Dancing Is The Best Form Of Exercise And It Is Perfect Workout For The Body પણ જો આ જ Dance તમને Champions World Records અને Supreme World Records માં સ્થાન અપાવે તો કેવું લાગે? મુંબઈના પ્રખ્યાત કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રા દ્વારા તેમની Youthzone Dance Academy દ્વારા Hulahoop Festival નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો Hulahoop એટલે શું એ વિષે વાત કરું તો તમને ખબર હશે એક ગોળ રિંગ શરીર ફરતે રાખી અને તેને ફેરવવામાં ઘણા લોકો ખુબ જ કુશળ હોય છે. શિલ્પાબેન અને તેમની Youthzone Dance Academy દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી Dance માટેના Classes ચલાવવામાં આવતા હતા.

સમય પ્રમાણે તેમણે આ Hulahoop Dance તરફ પણ પૂરતું ધ્યાન આપ્યું અને અંતે તેમને તેમાં સફળતા મળી છે. ગઈકાલે સાંજે Mumbai માં આવેલ કન્ટ્રીકલબ ખાતે Youthzone Dance Academy દ્વારા Hulahoop Festival નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની પ્રક્રિયા ખુબ જ સરળ હતી. જો તમે Hulahoop Ring ફેરવી શકતા હોય તો તમારે તેમને ફોન કરી અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું અને સમયસર પહોંચીને આ festival માં જોડાવવાનું હતું.
તમને ગમશે: માતાનું દૂધ હવે કોઇપણ ઉંમરની વ્યક્તિને હેલ્ધી બનાવશે
Champions Book Of World Record અને Supreme Book Of World Record તરફથી તેના founder Dr. પટ્ટાભી રામ અને તેમની ટીમ શિલ્પા ગણાત્રા તથા તેમના બાળકો દ્વારા થઈ રહેલા આ રેકોર્ડ બ્રેકીંગ ઇવેન્ટને નિહાળવા આવી હતી. આ સિવાય જાણીતા ફિલ્મ તથા TV show ડિરેકટર ધર્મેશ મહેતા પણ બાળકોનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા.

85 બાળકોએ એક જ સમયે, એક જ સાથે સતત 3 મિનિટ સુધી hulahoop ring પહેરી તેના perform કર્યું હતું અને Champions Book Of World Record અને Supreme Book Of World Record માં નામ નોંધાવ્યું હતું. બંને સંસ્થાઓ તરફથી બાળકોને ત્રણ તક આપવાનું નક્કી થયું હતું પરંતુ Shilpa Ganatra ની Training જ તથા બાળકોની મહેનત એટલી સરસ હતી કે તેઓએ પ્રથમ પ્રયાસમાં જ બંને રેકોર્ડસમાં નામ નોંધાવી દીધું હતું. સૌથી મજ્જાની વાત એ હતી કે આ festivalમાં સૌથી નાની ઉંમરની બાળકી માત્ર સાડા ત્રણ વર્ષની હતી અને એણે પણ એ જ ઉત્સાહ સાથે ભાગ લીધો અને ઉપરોક્ત બંને booksમાં પોતાનું નામ નોંધાવ્યું. Youthzone Dance Academy માટે આ ગર્વની ક્ષણ હતી એમ કહીશું તો જરાય ઓછું નથી.

Youthzone Dance Academy દ્વારા બંને Records નોંધાઇ ગયા બાદ Hulahoop festivalમાં અલગ અલગ performances શરૂ થયા હતા, જેમાં બાળકો દ્વારા Skateboard, Segway અને એનાથી પણ વધુ કમાલ તો Cycle પર Hula-hoop રિંગ દ્વારા દેખાડ્યો હતો. બાળકો દ્વારા Rubik’s Cube ને પણ Hula-hoop Ring ફેરવતા ફેરવતા clear કરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રસંગ હોય, એમાં ગુજરાતીઓ હોય તો ગરબા વગર તો કઈ રીતે ચાલે ? બાળકો દ્વારા ગરબામાં પણ Hula-hoop Ring નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં આવનાર તમામ પ્રેક્ષકોને બહુ જ મજ્જા કરાવી હતી.

બાળકો સ્વાભાવિક રીતે ઉર્જાનો સૌથી મોટો સોર્સ હોય છે અને જો એ ઉર્જાને યોગ્ય દિશામાં વાપરવામાં આવે તો તેઓ ચોક્કસપણે ભવિષ્યમાં ખૂબ જ આગળ આવી શકે છે. છેલ્લા 3 મહિનાથી અથાગ પરિશ્રમ કરતા Youthzone Dance Academy તેમજ Shilpa Ganatra તથા તમામ બાળકો અને તેમના માતાપિતાને ખૂબ ખૂબ અભિનંદન.
eછાપું