ઉડતા વિમાને ફેંટાવાળા કાકા અને એર હોસ્ટેસ વચ્ચેની રસપ્રદ ચર્ચા

0
284
Photo Courtesy: YouTube

મિત્રો, fryday ફ્રાયમ્સના જાનદાર શૉમાં ફરી વાર આપનું શાનદાર સ્વાગત છે… આવું એર હોસ્ટેસ જેવું ચીપી ચીપીને બોલવા બદલ માફ કરજો pun (સોરી… પણ) રાત્રે બરાબર ઊંઘ નથી આવી અને અત્યારે ફલાઇટમાં બેસીને તરત જ જોરદાર ઊંઘ આવી રહી છે… એટલે આ વખતે કદાચ તમે સેલિબ્રિટી  fryday ફ્રાયમ્સની મજા નહીં માણી શકો અને એ માટે હું દિલગીર છું… દિલ એની જગ્યાએ અને ગીરમાં સિંહો સાબદા છે.. એટલે ચિંતાનું કોઈ કારણ નથી… આ શું મારી બાજુની સીટમાં ફેંટાવાળા કાકા છે…. હે ભગવાન…. ઊંઘ આવી જાય તો સારું….

Photo Courtesy: YouTube

ફેંટાવાળા કાકા :  અરે આ તો ઉપડ્યું.. ઉપડે પછી પડે નઈ તો હારું….  રામ રામ રામ રામ રામ રામ…..

એર હોસ્ટેસ:   અરે કાકા….. વિમાન ટૅક ઑફ માટે તૈયાર છે…. જલ્દીથી પેટી બાંધી દો…

ફેંકા: એ બુન, મું તો પતરાની પેટી લાયો છું એ તો બીજોં ના સામાનમાં  જતી રઈ, વિમોંનમોં તો લૂગડાની થેલી જ લઇન આયો સું અન એ ય ઉપર મેલી દીધી સ….. કઈ પેટી બોંધું…. તમે જ ક્યોં…..

એહો : કાકા સુરક્ષા પેટીની વાત કરું સું… safety belt….

ફેંકા : તે આ પટ્ટો.. ઇમ ક્યોં ન..

એર હોસ્ટેસ : હા એ જ

ફેં કા :  તે ઈં બોલોં ન… પેટી પેટી હું કરોં સોં…..

એહો : ઉફ્ફ..

ફેં કા :  તે હેં હોટેસ્ટ બુન…

એર હોસ્ટેસ : થેન્ક્સ પણ  હોટેસ્ટ નહીં …..હોસ્ટેસ કહો….

ફેંકા : હ હ હ… ગુજરાતીમોં હું કે’વાય?

એહો :  ગુજરાતીમાં હવાઈ પરી કહેવાય…

ફેંકા : આવા ભારેખમ શબ્દો હારે આપડ બઉં પરીચય ન્ય…. મન તો પરીક્ષા અન પરીણોમની જ ખબર… અન પિચ્ચરમોં આવ સ ન પેલી… હું નોંમ સ. હ. પરિણીતી..

એર હોસ્ટેસ : ઓહ….  જલ્દી એરપોર્ટ આવી જાય તો જાન છૂટે..

ફેંકા : તમે એક કોંમ કરોં ન બુન.. આ બાજુ વારી સીટ ખાલી જ સ.. ઓંય જ બેંહી જોંવ..

એહો : સારું અહીંયા જ બેસું છું  તમારી બાજુમાં જ…

ફેં કા : હ્અઅઅઅ અવ હમજ્યોં….

એહો : હવે ચૂપચાપ બેસી રહો…

ફેંકા : ભલ… તમે ક્યોં ઈમ…. બસ??

એહો : હમમમ

अब हम कुछ ही देर में बेंगलुरु पहोचने वाले है….. कृपया अपनी अपनी सुरक्षा पेटी बाँध के रखिये….शौचालय का प्रयोग करना अब वर्जित है.

ફેંકા :  તે હેં બુન, આ કોંય ખબર ના પડી…  વિમોંન વધાર ઊંચઈ પાર વોય ત્યાર જે ક્રિયાકર્મ કરીએ એ હવામોં તરતું ર અન થોડું નેંચું આવ એટલ જો ક્રિયાકર્મ કરીએ તો બધું નેંચ જમીન પર પડ એવું વોય..

એર હોસ્ટેસ : હાહાહાહાહા….. તમન એવું ચ્યમ લાગ્યું? સોરી… તમને એવું કેમ લાગ્યું?

ફેંકા :  એ તો આ વિમોંન અવ નેંચ ઉતરવાનું થ્યુ અન પેલા ભઈએ સંડાસનો ઉપયોગ કરવાની ના પાડી એટલ…

એહો : ઓહ… એ તો હવે સેફટી બૅલ્ટ પહેરીને બેસી રહેવા માટે… છેલ્લી ઘડીએ દોડાદોડ ના થાય એટલે…

ફેંકા : તો બરાબર… એક કોંમ કરહયો?

એહો : બોલોને કાકા?

ફેંકા : આ મોંણહન બીજું હું કે’વાય?

હૉ : માનવી….

ફેં કા : હા.. મોંનવી… તમે દસ વખત મોંનવી … મોંનવી ઇમ બોલો..

એર હોસ્ટેસ : ok.. માનવી.. માનવી.. માનવી.. માનવી.. માનવી.. માન. વિમાન… વિમાન…

વિમાન… વિમાન… વિમાન… oh my god.. just amazing…

ફેં કા : એ જ કે’વા માગું સું…. વિમોંન એક વાર ઉડ પસી એની એ જ જગ્યાએ પાસું આઈ હક… પણ મોંનવી એક વખત ઉડયો એ ઉડયો… નો રિટર્ન… આ જ મારો આજનો સંદેશ સ…

ઍ હૉ : વાહ સુંદર..

“એ ભાઈ ઉઠો… પ્લેન લેન્ડ થઈ ગયું છે.. ઉતરવાનું નથી? “  મારી બાજુમાં બેઠેલ વેલ ડ્રેસ્ડ વ્યક્તિએ મને ઢંઢોળ્યો…  હું પેલા ફેંટા વાળા કાકાને શોધવા મથી રહ્યો પણ એ કયાંય દેખાયા નહીં…

(Disclaimer: The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here