ઓનલાઈન પ્રાઈવસી ભાગ 1 – સાઈટ અને એપ્સ વિષે તમારા માટે ખાસ માહિતી

0
716
Photo Courtesy: privacyitalia.eu

પ્રાઈવસી આપણો એક એવો હક છે અને એના વિષે કોઈ સરકાર, કોઈ સાઈટ કે કોઈ એપ્પ, ક્યાય મૂળભૂત પ્રાઈવસી વિષે થવી જોઈએ એટલી ચર્ચાઓ નથી થતી. અને એના લીધે આપણને આપણી પોતાની જ પ્રાઈવસી વિષે કઈ ખબર નથી. અને એનો દુરુપયોગ કરવા માટે આમંત્રણ આપીએ છીએ. એક તરફ સારી સર્વિસની લ્હાયમાં ને લ્હાયમાં આપણે ન દેવા જેવો ડેટા આ સાઈટ્સ અને સર્વિસીસને આપી દઈએ છીએ, જયારે બીજી તરફ એવા પણ લોકો છે જે આ પ્રાઈવસીનું રક્ષણ કરવા બાબતે એટલા ઘેલા છે કે અમુક સર્વિસથી દુર રહે છે અને એની મૂળભૂત ઉપયોગીતાને સમજી નથી શકતા અને એ સર્વિસીસનો પોતાના ફાયદા માટે ઉપયોગ પણ નથી કરી શકતા.

આ સર્વિસીસ આપણી પાસેથી અમુક ડેટા આપણા ફાયદા માટે જ ભેગો કરે છે. જેમકે એમેઝોન આપણે કઈ કઈ વસ્તુઓ જોઈ છે એનો ટ્રેક રાખે છે, જેથી આપણે કોઈ વખત નવી વસ્તુ શોધીએ ત્યારે આપણા કામની કઈ વસ્તુ હશે એ આ ડેટા ઉપરથી શોધવાનો પ્રયાસ કરી એને બીજા કરતા પહેલા દેખાડે. એ જ રીતે, ઘણી મ્યુઝીક સર્વિસ આપણે કયું ગીત કેટલી વાર સાંભળ્યું છે એનો ટ્રેક રાખે છે, અને એના પરથી એવા સોંગ આપણને આપે છે જે આપણને ગમી શકે. આમ કરવાથી પ્રાઈવસી ભંગ નથી થતી એ આપણે સમજી લેવું જોઈએ.

અહિયાં આપણે એવી સાઈટ્સની વાત કરી છે જે એકલ દોકલ સેવાઓ પૂરી પાડે છે, જયારે ગૂગલ અને ફેસબુક ઘણી બધી સેવાઓ આપે છે. જેમકે ગૂગલ આપણા જ મેઈલ માં આવેલી ટીકીટનો ડેટા વાંચે છે, એમાં લખેલી તારીખ અને સમયને કેલેન્ડરમાં સ્ટોર કરે છે, અને ટ્રાફિક અને બીજી માહિતી પરથી આપણને એવા સમયે રીમાઇન્ડર આપે છે જેથી આપણે સમયસર પહોચી શકીએ. આવી સેવાઓ આપણને કોઈ પણ પ્રકારની ભૂલ વગર આપવા માટે આ સર્વિસીસને ડેટા જોઈએ. પણ ખાટલે મોટી ખોડ એ છે કે આજ ડેટાનો ઉપયોગ આપણી સામે આપણને ભરમાવવા માટે થયો છે જે આજકાલ પ્રાઈવસી ભંગ તરીકે ચર્ચામાં છે.

ગૂગલ અને ફેસબુક આપણી પાસેથી આપણા વિષે બહુ મોટા પાયે ડેટા એકઠો કરે છે. પણ એ ડેટા એકઠો કરવાની રીત અને એ ડેટાનો ઉપયોગ એ બંનેમાં ગૂગલ અને ફેસબુક એકબીજા થી સાવ અલગ છે. ગૂગલ પાસે પોતાનું સર્ચ એન્જીન, પોતાની મોબાઈલ ઓપરેટીંગ સીસ્ટમ, પોતાની મેઈલીંગ સર્વિસ સહીત બીજી ઘણી સારી અને લોકપ્રિય પ્રોડક્ટ છે, અને ગૂગલ એના મદદથી જ ડેટા એકઠો કરે છે. ગૂગલનો પથારો બહુ લાંબો છે જેના લીધે એ બહુ મોટાપાયે ડેટા એકઠો કરી શકે છે, પણ એ ડેટા ગૂગલની સીસ્ટમમાંથી જ ભેગો થઇ રહ્યો છે, અને ત્યાંથી ક્યાય બહાર જતો નથી.

