ગર્ભાવસ્થા દરમ્યાન ખાસ મદદરૂપ થાય તેવી સોનેરી સલાહો

0
895
Photo courtesy: pickmytrends.com

સ્ત્રી માટે ગર્ભાવસ્થા નો તબ્બકો સૌથી મહત્વની બાબત છે. તેના પેટમાં જન્મ લેતો એક જીવ જેની સારસંભાળ તે નવ મહિના પોતાના ઉદરમાં કરે છે. આ તબક્કામાં તે વિવિધ માનસિક અને શારીરિક દુવિધાઓ માંથી પસાર થતી હોય છે. માનસિક તબક્કાની વાત કરીએ તો ઘણી સ્ત્રીઓને સતત ચિંતા રહે છે કે તે આ નવી જવાબદારી સંભાળી શકશે કે નહીં, જયારે ઘણી સ્ત્રીઓને પોતાના પેટનો ઘેરાવો મોટો થતો જોઇને ચિંતા થતી હોય છે કે હવે તે ખુબસુરત નહીં દેખાય શકે!! જો તમે ગર્ભાવસ્થાના તબક્કામાંથી પસાર થતા હોવ તો અમે કદાચ તમને મદદ કરી શકીએ છીએ.

Photo courtesy: pickmytrends.com

1. ગર્ભાવસ્થા ના મુખ્ય ત્રણ તબક્કા હોય છે. પેહલા તબક્કામાં એક થી ત્રણ મહિના, બીજા તબક્કામાં ત્રણ થી છ મહિના અને ત્રીજા તબક્કામાં છ થી નવ મહિના. માતાને  કોઇપણ જાતનું વ્યસન હોય તો તે પેહલા જ છોડી દેવું હિતાવહ છે.

2. અમુક સ્ત્રીઓને પેહલા તબક્કામાં ઉલટી, ઉબકા, ચક્કર આવવા જેવી શારીરિક તકલીફો થઇ શકે છે. આમાં અમુક લક્ષણો આનુવંશિક હોય છે. આ શારીરિક તકલીફોને સ્વાભાવિક ગણી સ્વીકારી લેવામાં આવે તો સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા ઘણી આસાન થઇ જાય છે. જો તમારો પેહલો તબક્કો ઉનાળા દરમિયાન આવતો હોય તો ખુબ પાણી પીવું હિતાવહ છે, ગર્ભાવસ્થા ના કોઇપણ તબક્કામાં યુરીન ઇન્ફેકશન થઇ શકે છે તો તે સમય દરમિયાન ખુબ પાણી પીવું જોઈએ. જો તમારો પેહલો તબક્કો શિયાળામાં કે ચોમાસા દરમિયાન આવતો હોય તો તીખું ખાવાનું ટાળવું જોઈએ. પૌષ્ટિક આહાર દરેક તબક્કામાં લેવો ખુબ જરૂરી છે. પ્રથમ તબક્કામાં બાળકનું બંધારણ થતું હોવાથી સેક્સ કરવું હિતાવહ નથી તે છતાં ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી છે. મોટાભાગની શારીરિક તકલીફો પ્રથમ તબક્કામાં જોવા મળે છે. જેમ જેમ બીજા તબક્કાની શરૂઆત થાય આ તકલીફો મહદઅંશે ઓછી થઇ જતી હોય છે. ઘણી સ્ત્રીઓને ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ દોરવું હોય છે (એ જરૂરી પણ છે જ ) એટલા માટે થઇ ને તે તેની તકલીફો સ્વકારતી નથી. ગર્ભાવસ્થા ને સ્વીકારી ને શરીરમાં જે ફેરફાર થતા હોય તેને પણ જો સ્વીકારવામાં આવે તો આ અવસ્થાને પણ ખુબ સારી રીતે માણી શકાય છે. જે પણ શારીરિક ફેરફાર હોય તે થોડા સમય પૂરતા જ છે અને એટલે દરેક પરિસ્થતિને એન્જોય કરવી જોઈએ.

તમને ગમશે: રાધિકા આપ્ટે પૂછે છે કે શા માટે પિતાઓ પિરિયડ્સ વિષે ચર્ચા ન કરી શકે?

