જો તમને Carding વિષે ખબર નથી તો તમને ભગવાન બચાવે

0
438
Photo Courtesy: Google

તમે Whatsapp અને Instagram વાપરતા હશો તો તમને ઘણી વખત નીચે મુજબની જાહેરાત જોવા મળતી હશે જેમાં ભલભલા લોકો લલચાઈ જાય અને આ લોકો એમાં ચોખ્ખું લખે કે તમામ ફોન કે લેપટોપ અથવા કેમેરા તમને Carding ની મદદથી ખરીદી અને આપવામાં આવે છે. તો હવે સવાલ એ થાય કે આ Carding એવી તો કઈ બલા છે જેને લીધે તમને 50,000 નો ફોન માત્ર 10,000 કે 15,000 રૂપિયામાં મળી શકે છે? તો આજે અહીંયા આપણે એ જ Carding વિષે વાતો કરશું.

Carding એટલે શું ?

Carding એટલે કોઈના Credit Card નો દુરુપયોગ કરી તમને લગાડવામાં આવતો ચૂનો !! જી હા Its A SCAM !!!

Photo Courtesy: Google

થોડા સમય પહેલા જ આપણે જોયેલુંને કે કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપનીએ Facebook ના Users નો Data Leak કર્યો અને અમેરિકન ચૂંટણીમાં એનો દુરુપયોગ થયો, બસ અદ્દલ એ જ રીતે UK અને USA માં Credit Card ના Data ની ખુલ્લેઆમ લ્હાણી થતી હોય છે. Dumped Cards હોય અથવા કોઈનું Card ખોવાઈ ગયું હોય અથવા તો છેતરપિંડી દ્વારા Credit Card ની તમામ માહિતી Leak કરી દેવામાં આવે અને પછી Hackers નામના ધુરંધરો જે-તે Card પર થી અઢળક shopping કરી અને Card માલિક અને Bank ને ચૂનો લગાડી દે અથવા તો સામાન્ય જનતા જેને Carding એટલે શું એ જ નથી ખબર એને પણ ચૂનો લગાડી દે.

Instagram અથવા તો Dark Web માં ફક્ત 1000 રૂપિયામાં તમને અઢળક Credit Cards ની બધી જ માહિતી આપવામાં આવે જેના દ્વારા તમને 1,00,000 (જી હા એક લાખ રૂપિયા) સુધીની Shopping આસાનીથી કરી શકો અને એ માટે જો તમે પકડાઈ ન જાઓ તો તમારે એક રૂપિયો પણ ચૂકવવાનો નહીં ! જો પકડાઈ જાઓ તો જે દંડ અને સજા થાય એ તમારે ભોગવવી પડે. Leak થયેલા Cards થી Shopping કરનારને Carder કહેવાય.

Carding દ્વારા Carders કઈ રીતે તમને ચૂનો લગાવી શકે ?

નીચે ના ફોટોગ્રાફમાં જોઈ શકો છો તેમ Carders દ્વારા અત્યંત લલચામણી પોસ્ટ્સ સતત મુકવામાં આવે અને એ પણ કસ્ટમરને Courier કર્યું છે અને તેમને Courier મળ્યા પછી તેમના પ્રતિભાવ દર્શાવતી Chats સાથે એટલે સ્વાભાવિકપણે જેને Carding એટલે શું એ ખબર જ ના હોય તે લાલચમાં આવી જાય. એમની પોસ્ટ્સ પર દર વખતે તમને એમ કહેવામાં આવે કે 2,000 અથવાતો 5,000 અથવા તો અમુક Carders જે ભાવમાં Deal થઇ હોય એના અડધા રૂપિયા Advance order આપતી વખતે મંગાવી લે અને બાકીના પૈસા તમને Courier મળે એટલે તમારે ચૂકવી દેવાના. જે Chat ના Screenshots તમને મોકલવામાં આવે એ પણ એ જ રીતના હોય જેમાં પહેલા Advance deposit ભરાવવામાં આવી હોય અને Courier મળે એટલે એ ચેક કરી અને બાકીની રકમ મોકલાવી આપવાની
રહેતી હોય છે.