જયારે ફેસબુક પાસે એક સોશિયલ નેટવર્ક, અને બે-ત્રણ એપ્પ છે જે ગૂગલના સોશિયલ નેટવર્ક કે એની એવી જ એપ્સ કરતા લોકપ્રિય છે, જેનો ફાયદો ફેસબુકે જોરદાર ઉઠાવ્યો છે.  ફેસબુક પોતાના સોશિયલ નેટવર્ક કે એપ્સમાંથી તો ડેટા ભેગો કરે જ છે, પણ એ સાથે ફેસબુક એવી સાઈટ અને એપ્પ્સમાંથી પણ ડેટા ભેગો કરે છે જેમાં ફેસબુક લોગ-ઇનનો ઉપયોગ થયો હોય, અને આ ડેટા તમે ફેસબુક ઓપન રાખ્યું હોય કે નહીં, કે તમે ફેસબુકના યુઝર હો કે ન હો તોય ફેસબુક પાસે જાય છે. અને કેમ્બ્રિજ એનાલીટીકા જેવા લોકો એનો ઉપયોગ કરી શકે છે.

અહિયાં ઘણી વાર કહ્યું એમ, આ ડેટા આપણે જ આ સર્વિસીસને આપીએ છીએ, તો એ કયો ડેટા છે અને એ આપણને કઈ રીતે જોવા મળે એ જાણવું આપણા માટે ઘણું મહત્વનું છે. કારણકે પ્રાઈવસી અંગેની જાણકારી એ જ મોટી સુરક્ષા છે. અને આ પોસ્ટમાં આ જાણકારી કઈ રીતે મેળવવી અને કઈ રીતે એ માહિતીનો ઉપયોગ કરવો એ આપણે સચિત્ર જોઈશું.

1. એક્ટીવીટી લોગ

આપણે કરેલી પોસ્ટ, આપણે જોયેલી સાઈટ કે ઓપન કરેલી એપ્પ, સાંભળેલું ગીત અને એવી ઘણી ક્રિયાઓ આ સાઈટ્સ માટે એક્ટીવીટી કહેવાય છે. આ એક્ટીવીટીની યાદીમાં શું સ્ટોર કરેલું હોય અને એ કઈ રીતે જોવી એ નીચે દેખાડવામાં આવ્યું છે. આ બધો ડેટા મારા એકાઉન્ટ નો છે, તમે પણ તમારા એકાઉન્ટનો ડેટા આવી રીતે જોઈ શકશો.

1_fb_activity_log
1. ફેસબુકનો એક્ટીવીટી લોગ જોવા માટે ઉપરના એરો પર ક્લિક કરી Activity Log પર ક્લિક કરો.
5_fb_activity_details
2. ફેસબુકના એક્ટીવીટી પેજ પર ડાબી તરફ બહુ બધા સેક્શન દેખાશે. દરેક સેક્શનમાં તમે ફેસબુક પર શું શું કર્યું છે એની સંપૂર્ણ માહિતી આપશે.
2_google_activity_log
3. ગૂગલનો એક્ટીવીટી લોગ જોવા માટે https://myactivity.google.com/myactivity પર જાઓ.
3_google_activity_details
4. આ બધી એક્ટીવીટી દિવસ પ્રમાણે કે આઈટમ પ્રમાણે ગ્રુપ કરેલી હોય છે. એ એક્ટીવીટી પર ક્લિક કરવાથી તમે શું સર્ચ કર્યું છે, એન્ડ્રોઇડમાં કઈ એપ્પ ખોલી છે એ દેખાડશે
એપ્પ ની ડીટેઇલ
5. અને એની ડીટેઇલમાં તમે કયા ફોન માંથી કઈ એપ્પ ખોલી એ પણ દેખાડશે