૩. જેમ જેમ બીજો તબક્કો શરુ થાય તેમ તેમ સ્ત્રી થોડી રિલેક્સ થતી હોય છે અને થોડા ઘણા અંશે શારીરિક તકલીફો પણ ઓછી થઇ ગઈ હોય છે. બીજા તબક્કામાં સ્ત્રીનું વજન વધે છે અને પેટ પણ થોડું ઉપસેલું દેખાય છે.  આ તબક્કામાં થોડી હળવી કસરત કરી શકાય. બગીચામાં ધીમે ધીમે ઘાસ પર ચાલવું જોઈએ. આ તબક્કામાં સ્ત્રીનાં ઉદરમાં બાળકનો ફરકાટ મેહસૂસ થતો હોય છે. તેણે સંગીત સાંભળવું જોઈએ, કેમ કે આ તબક્કામાં બાળકના કાનનો વિકાસ થતો હોય છે. માતા જયારે જયારે પેટ પર હાથ મુકે ત્યારે ત્યારે બાળકને તેની માતાનો સ્પર્શ મેહસૂસ થતો હોય છે. કદાચ આ જ કારણસર જયારે બાળક જન્મે ત્યારે તેની માતા સિવાય તે બીજા પાસે જાય ત્યારે રડતું હોય છે. સ્પર્શની આ ભાષા બાળકને તે પેટમાં હોય ત્યારથી સમજાતી હોય છે. આ તબક્કામાં SEX કરવું હિતાવહ છે પણ તેની માટેના જુદા જુદા આસનો હોય છે, તે માટે તમે જે ડોક્ટરને કન્સલ્ટ કરતા હોવ તેમની સલાહ લેવી જરૂરી છે. માતાએ બાળક સાથે વાત કરવાની શરૂઆત આ તબક્કાથી શરુ કરવી જોઈએ. કેહવાય છે ને કે માતા એ બાળકની પેહલી શિક્ષક હોય છે તો તેની શરૂઆત આ જગ્યા એથી થતી હોય છે. માતા બાળકને જેવું બનાવવા માંગતી હોય તેવા વિચારો તેણે રોજ બાળક સાથે વાત કરીને શેર કરવા જોઈએ. જેમ કે કોઈ માતા પોતાના બાળકને સાહસિક બનાવવા માંગે છે તો તેણે એ વિષે પોતાના વિચારોની બાળક સાથે વાત કરવી જોઈએ. તેણે પોતાની બધી જ હકારાત્મક ઉર્જા બાળકમાં સીચવી જોઈએ.

4. છેલ્લો તબક્કો સ્ત્રી માટે બિલકુલ આરામદાયક નથી હોતો. પેટ ઉપસેલું હોવાથી તેને ઉઠવા બેસવામાં તકલીફ પડે છે સાથે સાથે રાત્રે સુતી વખતે પણ પેટ દબાય નહીં તે રીતે સુવું પડે છે. શારીરિક રીતે તે આ પરિસ્થિતિમાં ત્રસ્ત થઇ જાય છે. આ તબક્કામાં તેણે શ્વસોશ્વાસની કસરત ખાસ કરવી જોઈએ. આ તબક્કામાં તેને ચાલવામાં પણ તકલીફ પડે છે અને HIGH BP ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે કેમ કે જો આ તબક્કે બાળક પર pressure આવે તો ક્યારેક pre-mature delivery પણ કરવી પડે છે. કોઈ પણ ફળ હોય તે બરાબર પાકી જાય પછી તે આપોઆપ ઝાડ પરથી પડી જતું હોય છે. આજના c-sectionના જમાનામાં દરેક માતા એ આ જાણી લેવું જરૂરી છે કે તેના પેટમાં જે ફળ છે તે બરાબર પાકે પછી આપોઆપ તે બહાર આવશે. તેની માટે ઘણી ઘણી ધીરજની જરૂર હોય છે અને આ તબક્કામાં થોડી વધુ ધીરજ થી તમારું તંદુરસ્ત બાળક કુદરતી રીતે જન્મી શકે છે.

ગર્ભાવસ્થા માં દરેક મહીને તમારા શરીરની સાઈઝ બદલાતી હોય છે તો તેને અનુરૂપ કપડા પેહરવા ખુબ જરૂરી છે. તમારું વજન  14 થી 15 કિલો વધે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી હોતી. તંદુરસ્ત બાળકને જન્મ આપવા માટે સમયસર દવાઓ અને પૌષ્ટિક આહાર લેવા જરૂરી છે. બીજા તબક્કાની શરૂઆતમાં પેટ પર ઓલીવ ઓઈલની માલીશ કરવાથી સ્ટ્રેચ માર્ક ઓછા પડે છે. થોડું થોડું કામ કરતા રેહવું ખુબ જરૂરી છે. છેલ્લા દિવસોમાં પોતા કરવાથી નોર્મલ ડીલીવરી થાય છે તે માન્યતા સાવ ખોટી છે. નકારાત્મક વાતોથી દુર રેહવું જોઈએ. જો તમે હસતા રેહશો તો બાળક પણ ખુશખુશાલ અવતરશે. બાળક માટે તેની માતા જ બધું હોય છે. ઘણીવાર માતાને બાળકને કારણે પોતાના શિડ્યુલમાં ફેરફાર કરવા પડતા હોય છે તો તેની માટે માનસિક તૈયારી હોવી જોઈએ. માતાની નકારાત્મક બાબતોની અસર બાળક પર ન થાય તે  ખાસ જોવું પડે.

આશા છે ગર્ભાવસ્થા અંગેની આ સોનેરી સલાહ આપને કામમાં આવશે. જો તમે ગર્ભવતી ન હોવ તો તમે તમારી સખીઓ કે પછી કુટુંબમાં ગર્ભાવસ્થા અનુભવી રહેલી મહિલાઓ સાથે આ ટિપ્સ જરૂર શેર કરજો. કર ભલા તો હો ભલા, બરોબરને?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here