શું અમેરિકા અને ચીન વચ્ચે Trade War શરુ થઇ ચુક્યું છે?

0
250
Photo Courtesy: cnn.com

આજકાલ અમેરિકા અને ચીન વચ્ચે ગરમાગરમી શરુ થઇ ગઈ છે. છેલ્લા એકાદ મહિનાથી અમેરિકા અને ચીન એક પછી એક એકબીજાના ઉત્પાદનો પર કર લગાવતા જ જાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિષ્ણાતો આને Trade War ગણાવી રહ્યા છે. જો અત્યારની હાલતને ધ્યાનથી જોઈ તો તે Trade War સિવાય બીજું કશું જ નથી, પરંતુ બંને દેશોની સરકારો ખુલ્લેઆમ કશુંજ બોલતી નથી અને મગનું નામ મરી પાડવા ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી શી જીનપીંગ બંનેમાંથી કોઈજ તૈયાર નથી.

Photo Courtesy: cnn.com

અમેરિકા-ચીન વચ્ચેનું આ Trade War અત્યારે ક્યાં પહોંચ્યું એ જાણીએ તે પહેલા આ Trade War પાછળ મુખ્ય કારણ શું છે એ જાણી લઈએ. આ Trade War પાછળ એકમાત્ર કારણ છે ઈમ્પોર્ટ ડ્યુટી. પોતપોતાના દેશોના ઉદ્યોગોના હિતો સાચવવા અમેરિકા અને ચીન એક પછી એક ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા માંડ્યા અને વાત હવે એટલી આગળ વધી ગઈ છે કે તેણે Trade Warનું સ્વરૂપ લઇ લીધું છે.

માર્ચ મહિનામાં ટ્રમ્પે અમેરિકાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે ચીનથી ઈમ્પોર્ટ થતા એલ્યુમિનિયમ અને સ્ટિલના ઉત્પાદનો પર 25% ડ્યુટી લગાવી. ત્યારબાદ તેમણે ચીનથી આયાત થતા એરોસ્પેસ, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેક્નોલોજીના સાધનો અને મશીનરી પર પણ 25% ડ્યુટી લગાવી દીધી. આના જવાબમાં આ સોમવારે ચીને સ્ક્રેપ એલ્યુમિનિયમ, સ્પાર્કલીંગ વાઈન અને સફરજન સહીત અસંખ્ય અમેરિકન ઉત્પાદનોના ચીનમાં થતા ઈમ્પોર્ટ પર વધારાનો ટેક્સ લગાવ્યો.

તમને ગમશે: 10 હિન્દી ફિલ્મો જે તમારું વિકેન્ડ બનાવશે ખુશખુશાલ

હજી ઓછું હોય તેમ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે હજીપણ બીજી 1,300 ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર વધારાની ડ્યુટી લગાવશે એવી વાત કરી. ચીને તરતજ જવાબમાં ચીને બોઇંગ પ્લેન સહીત પોતે કઈ અમેરિકન આઈટમ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી રહ્યું છે તે જાહેર કરી દીધું. ટ્રમ્પ હજી પણ છાના બેસી રહેવાના ન હતા તેમણે હાલમાં જ બીજા 100 બિલીયન અમેરિકન ડોલર્સના મૂલ્યની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવા જઈ રહ્યા હોવાનું વિચારી રહ્યા હોવાનું પણ કહી દીધું.

જેવી અમેરિકન મિડીયામાં Trade War શબ્દ આંટા મારવા લાગ્યો કે ટ્રમ્પે ટ્વિટ કરીને ખુલાસો કર્યો કે આ Trade War બોર જેવું કશું નથી અને આ શબ્દને અવસાન પામે તો યુગો થઇ ગયા. આ તો ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારી ખાધ એટલી મોટી છે કે તેને પૂરવા માટે તેમણે આ પગલા લીધા છે જે જરૂરી હતા.

નિષ્ણાતોએ આ કહેવાતા Trade War નું મુખ્ય કારણ શોધી કાઢતા જણાવ્યું છે કે ચીને અમેરિકાની સાયબર અને ઇન્ટલેકરયુઅલ પ્રોપર્ટીની વારંવાર ચોરી કરી છે. ચીનની વર્ષોથી આદત છે કે તે ડિઝાઈનર બ્રાન્ડ્સને તે અંગેની ટેક્નોલોજીકલ શોધને ચોરીને તેને ખતમ કરી નાખે. અમેરિકાએ અત્યારસુધી ચીનની આ બદમાશી ચલાવી લીધી પરંતુ હવે બહુ થયું ના ન્યાયે ટ્રમ્પ અને અમેરિકા આકરા પાણીએ થયા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here