હવે આ સમગ્ર ઘટના એવી છે કે સામાન્ય માણસ જે 40,000 કે 50,000 નો ફોન સપનામાં પણ લઇ નથી શકતો એને એવા Phone માત્ર 15,000 કે 20,000માં જ offer કરવામાં આવે એટલે એ તરત જ લલચાઈ જાય અને Advance સુદ્ધા જમા કરાવી દે. Advance પણ મહદંશે તમારી પાસે Paytm માં માં જ મંગાવવામાં આવે એટલે તમે જેને પૈસા આપો છો એને કોઈ જ રીતે તમે Track ન કરી શકો. તમે Advance પૈસા આપો એટલે તરત જ થોડી વારમાં તમને Courier નો Docket નંબર આપવામાં આવે એટલે તમે Internet પર courier નું Tracking કરી શકો અને જોઈ શકો કે ખરેખર તમારા નામનું જ parcel રવાના થયું છે. ઘણી વખત તમને Courier ના Photograph પણ મોકલવામાં આવે જે તમે ય જાણો છો કે બહુ આસાની થી બનાવી શકાય.

3-4 દિવસ પછી તમારી પાસે જયારે Parcel આવે ત્યારે Parcel માંથી ફોનને બદલે કઈંક ભળતી જ વસ્તુ નીકળે અને Courier વાળો તમારી પાસે જે વસ્તુ લઈને આવ્યો હોય એના પૈસા માંગે. સ્વાભાવિક રીતે એ જ સમયે તમારા સપનાઓ ભાંગીને ભુક્કો થઇ જાય અને તમને ખબર પડે કે તમારી સાથે કઈંક Cheating થઇ છે. હવે તમારી પાસે Carder નો Contact Number છે પણ એ તમારા Phone નો જવાબ આપશે નહિ અને Whatsapp/Paytm પર તમે Block થઇ ચુક્યા છો એટલે તમે જે Advance ચુકવ્યું છે એ પૈસા એમને મળી ગયા અને તમને સરસ મજ્જાનો ચૂનો ચોપડી દેવામાં આવ્યો છે.

Carding Legal છે કે નહીં ?

Carding સહેજપણ લીગલ નથી અને કોઈ પણ રીતે જો તમે પકડાઈ જાઓ છો તો તમને માહિતી આપનાર વ્યક્તિ તમારી કોઈ જ મદદ નહીં કરે. જે પણ સજા અથવા દંડ થાય એ તમારે જાતે જ ભોગવવાનો રહે છે. Carders દ્વારા દાવો કરવામાં આવે છે કે તેઓ મૉટે ભાગે તો Amazon અને Flipkart પર થી જ વસ્તુઓ ખરીદી અને તમને મોકલાવી આપશે, છેલ્લા કેટલાક સમયથી હું Carding અને Carders ના Videos જોઉં છું અને એક વસ્તુ ખબર પડી છે કે મૉટે ભાગે Amazon અને Flipkart દ્વારા વિદેશી Credit Cards પરથી આપવામાં આવતા Orders 15 Minute બાદ જાતે જ Cancel કરી નાખે છે. એટલે જો કોઈ તમને એમ કહે કે હું Amazon થી order કરું છું અને તમને બધું જ proof મળશે તો એ પણ એક SCAM જ છે એ સમજી જજો. તેમ છતાં જો તમને સસ્તા ભાવે ફોન ખરીદવાની અત્યંત ઈચ્છા થાય તો એમને કહેવાનું કે ભાઈ તું ભાવમાં Offer કરે છે એના કરતા 3000 વધુ આપીશ પણ Cash જ આપીશ અને એ ય ફોન મળે એ પછી જ આપીશ એટલે જુઓ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જશે.

Final Conclusion માં એટલું ચોક્કસ કહી શકું કે Carding થાય છે અને એના દ્વારા Credit Card Owners અને Bank ને તો ચૂનો ચોપડવામાં આવે જ છે એ સાથે સાથે સામાન્ય લોકો ને પણ ચૂનો ચોપડવામાં આવે છે એટલે શક્ય હોય ત્યાં સદ્ગુહી આવી લોભામણી જાહેરાતો થી દૂર રહેવું. આપણા ગુજરાતીમાં જ કહેવત છે કે “લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે” એ કહેવતને આ Carders સાર્થક કરે છે.

eછાપું 

તમને ગમશે: NARCOS – કોલમ્બિયાના ડ્રગ માફિયાની દુનિયાની સફર કરાવતી Netflixની સિરીઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here