પણ વધુ નુકશાન નહિ થાય એ નક્કી છે.

6 ઇંચ નો ફુલ HD LCD સ્ક્રીન અત્યાર સુધીના Nokia Phones નો શ્રેષ્ઠ Screen કહેવાય છે. Demo Phone use કરનારા ત્યાં સુધી કહે છે કે અત્યારના સમયે આ ફોન પર આંખ બંધ કરીને ભરોસો કરવા જેવો છે. Corrning Gorilla Glass 3 પ્રોટેક્શન થોડું જૂનું છે પણ તેમ છતાંય Screen ને એક સારું પ્રોટેક્શન મળશે.

Nokia 7 Plus ના Hardware ની વાત કરીએ તો અહીંયા તમને Qualcomm Snapdragon 660 ચિપસેટ + પ્રોસેસર મળશે. 4 GB DDR4 RAM તથા 64 GB Storage મળશે. 256 GB Micro SD કાર્ડ માટે Slot પણ મળશે. 3800Mh ની બેટરી સાથે Nokia ફરી વખત તમને એ જ Old Days યાદ કરાવી દેશે જ્યાં તમને Long Lasting Battery Backup મળતો હતો. સામાન્ય રીતે તમારે દર દોઢ દિવસે ફોનને ચાર્જ કરવો પડશે.

Nokia 7 Plus ના Camera વિષે વધુ વાત કરીએ તો અહીંયા તમને 12 Megapixel નો Main Camera મળશે જે Ultra Sensitive છે અને એને વધુ મજબૂત કરવા 13 Megapixel નો Telelens પણ હાજર છે. Secondary Camera વિષે વાત કરીએ તો તે 16 Megapixel નો છે અને ગજ્જબ Lowlight Photography Sensor ધરાવે છે. Nokia છે એટલે Camera Lens તો ZEISS ના જ હોવાના છે જે Camera ને ખરેખર અદભૂત બનાવે છે. Camera Lovers માટે Nokia 7 Plus ખરેખર એક ભેટ સમાન છે.

Nokia 7 Plus ની એક ખુબ જ સુંદર બાબત એ છે કે તેઓ હવે Neat & Clean Android One સાથે આવી ગયા છે. કોઈ જ વધારાની Applications નો ઢગલો નહિ, Clean OS અને સમયાંતરે આવતી Updates ખરેખર તો Cherry On The Cake નું કામ કરશે. 4 GB DDR 4 RAM ને લીધે Multitasking ખુબ જ સરળ બનશે તથા Picture in PIcture અથવા તો એક સાથે ૨ અલગ અલગ Apps પર કામ કરવું પણ ખુબ જ આસાન અને સરળ બનશે.

આટલી બધી સારી સારી વાતો કર્યા બાદ નજર ન લાગે એટલે એક કાળું ટ્પકુ મૂકવું જરૂરી હોય છે એમ જ Nokia 7 Plus માં બધું જ સારું હોવા છતાં એક જગ્યા પર કંપનીની કચાશ નજરે ચડે છે અને એ છે એના Mono Speaker. એક તરફ જ્યાં Headphone Jack ની બાદબાકી થઇ રહી છે ત્યાં Nokia દ્વારા હજુ પણ ૩.૫ mm નો Headphone Jack આપવામાં આવે છે પણ જયારે વાત Loud Speaker ની આવે ત્યારે માત્ર 1 જ Monospeaker એ ખરેખર output ને નબળું બનાવે છે.

Final Conclusion વિષે વાત કરીએ તો 25,999 ની કિંમત સાથે આ ખરેખર એક ખુબ જ સારો વિકલ્પ છે. અલબત્ત જો તમે Monospeaker ને ધ્યાન બહાર રાખી શકો તો. એક સમયે Nokia જે કારણોથી ભારતીય વપરાશકર્તાઓમાં પહેલી પસંદ હતું એ જ કારણો સાથે નવા રંગરૂપમાં Nokia 7 Plus આવ્યો છે અને એ ખરેખર અત્યારે એક સારી ખરીદી બની શકે છે. Mid Range બજેટમાં Samsung, Apple અને Oneplus ને ચોક્કસપણે એક ટક્કરનો સામનો કરવો પડી શકે છે.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here