ગુજરાતી ફિલ્મ અંગેના પ્રમોશન, માર્કેટિંગ તથા PRને લગતી દરેક કામગીરીનું મહેનતવાળું કાર્ય કરતા ચેતનભાઈ ચૌહાણ Promotions Redefined કંપનીના બોસ ,છે તેઓ કહે છે કે એક વખત મારી નજર સમક્ષ ગુજરાતી ફિલ્મ સામે હોય તો હું હિન્દી ફિલ્મ નું પ્રમોશન હાથમાં નથી લેતો. તેઓ પોતે ગુજરાતી મીડીયમમાં ભણેલા છે ગુજરાતી ભાષા પ્રત્યે તેમને અનોખો લગાવ છે.

ચેતન ભાઈએ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી B.com કરેલું છે. પોતાની કારકીર્દીની શરૂઆતમાં અમદાવાદની આશ્રમ રોડ પર આવેલી ગોદરેજની એક ટેલેક્ષ અને ટાઈપ રાઈટીગની કંપનીમાં સેલ્સની જોબથી પોતાની પ્રોફેશનલ કરિયર શરુ કરેલી. ચેતન ચૌહાણ માને છે કે સેલ્સની જોબ માટે દસ માણસોને મળી શકો છો અને માણસોને મળવું તે તેમના રસનો વિષય છે. ત્યારબાદ તેઓએ કરમચંદ ઠાકર કરીને એક કમ્પ્યુટર પેરીફેરલ્સની કંપનીમાં દોઢ બે વર્ષ કામ કર્યું અને એમના જ શબ્દોમાં કીએ તો તેમની કારકીર્દીને નવો આયામ મળ્યો..
ત્યારબાદ રસ્તાઓ ખુલતા ગયા અને TIMES OF INDIA માં કામ કરવાનો મોકો પણ મળ્યો અને તેમણે લગભગ દસ વર્ષ TIMES OF INDIA માં કામ કર્યું. અહીં તેમણે જુદી જુદી ઘણી જગ્યા પર ફિલ્મ ફેર , Famina મેગેઝીન, Economic ટાઈમ્સ ના એડીટોરીયલ તથા જુદા જુદા લેવલ પર દરેક પ્રકારની કોર્પોરેટને લગતી કામગીરી કરી. તેમના બોસની સલાહથી તેમણે ત્યારબાદ MBA કર્યું. ત્યારબાદ તેમણે રિલાયન્સ રિટેઈલ માં પણ કામ કર્યું પણ મૂળભૂત રીતે તેમને મિડિયામાં રસ હતો. આથી તેઓ ફરી 2007માં મુંબઈમાં MID DAY માં જોડાયા. તેમના કેરિયરના આ ઉતારચડાવ બાદ 2009 તેમણે પોતાની કંપની ચાલુ કરી Promotions Redefined.
આપણે સૌ જાણીએ છીએ કે એક જમાનામાં ફિલ્મ્સનું માર્કેટિંગ નેશનલ લેવલ પર થતું પણ ફિલ્મ્સ માટેની પેશન તેમને Promotions Redefined સુધી લઇ આવી. અને આ પેશનના લીધે જ તેમણે ગુજરાતી ફિલ્મ માટે પ્રમોશન કરવાનું શરુ કર્યું. તેઓ પોતાની કામગીરી વિષે જણાવતા કહે છે કે કોઈ પણ ફિલ્મનું પ્રમોશન કરવા માટે ઘણું સંશોધન કરવું પડતું હોય છે ફિલ્મના માર્કેટિંગના પ્લાન, પ્રમોશન અને બજેટીગ તેમણે કરી આપવાના હોય છે.
ચેતનભાઈ માનેછે કે જયારે કોઈ પ્રોડ્યુસર તેમની પાસે પોતાની ફિલ્મ લઈને આવે છે ત્યારે તેમને સામે કેવી સર્વિસ જોઈએ છે તેનું રીસર્ચ તેઓ કરતા હોય છે. તેમના આ રિસર્ચમાં પ્રોડ્યુસરનું ટાર્ગેટ ઓડીયન્સ કેવું છે તે જાણી તેમને એક આખું પેકેજ આપવામાં આવે છે જેમાં માર્કેટિંગથી શરુ કરી પ્રમોશનને લગતી દરેક પ્રવૃત્તિને સાંકળવામાં આવે છે. જો પ્રોડ્યુસરનું બજેટ વધુ હશે તો ફિલ્મનું પ્રમોશન વધુ સારી રીતે થશે અને જો પ્રોડ્યુસરનું બજેટ ઓછુ હશે તો તેમને તે રીતે માર્કેટિંગના પ્લાન આપવામાં આવશે. આ ઉપરાંત તેમને SONY PICTURES સાથે પણ કામ કરેલ છે, હોલીવુડના વોર્નર બ્રધર્સની ફિલ્મ્સ ના પ્રમોશનના પ્લાન પણ તેમણે બનાવેલ છે.