2. એડ્સ

એક્ટીવીટી લોગ એટલે એવો ડેટા જે આપણે આ સર્વિસને આપીએ છીએ. એ સિવાયનો પણ બીજો ડેટા જે આ સર્વિસીસ આડકતરી રીતે (આપણી પરમીશન મેળવ્યા પછી જ) ભેગો કરે છે, અને એના પરથી આપણને એડ્સ દેખાડે છે. સામાન્ય રીતે ગૂગલ દ્વારા દેખાતી એડ્સ, અને ગૂગલ પર દેખાતી એડ્સ પર ધ્યાનથી જોશો તો એક i લખેલું બટન હશે, જેને ક્લિક કરવાથી જે-તે એડ આપણને ક્યાં કારણોથી દેખાય છે એ જોવા મળશે, ફેસબુકમાં આવું હજી જોવા મળ્યું નથી.

આ બંને પ્લેટફોર્મ્સ આપણને એક જગ્યાએ એ બધાજ પોઈન્ટ્સ દેખાડ્યા હોય જેના પરથી આપણને કઈ એડ દેખાડવી એ નક્કી થઇ શકે. આપણને કોઈ ડેટા ખોટો કે નકામો લાગતો હોય તો એ  આપણે કાઢી શકીએ છીએ.

ફેસબુક નું એડ પેજ
1. આપણે ફેસબુક પર કયા કયા ટોપિક કે કયા કયા પેજ લાઈક કર્યા છે એના પરથી આપણને એડ્સ દેખાય છે. જેમકે મેં આવા બધા ટોપિક લાઈક કર્યા છે.
અઘરું ફેસબુક.
2. હા મેં જીનીયસ નામની એક લીરીક્સ એપ્પ ડાઉનલોડ કરી હતી, પણ એ વખતે મારા ફોનમાં ફેસબુક હતું જ નહીં અને એ સમયે મેં ફેસબુકની સાઈટ પણ ખોલી ન હતી, તો ફેસબુકને કઈ રીતે ખબર કે મેં જીનીયસ એપ્પ નો ઉપયોગ કર્યો છે??
3. આ બધા લોકો પાસે મારું એ ઈ મેઈલ આઈડી છે જે ફેસબુક પાસે પણ છે. કોટક બેંક, કિન્ડલ, ઉડાસીટી, પેટીએમ, બૂક માય શો અને એર બી.એન.બી ને મેં સામેથી મારું મેઈલ આઈડી આપ્યું છે. બાકી સમજને વાલે સમજ ગયે હૈ, ના સમજે વો…..
4. આ પેઈજમાં મારી એડ પ્રોફાઈલ છે. બાકી બધું બરાબર, પણ 1. મુજ ગરીબ ને એક્સ બોક્સ, પ્લેસ્ટેશન કઈ લેવું પોસાય એવું નથી અને 2. હજી હું પેરન્ટ નથી બન્યો…..
ગૂગલ એડ્સ: ટોપિક
5. એક યુઝર તરીકે તમને ક્યા ટોપિક ગમે છે અને ક્યા ટોપિક નથી ગમતા એની એક નાનકડી યાદી. આ યાદી પરથી કોઈ એડ દેખાડવી કે નહિ એ ગૂગલ નક્કી કરે છે
ગૂગલ ની એડ પ્રોફાઈલ
6. આ ગૂગલ ની એડ પ્રોફાઈલ છે, જેના પરથી ગૂગલ એડ દેખાડી શકે છે. આ બે સિવાય આપણી એક્ટીવીટી નો પણ એડ દેખાડવી કે નહિ એ નિર્ણય લેવામાં ઉપયોગ થાય છે

3. ફૂલ ડેટા

ઉપર જોયું એમ, આપણે જે-તે પ્લેટફોર્મ પર કરેલી એક્ટીવીટી સિવાય પણ આપણો ડેટા એકઠો થાય છે. અને જયારે આપણે આપણું એકાઉન્ટ ડીલીટ કરીએ ત્યારે આ ડેટા આપણને એક ઝીપ ફાઈલમાં મળે છે. એકાઉન્ટ ડીલીટ ન કરવું હોય તો પણ આપણે એ ઝીપ ડાઉનલોડ કરી ને જોઈ શકીએ છીએ કે એક્ઝેક્ટલી આપણો કયો ડેટા એકઠો થયો છે. એ ઝીપ ડાઉનલોડ કરવા (અને પોતાનું એકાઉન્ટ ડીલીટ કરવા) માટે ના સ્ટેપ્સ નીચે દેખાડ્યા છે.

