બોલિવુડની સૌથી વધુ કમાણી કરી ચુકેલી 5 ફિલ્મો કઈ કઈ છે?

0
292
Photo Courtesy: voanews.com

એક સમયે કોઈ બોલિવુડ ફિલ્મ 100 કરોડની કમાણી કરે તો પણ લોકોના મોઢાં પહોળા થઇ જતા. બાદમાં બોલિવુડે 200 કરોડનો બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો અને હવે તો 200 કરોડ પણ પાછળ રહી ગયા છે અને 300 કરોડની કમાણી એ નવી ઘટના કહેવાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં એવી 5 ફિલ્મો આવી છે જેણે 300 કરોડની કમાણી કરી છે અને આ ફિલ્મો સ્વાભાવિકરીતે ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરી ચૂકેલી ફિલ્મોમાં સ્થાન પામે છે.

તો આવો જાણીએ એ પાંચ ફિલ્મો વિષે….

5 એવી બોલિવુડ ફિલ્મો જેમણે બોક્સઓફિસ પર સહુથી વધુ કમાણી કરી છે

Photo Courtesy: voanews.com

દંગલ

Photo Courtesy: indianexpress.com

રેસલર મહાવીરસિંઘ ફોગાટ અને તેમની રેસલર પુત્રીઓની સત્યકથા પર આધારિત ફિલ્મ દંગલને નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી હતી અને આમિર ખાન, કિરણ રાવ અને સિદ્ધાર્થ રોય કપૂરે તેને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અને ખાસકરીને ચીનમાં ધૂમ મચાવી દીધી હતી. એક આંકડા અનુસાર દંગલની ભારતમાં નેટ કમાણી 387.39 કરોડ રહી હતી અને કુલ કમાણી (ભારત અને વિદેશ બંને) 1893.35 કરોડ રહી છે.

પીકે

Photo Courtesy: indianexpress.com

આમિર ખાનની બીજી ફિલ્મ આ લિસ્ટમાં સામેલ છે. રાજકુમાર હિરાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે થોડો વિવાદ પણ ઉત્પન્ન કર્યો હતો પરંતુ ફિલ્મને સારોએવો આવકાર મળ્યો હતો. વિધુ વિનોદ ચોપરા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મ પીકે એ સમગ્ર ભારતમાંથી 339.50 કરોડ નેટની આવક કરી હતી જ્યારે તેની દેશ-વિદેશની કમાણી મળીને થયેલો સ્કોર 831.50 કરોડ રહ્યો હતો.

તમને ગમશે: આ રહ્યા ભારતના શ્રેષ્ઠ ઢાબા અને તેમની બેસ્ટ વાનગીઓ

બાહુબલી 2

Photo Courtesy: movieboxofficecollection.in

હિન્દીમાં ડબ કરવામાં આવેલી સાઉથની ફિલ્મોનો દેખાવ બોક્સઓફિસ પર લગભગ કંગાળ રહ્યો છે પરંતુ બાહુબલીની તો વાત જ અનોખી હતી. બાહુબલી જે તેલુગુ ફિલ્મ હતી અને બે ભાગમાં બનાવવામાં આવી હતી તેના પહેલા ભાગે જગાવેલી ઉત્કંઠાએ એવું તે કામ કર્યું કે તેના હિન્દીમાં ડબ કરવામાં આવેલા બીજા ભાગે ભારતમાં કુલ 511.30 કરોડની આવક કરી હતી અને દેશ-વિદેશની કમાણીનો સરવાળો માંડીએ તો આ આંકડો 830.24 કરોડ થવા જતો હતો.

બજરંગી ભાઈજાન

Photo Courtesy: firstpost.com

એક માસુમ બાળકીની વાત અત્યંત સરળતાથી કહીને બજરંગી ભાઈજાને લોકોના દિલ જીતી લીધા હતા. કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને ખુદ સલમાન ખાને પ્રોડ્યુસ કરી હતી અને સલમાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકીની અદાકારીએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. બજરંગી ભાઈજાનની ભારતની અને બહારની કુલ આવક 626.00 કરોડ થઇ હતી જ્યારે માત્ર ભારતમાંથી તે 320.34 કરોડ કમાઈ હતી.

સુલતાન

Photo Courtesy: indianexpress.com

આમિર ખાનની જેમ સલમાન ખાનની પણ બે ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે. સુલતાન પણ એક રેસલરની જિંદગી પર આધારિત છે જેને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી  હતી અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી હતી. સુલતાને ભારતમાં 300.45 કરોડની કમાણી કરી હતી જ્યારે તેની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બોક્સઓફિસની કુલ કમાણી 589.00 કરોડ નોંધવામાં આવી હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here