ગુજરાતી ફિલ્મ જે થોડા વર્ષ પેહલા એક વર્ષમાં માંડએક કે બે આવતી હવે ઘણા બધા લોકો ગુજરાતી ફિલ્મ જોવા પણ જાય છે અને બનાવામાં પણ પડ્યા છે. અત્યારસુધી અસંખ્ય ગુજરાતી ફિલ્મ પ્રમોટ કરી ચુકેલા ચેતન ચૌહાણના મતે જે ઝડપે ગુજરાતી ફિલ્મ બની રહી છે તેમાં તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. સાથે તેઓ એ પણ ઉમેરે છે કે જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેટ થઇ જશે તો ઘણા બધા લોકોને રોજગારી મળી શકે એમ છે. છેલ્લા એક વર્ષથી ગુજરાતી સિનેમાએ જે હરણફાળ ભરી છે તેનાથી આ ઇન્ડસ્ટ્રી ઘણી આગળ આવશે.
આ ઉપરાંત તેઓ મનોરંજન માટે નો એક નવો વિચાર જણાવતા કહે છે કે ગુજરાતી લોકો માટે મનોરંજન એટલે મુખ્યત્વે ફૂડ અને ફિલ્મ અને દરેક ગુજરાતી પોતાની ભાષાની ફિલ્મ જોવા જશે જ…જયારે કોઇપણ માણસ ફિલ્મ જોવા જતો હોય છે ત્યારે તેના મગજમાં તેણે તે ફિલ્મ વિષે ક્યાંક સાંભળ્યું હોય કે કોઈનો મત લીધો હોય, અને તે બાબતને ધ્યાનમાં રાખીને જ તે ફિલ્મ જોવા જતો હોય છે.
હિન્દી ફિલ્મ વિષે વાત કરતા તેઓ કહે છે કે હિન્દી ફિલ્મનું પ્રમોશન સીધું તમારી પાસે નથી આવતું. નેશનલ લેવલ પર હિન્દી ફિલ્મ માટે તેઓ કોઈ કંપનીને કામ સોંપે અને તે વળી બીજી કંપનીને આ કામ આપે એમ કરતા એ કામ આપણી પાસે આવે તો તેમાં સીધા જ ક્લાયન્ટ સંપર્કમાં નથી હોતા અને આ કારણથી ખુબ મુશ્કેલી પડે છે. અને જયારે તમે મનથી કામ કરતા હોવ ત્યારે આ મુશ્કેલીને લીધે ઘણીવાર તમારું કરેલું ધોવાઇ જતું હોઈ છે આ જ કારણ થી હિન્દી ફિલ્મનું પ્રમોશન તેઓ જલ્દીથી હાથમાં નથી લેતા.
આની સરખામણીએ ચેતનભાઈ ગુજરાતી ફિલ્મ અંગે માને છે કે એ બધા તમારા પોતાના જ લોકો હોય છે અને તે લોકો સીધા જ સંપર્કમાં આવતા હોય છે તો તેમની સાથે કામ કરવું વધુ સરળ થઇ જાય છે. ગુજરાતી ફિલ્મ માટે તેઓ પોતાને તેની સાથે કનેક્ટેડ માનેછે અને તેમાં તેઓ પોતાનું દિલ ભેળવીને કામ કરે છે.

ચેતનભાઈ એક પ્રોફેશનલ હોવાને લીધે ગમેતેમ કોઈ ફિલ્મનું પ્રમોશન સ્વીકારી નથી લેતા, તેઓ ખુબ ધ્યાનથી કોઇપણ ફિલ્મ પ્રમોશન માટે પસંદ કરે છે, ફિલ્મની વાર્તા કેવી છે તેના પ્રોડ્યુસર કોણ છે મુખ્ય ઉદ્દેશ શું છે. ફિલ્મમાં કોઈ સામાજિક મેસેજ છે કે નહીં તે બધું જોતા તેમણે ખુદનું એક લેવલ સેટ કરેલું છે અમુક વખત એવું બને છે કે ફિલ્મ સારી હોય પણ તેનું બજેટ ના હોઈ તો તેવી ફિલ્મના પ્રમોશનનું કામ પણ તેમણે માત્ર ગુજરાતી ફિલ્મોની સેવા માટે સ્વીકાર્યું છે.