ગૂગલમાંથી તમારી ઝીપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો આ પેજ પર તમને તમારા બધા જ ડેટા ની એક નાનકડી ઝાંખી જોવા મળશે અને નીચે ઝીપ ફાઈલ ડાઉનલોડ કરવાની એક લીંક મળશે, જેને ક્લિક કરવાથી તમે એ ઝીપ ડાઉનલોડ કરી શકશો.

13_fb_download_copy
ફેસબુકમાં પોતાનો ડેટા ડાઉનલોડ કરવા માટે https://www.facebook.com/settings અહી જાઓ અને એમાં જનરલ માં નીચે આવી એક લીંક જોવા મળશે. એ લીંક પર ક્લિક કરશો એટલે થોડા સમય પછી ફેસબુક તરફથી તમને એક મેઈલ મળશે જેમાં તમારા બધા જ ડેટા ને એક ઝીપ ફાઈલ માં મૂકી એની એક લીંક આપશે
એકાઉન્ટ ડીએક્ટીવેટ કરવા માટે
આ ડાઉનલોડ ડેટાની લીંકની ઉપર જ Manage Account એવું લખ્યું હશે. જેના પર ક્લિક કરવાથી અહી દેખાડ્યું એવું પેજ ખુલશે

4. એપ્પ્સ.

આ લેખમાળાની પહેલી જ પોસ્ટ માં આપણે એ જાણ્યું કે કેમ્બ્રિજ એનાલીટીકા એ યુઝર્સનો પ્રાઈવેટ ડેટા એક એપ્પની મદદથી જ એકઠો કર્યો હતો. આપણે પણ એવી ઘણી એપ્પ અને ગેમ્સનો ઉપયોગ કરીએ છીએ જેમાં ગૂગલ કે ફેસબુકનું લોગીન છે. ઘણી ગેમ્સ આપણને ફેસબુક લોગીનને બદલે જાતજાતના ફાયદા આપતી હોય છે. આપણા એકાઉન્ટ સાથે કઈ એપ્પ્સ જોડાયેલી છે, એ દરેક એપ્પ આપણા કયા ડેટાનો ઉપયોગ કરી શકે છે એ આપણે આ રીતે જાણી શકીએ.

