તૈયાર થઇ જાવ! બહુ જલ્દીથી આવી રહ્યું છે Reliance Jio Laptop

0
369
Photo Courtesy: shoutech.in

જી હા! તમે બરોબર વાંચ્યું છે. બજારમાં બહુ જલ્દીથી Reliance Jio Laptop આવી રહ્યું છે પરંતુ આ વાર્તામાં એક ટ્વિસ્ટ પણ છે જેની આપણને બધાને જાણ હોવી જરૂરી છે. Reliance Jio Laptop દ્વારા Reliance ને હવે ભારતનું laptop માર્કેટ સર કરવું છે એવી કોઈ કલ્પના તમે કરી રહ્યા હોવ તો તેને ત્યાંજ વિરામ આપી દેજો, કારણકે Reliance ની આવી કોઈજ યોજના નથી.

Photo Courtesy: shoutech.in

હવે સવાલ એ થાય કે જો Reliance ને laptop માર્કેટમાં કોઈ રસ જ નથી તો પછી Reliance Jio Laptop લાવવાનો મતલબ શું હોઈ શકે? તમારા આ સવાલનો સિમ્પલ જવાબ છે ડેટા! હા માત્ર એક થી દોઢ વર્ષના ટૂંકા સમયગાળામાં ભારતભરમાં 175 મિલિયન ગ્રાહકો ઉભા કરી દેનાર Reliance Jio ને હવે પોતાના મોબાઇલ ડેટા સ્પેસને વધારવો છે અને તેને માટે તે ખાસ પ્રકારના laptops ભારતના બજારમાં લાવી રહ્યું છે અને તેને પંડિતો ‘Next Bit Thing’ ગણાવી રહ્યા છે.

Reliance Jio Laptop ના ભવ્ય પદાર્પણ માટે Reliance ઓલરેડી ચિપસેટ બનાવતી જાયન્ટ Qualcomm સાથે ચર્ચામાં હોવાનું પણ જાણવામાં આવ્યું છે. જાણવા મળ્યા અનુસાર Reliance Jio Laptop Windows 10 OS પર ચાલશે અને તેમાં ઇનબિલ્ટ સેલ્યુલર કનેક્ટિવિટી હશે. એટલેકે તમારા Reliance Jio Laptopમાં તમારે Reliance Jioનું સિમકાર્ડ ફીટ કરી દેવાનું એટલે તમારા લેપટોપમાં જ WiFi આવી ગયું અને તમે દુનિયાના કોઇપણ છેડેથી તેનો વપરાશ આસાનીથી કરી શકશો!

તમને ગમશે: 50 વર્ષનો સોમણ અને 20 વર્ષની ગર્લફ્રેન્ડ – ટ્વીટર ભડક્યું

Reliance Jio Laptop નું ઉત્પાદન ભારતની IoT બ્રાન્ડ Smarton કરશે અને તે Qualcomm Snapdragon 835 laptops ભારતમાં ઉત્પાદિત કરશે. વૈશ્વિક સ્તરે Qualcomm આ જ તર્જ પર ‘Always connected PCs’ ના નામે HP, Lenovo અને Asus સાથે કામ કરી રહ્યું છે.

Reliance Jio Laptop લાવવા પાછળ Reliance Jioનો ઉદ્દેશ ઘણો લાંબાગાળાનો વિચાર ધરાવતો હોવાનું પંડિતો જણાવી રહ્યા છે. Reliance Jioને માત્ર મોબાઈલ ઓપરેટર બનીને નથી રહેવું, તેને પોતાની હાજરી મોબાઇલ ડેટા બજારમાં એટલી બધી મજબૂત કરી દેવી છે કે તેને હલાવવાની કોઈ અન્ય કંપની કલ્પના પણ ન કરી શકે. Reliance Jio Laptop લાવવાથી Reliance Jio તેની એવરેજ રેવન્યુ પર યુઝર એટલેકે ARPU માં વધારો કરવા સક્ષમ બનશે.

કોઇપણ સફળ ટેલિકોમ કંપનીની સફળતાને મૂલવવા માટે ARPU સૌથી મહત્ત્વનો માપદંડ છે. હાલમાં Reliance Jio ભારતમાં $4.70 એટલેકે રૂ. 300 જેટલો ARPU ધરાવે છે જે ભારતની અન્ય કોઇપણ ટેલિકોમ કંપની કરતા વધારે છે. હવે પોતાનીજ કંપનીના ઇનબિલ્ટ સિમકાર્ડ ધરાવતા Reliance Jio Laptop જો બજારમાં આવે તો તેનો ARPUક્યા સ્તરે પહોંચી શકે છે તેની કલ્પના આપણે આરામથી કરી શકીએ છીએ.

Reliance Jio Laptop ના ફાયદા અંગે જો વિચારીએ તો Snapdragon ચિપસેટ હોવાથી તેની બેટરી લાઈફ અન્ય laptops કરતા ઘણી સારી હશે. આ ઉપરાંત ઇનબિલ્ટ સિમકાર્ડ હોવાથી યુઝર્સ માટે પબ્લિક WiFi hotspots કરતા વધુ મજબૂત અને બહેતર સિક્યોરીટી મળી રહેશે. એક આકંડા અનુસાર ભારતમાં દર વર્ષે 5 મિલિયન laptops વેંચાય છે અને આ તમામ સંસ્થાગત, વ્યક્તિગત કે પછી પબ્લિક WiFi hotspot સાથે જોડાઈને ઈંટરનેટનો વપરાશ કરતા હોય છે. હવે જો Reliance Jio Laptop પણ આ બજારમાં ઇનબિલ્ટ સિમકાર્ડ સાથે એન્ટ્રી મારે તો કયા પ્રકારનું દ્રશ્ય ખડું થશે એ જરા વિચારો!

Reliance Jio Laptop આવ્યા બાદ ભારતમાં laptopsનું ભવિષ્ય બદલાઈ જવાની અસાધારણ સંભાવનાઓ વર્તાઈ રહી છે. Reliance Jioનો હેતુ laptop નહીં પરંતુ ડેટા વેંચવાનો ભલે હોય પરંતુ તેના આ પગલાથી એક સમય કદાચ એવો પણ આવશે જ્યારે ભારતમાં laptops પણ ઈન્ટરનેટ પ્લાન્સ સાથે વેંચાશે.

Reliance Jio Laptop ના લોન્ચ સમયે તેની કિંમત રૂ. 35,000 થી શરુ થઈને રૂ. 40,000 જેટલી રહેવાનો સંભવ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here