આટલા વર્ષોના અનુભવ બાદ ચેતનભાઈ કહે છે કે ગુજરાતી ફિલ્મોનું ભાવી મરાઠી ફિલ્મોની લગોલગ છે. આમ જોવા જઈએ તો ગુજરાતી લોકો પોતાના મનોરંજન માટે ઘણો સમય ફાળવી શકતા હોય છે અને તે સારું પણ છે જયારે ગુજરાત સિવાયના રાજ્યોમાં મનોરંજન માટેના ઘણા બીજા વિકલ્પો રહેલા છે. તેમના મતે મરાઠી ફિલ્મોનો વિકાસ નો તબ્બકો 5 વર્ષ પહેલા થઇ ગયો છે જયારે ગુજરાતી ફિલ્મોનો વિકાસ હજી શરુ થયો છે કદાચ ગુજરાતી ફિલ્મોની કિશોરાવસ્થાનું આ પહેલુ કે બીજું વર્ષ છે એમ કહી શકાય, પણ હા ગુજરાતી ફિલ્મ મરાઠી ફિલ્મની સાવ લગોલગ પહોંચી જાય એ તબ્બકો આવતા થોડી વાર લાગશે.
ચેતન ચૌહાણ કહે છે કે “ગુજરાતી ફિલ્મ પ્રમોશનને હું ફક્ત ધંધાની રીતે નથી જોતો, હું ફિલ્મોના પ્રમોશન વખતે એકલી ધંધાકીય બાબતો નથી જોતો પણ મારા મનની વાત પણ સાંભળું છું અને એ બન્નેના બેલેન્સથી જ હું આટલો આગળ આવી શક્યો છું.”
ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવા પાછળ આવેલી ચેલેન્જીસ વિષે વાત કરતા તેઓ જણાવે છે કે ફિલ્મ પ્રમોટ કરતી વખતે પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ડીસ્ટ્રીબ્યુટર આ ત્રણ લોકોના વિચારો એક લાઈનમાં ચાલે તે જરૂરી છે. કેમકે પ્રોડ્યુસર ફિલ્મમાં પૈસા રોકીને બેઠો હોય છે, અમુક વાર એવું બને કે ડાયરેક્ટરથી સારી ફિલ્મ ન બની હોય તો તમને તેની ગંધ તેની વાતો પરથી આવી જતી હોઈ છે ચેતનભાઈ આ વાતને બહુ સારી રીતે મેહસૂસ કરી શકે છે.
બીજીજરૂરી વાત કે તમારો ડીસ્ટરીબ્યુટર સારો હોવો જોઈએ. ગુજરાતી ફિલ્મોને એક અઠવાડિયું થાય એટલે થીયેટરવાળા ધક્કા મારવા લાગે છે. જો તમારો ડીસ્ટરીબ્યુટર મજબુત હશે તો એ તમારી ફિલ્મ માટે તે લડશે અને તે પ્રયત્ન કરશે કે તમારી ફિલ્મ વધુ સમય સુધી થીયેટરમાં રહે જેથી વધુને વધુ લોકો તેને જોઈ શકે.
ગુજરાતી ફિલ્મ બનાવનાર પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ માટે ચેતનભાઈ મેસેજ આપે છે કે ફિલ્મને ફક્ત ધંધાકીય રીતે ના જોતા તેમાં થોડું સર્જનાત્મક પાસું ઉમેરવામાં આવે તો આ બન્નેના સમન્વયથી સારી જ ફિલ્મ બનવાની અને ફિલ્મ સારી ચાલવાની જ. બસ ગુજરાતી ફિલ્મ બનાવનાર પણ થોડું વધુ રીસર્ચ કરીને ફિલ્મ બનાવવા લાગે તો આવનારા વર્ષોમાં તેનું ભાવિ ઘણું ઉજ્જવળ છે. જો માત્ર ધંધાકીય રીતે ફિલ્મો બનાવવામાં આવશે તો તેનું પરિણામ સારું નહીં જ આવે.
ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ સાથેના પોતાના અનુભવો વિષે જણાવતા તેઓ કહે છે કે એવા ઘણા પ્રોડ્યુસર્સ છે જેના લાખોના બિલ પેન્ડિગ છે પણ તેઓ આ વાતમાંથી અનુભવ લેતા કહે છે કે દુઃખ થાય પણ તેને પકડી ન બેસી રહેતા સતત આગળ વધવું પડે. આવા અનુભવોથી મને સતત શીખવા મળે છે અને હું શીખું છું.
eછાપું વિષે પણ ચેતનભાઈ કહે છે કે તેઓ આ સાઈટના ઓલરેડી ફેન બની ચુક્યા છે. આ સાઈટ પર પિરસવામાં આવતું કન્ટેન્ટ અન્ય સમાચારને લગતી સાઈટ્સ કરતા સાવ અલગ છે અને તે માટે તેમણે eછાપુંની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
eછાપું
તમને ગમશે: ટ્રાવેલિંગમાં તમારા મોબાઈલ માટે જરૂરી આ એસેસરીઝ સાથે લેવાનું ભૂલાય નહીં
તમને ગમશે: બેડ કોલેસ્ટ્રોલ હટાવવા તમારે રોજ બદામ ખાવીજ જોઈએ