6_fb_app_activity
1. ફેસબુકમાં એપ્પ એક્ટીવીટી સુધી પહોચવા ઉપર એરો ક્લિક કરી સેટિંગમાં જાઓ
7_fb_app_list
2. અહિયાં તમે કઈ એપ્પ માં ફેસબુકનું લોગ-ઇન કર્યું છે એ દેખાડશે. આ એપ્પ્સ એક્ટીવ, એક્સપાયર્ડ અને રીમુવ્ડના ગ્રુપ માં હશે. એક્ટીવ એટલે એવી એપ્પ્સ જ્યાં તમારું લોગીન છે અને તમે એને થોડા સમય પહેલા જ ઉપયોગ કરી છે. (જો કે હૂટ સ્યુટ ફોન માંથી ડીલીટ કર્યા ને બે-ત્રણ વર્ષ ઉપરનો સમય થઇ ગયો)
8_fb_app_detail
3. જે તે એપ્પ પર ક્લિક કરવાથી એ એપ્પ પાસે મારો કયો ડેટા છે. મારા કયા મિત્રોની માહિતી આ એપ પાસે છે એ બધું જ ડીટેઇલમાં દેખાડશે.
9_remove_or_report_app
4. જો તમને કોઈ એપ સામે વાંધો હોય તો તમે એ એપને તમારી પ્રોફાઈલમાંથી રીમુવ કરી શકો છો. અને જો એ એપ કોઈ કાયદા કે નિયમનો ભંગ કરતી હોય અથવા એ બીજા લોકો માટે હાનીકારક હોય તો તમે એ એપ સામે ફેસબુકમાં રીપોર્ટ પણ કરી શકો છો.
10_google_app_list
5. ગૂગલનું એપ લીસ્ટ પ્લે સ્ટોરના એપ લીસ્ટ કરતા અલગ છે. અહી એ જ એપ દેખાડશે જેમાં તમે ગૂગલ થી લોગ-ઇન કરેલું હોય. ઘણા લોકોને આમાં મોટે ભાગે ગેમ્સ દેખાડશે કેમકે ગૂગલ પ્લે ગેમ્સથી લોગીન કરવું મારા જેવા ઘણા લોકો માટે ફાયદાકારક હોય છે
11_google_also_web_logins
6. અહી દેખાડેલી બંને આઈટમ કોઈ એપ કે ગેમ નથી, આ એ સાઈટ્સ છે જ્યાં મેં ગૂગલથી લોગીન કરેલું છે
11_google_app_detail
7. જે તે એપ (જેમ કે બૂક માય શોનું લેટેસ્ટ વર્ઝન) પાસે મારો કયો ડેટા છે. અને એ એપ સાથે હું સોશિયલી કઈ રીતે જોડાયો છું એ બધો ડેટા એની ડીટેઇલ્સમાં જોવા મળશે. ઉપર ફેસબુકની ઈમેજમાં જોયું હતું એમ, કોઈ એપને ડીલીટ કરવા માટે ની લીંક નીચે બહુ નાના અક્ષરો માં લખી હતી, જયારે અહી ગૂગલએ એક મોટું અને તરત ધ્યાન પર ચડે એવું બટન મુક્યું છે,

આપણો મોબાઈલ આપણા જીવનસાથી કે આપણા નજીકના કુટુંબીજન કે મિત્ર કરતાય વધારે આપણી સાથે રહે છે. એટલે એ મોબાઈલ એપ્સમાંથી આપણા વિષે ઢગલા મોઢે ડેટા ઉભો થાય છે જેને ગૂગલ, ફેસબુક અને બીજા અનેક ડેવલપર્સ ભેગો કરે છે. આમાં આપણો પર્સનલ ડેટા જેમકે આપણા કોન્ટેક્ટ, આપણા મેસેજ, આપણા ફોટો, કોલ હિસ્ટ્રી, કેલેન્ડર એન્ટ્રી વગેરે હોય છે, કાયદાકીય રીતે આ ડેટા મેળવતા પહેલા આપણી મંજુરી મેળવવી જરૂરી હોય છે એટલેકે આપણી પ્રાઈવસી નું સન્માન કરવું જરૂરી હોય છે. આમાંની ઘણી એપ્સ આપણને સામેથી પૂછીને મંજૂરી લે છે, જયારે અમુક વખત આપણી પ્રાઈવસી સાથે ટ્રીક્સ રમીને આપણી મંજુરી લઇ લે છે, આ ટ્રીક્સ રમવાવાળા લોકો જ આપણો ડેટા ગેરકાનૂની રીતે શેર કરતા હોય છે.

આશા છે કે પ્રાઈવસી વિષે તમને આ આર્ટીકલ દ્વારા વધુ જ્ઞાન પ્રાપ્ત થયું હશે, હવે આવતા અઠવાડિયે આપણા ફોન માંથી ગેરકાનૂની રીતે બહાર જતો ડેટા કઈ રીતે બચાવશું એની ટીપ્સ અને ટ્રીક્સ જોઈશું. ત્યાં સુધી….

મે ધ ફોર્સ બી વિથ યુ….

eછાપું 

તમને ગમશે: રાજકારણ અને બોલીવુડ – આ સંબંધ ઘણા મજબૂત છે

તમને ગમશે: વિરુષ્કા એ જ્યારે અમુક લોકોના દંભનો પર્દાફાશ કર્યો

તમને ગમશે: ગુજ્જુભાઈ Most Wanted ટીમનો એક નવતર પ્રયોગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here