Robert Downey Jr એ જ આ બધાના ગોડફાધર છે: Mark Ruffalo

0
330
Photo Courtesy: Universal Communications

“Robert Downey Jr એ જ આ બધાના ગોડફાધર છે” – આવું કહેનાર છે Mark Ruffalo aka Hulk જેઓ તેમના Avengers ટીમ સાથે સંકળાયેલા રહેવા પાછળનાં કારણોમાં સૌથી અગત્યનું કારણ જણાવવા ઉત્સુક છે.

Photo Courtesy: Universal Communications

એક્ટર Mark Ruffalo, જે Dr. Bruce Banner એટલે કે Hulk નું પાત્ર ભજવીને દુનિયાભરમાં અને ખાસ કરીને ભારતમાં લોકપ્રિય થયાં છે, તેઓ Avengers ફ્રેન્ચાઇસમાં  સૌથી પોપ્યુલર avenger છે. 27 મી એપ્રિલ, 2018 ના રોજ રિલીઝ થનારા Avengers :Infinity War માં ફરી એકવાર આ Hulk દુશ્મનોને કચડવા તૈયાર છે. રિલીઝને એક જ અઠવાડિયાની વાર છે ત્યાં Mark Ruffalo, પોતાના Avengers સાથે સંકળાવા પાછળ Robert Downey Jr ને પણ કારણભૂત હોવાનું જણાવે છે.

તમને ગમશે: માતાનું દૂધ હવે કોઇપણ ઉંમરની વ્યક્તિને હેલ્ધી બનાવશે

Mark Ruffalo ના જણાવ્યા મુજબ, ” આ ફિલ્મ સાથે સંકળાવવામાં ટેલેન્ટએ અગત્યનો ભાગ ભજવ્યો છે. દરેક કીરદારને એકસરખું મહત્વ અને બધાની એકબીજા પ્રત્યેની દેખરેખ, આ ટીમને ખાસ બનાવે છે. અને એમાં પણ Robert Downey Jr. તેમની હયાતીમાં રહેવું એ એક ખાસ લ્હાવો છે. તેઓ આ બધાના ગોડફાધર છે.”

Mark Ruffalo વધુમાં જણાવે છે કે,” આ મોડેલ છેલ્લા દસ વર્ષ અથવા લાંબા સમયથી હાથ ધરવામાં આવ્યું છે. અને તેનો સતત વિકાસ થઈ રહ્યો છે. જ્યારે હું અભિનેતાઓની પ્રતિભાને જોઉં છું અને  તેઓ જ્યાંથી આવે છે તેથી વિપરીત આ દુનિયામાં મૂકવામાં આવે છે અને જે રિસોર્સિસ હાથ પર છે તેની સાથે તેઓ કામ કરે છે ત્યારે તે ઘટના વધારે આકર્ષક બને છે. અહીંયા દરેકે દરેક ડિપાર્ટમેંટમાં દુનિયાભરમાંથી આવેલી પ્રતિભાઓનો પ્રચંડ જથ્થો છે. પછી જ્યારે હું વંશીય વિવિધતાને ખરેખર પ્રમાણિક અને સંપૂર્ણપણે વ્યક્ત થયેલી જોઉં છું, ત્યારે મને લાગે છે કે વિશ્વ માટે હજી આશાના કિરણો છે. ”

Mark Ruffaloને જ્યારે પૂછવામાં આવ્યું કે દર્શકો Avengers :Infinity War માં શું સૌથી વધુ પસંદ કરશે ત્યારે તેમણે કહ્યું કે,” “હું માનું છું કે પ્રેક્ષકો તેમને મળેલી તક કે જેમાં તેમના પ્રિય તમામ પાત્રો છે, તે તકને પસંદ કરશે. દરેકને કોઈ ને કોઈ કેરેક્ટર મનપસંદ હોય છે. અને દરેકને પોતાની મનપસંદ Marvel movie પણ હશે અને Marvel વર્લ્ડ પણ. એટલે બધાં પાત્રોને એક સાથે જોવાનો લ્હાવો દર્શકોને મળવાનો છે. વળી પાછો તેમાં Thanos પણ છે અને Avengers અને તેના સાથીઓ માટે અશક્ય એવી રેસ અને જોખમો તો ખરા જ. ”

ફિલ્મમાં રસપ્રદ શું છે?

Marvel’s નો દસ વર્ષનો અભૂતપૂર્વ સિનેમેટિક પ્રવાસ, Marvel’s Studio ના ”Avengers: Infinity War” સાથે, સ્ક્રીન પર એક અલ્ટિમેટ અને સમયનો સૌથી ભયંકર શોડાઉન લઈને આવી રહ્યું છે . Avengers અને તેના સુપર હિરો સાથીઓએ શક્તિશાળી Thanos, કે જે  બ્રહ્માંડનો અંત લાવવાનાં પ્રયાસ કરી રહ્યો છે, તેને હરાવવા બલિદાન પણ આપવું પડે, તો તૈયાર રહેવું પડશે.

22 નાયકો, 6 અનંત એટલે કે infinite જેમ્સ, 1 મેડ ટાઇટન સાથેનું Avengers :Infinity War, 27 એપ્રિલ, 2018 ના રોજ અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં ભારતમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. જો જો, ચૂકી જવાય નહીં.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here