જો આપણને આપણું જીવન ઉંધેથી જીવવા મળે તો? સારું નસીબ બીજું શું?

1
181
nbcnews.com

નીચે આપેલી શાયરી તો સરસ પ્રેરણાદાયક છે, માણસે એટલા મહાન બનવું જોઈએ કે ભગવાન નસીબ લખતા પહેલાં આપણને પૂછે કે શું જોઈએ છે નસીબમાં. બીજા શબ્દોમાં કહીએ તો આપણે મહાન બનીએ તો આપણું નસીબ જાતે લખી શકીએ.

 

ખુદ હી કો ઉતના બુલંદ કર પ્યારે,

કે તેરી તકદીર લીખને સે પહેલે, ખુદા તુઝસે પૂછે

‘બતા, તેરી રઝા ક્યા હૈ..!’

nbcnews.com

.

તો આ શાયરી પરથી પ્રેરણા લઈને હું ય મહાન બનવાના રસ્તા પર છું. પ્રયત્નો ચાલુ છે, પણ કદાચ આ જન્મમાં ન પણ બની શકું.

.

બટ એનિવે, આ પછીનો આવતો જન્મ આપતા પહેલાં જો ઈશ્વર મને એવું કઈંક પૂછશે, (સપના તો જોઉં એવા) તો હું, મારી ત્યાર પછીની નવી જીંદગી ઊંધેથી શરુ કરવા તેમને વિનંતી કરીશ.

અરે યાર..! એમ કરવાની કલ્પના-માત્ર મને તો એકદમ રોચક અને રોમાંચક લાગે છે.

તમે પણ  જરા કલ્પના તો કરી જુઓ.

વિચારો..!

મારો આવતો જન્મ સ્મશાનની રાખમાંથી થશે.

અને જ્યારે મને હોશ આવશે, ત્યારે હું કદાચ કોઈક હોસ્પિટલના આઈસીયુ અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં હોઈશ.

ને પછી, દિવસે દિવસે મારી તબિયત પર કાબુ મેળવતા જઈને હું વધુ ને વધુ તંદુરસ્ત અને બળવાન થતો જઈશ.

.

આખરે એક દિવસ ખુબ જ તાજો-માજો અને સાજો-નરવો થઇ જવાને કારણે મને ત્યાંથી રજા આપી દેવામાં આવશે.

પછીનાં અમુક વર્ષ હું આરામથી મારા પેન્શન પર મોજ-મજામાં વીતાવીશ.

 

અને ત્યાર બાદ..

હું નોકરીએ લાગીશ, કે જ્યાં પહેલા જ દિવસે મને અભૂતપૂર્વ માન-સન્માન પ્રાપ્ત થશે. અને સાથે સાથે એકાદ ગોલ્ડન ઘડિયાળ અને મિજબાની કે પાર્ટી પણ મળશે (મારા વિદાય-સમારંભની જ તો વળી..!)

ત્યાં, તે ઓફિસમાં પછી હું પચીસ કે ત્રીસ વરસ નોકરી કરીશ.

અને ત્યાં જ્યારે મારો નોકરી-કાળ પૂરો થશે, ને હું ‘નિવૃત’ થઈશ, ત્યારે મારો તે નિવૃત્તિ-કાળ માણવા માટે, હું એકદમ જુવાન અને તરવરાટભર્યો હોવાનો..!

.

તે પછી મારું કૉલેજ-જીવન શરુ થશે, જ્યાં આઝાદી અને બસ..મોજ-મજા હશે. મિત્રો, પાર્ટી, મુવીઝ વગેરેમાં મદમસ્ત થઈને જીવવાનું. આહા..!

તેના પછી શરુ થશે મારું શાળા-જીવન.

પહેલાં હાઈ-સ્કુલ અને તે પછી હું પ્રાઈમરી-સ્કુલમાં જઈશ, અને આમ કરતાં કરતાં હું શીખેલું બધું ભૂલતો જઈને ધીમે ધીમે કોરી પાટી જેવો થતો જઈશ.

.

આમને આમ..

જોત-જોતામાં હું નાનો બાળક બની જઈશ, ને ત્યારે, મારી ઉપર કોઇ જ જવાબદારી નહિ હોય અને ખુબ જ મસ્ત રીતે બેફીકરીમાં મારું બાળપણ વીતશે.

એના બાદ..ત્યાર પછી, તે છેક મારા જન્મના દિવસ સુધી, હું શિશુ બનીને જીવીશ.

.

તે પછીના ૯ મહિના હું બાથ-ટબ જેવી આલ્હાદક, અને એકદમ આરામદાયી પરિસ્થિતિમાં તરતા-તરતાં વીતાવીશ, જ્યાંના હુંફાળા વાતાવરણમાં મને ઝાડો-પેશાબ, ખાવા-પીવાની કે શ્વાસ સુદ્ધાં લેવાની ચિંતા કે પળોજણ નહીં હોય. રૂમ-સર્વિસની જેમ બધું જ પાઈપ (નાળ ) દ્વારા પ્રાપ્ત થઇ જશે.

.

સમય જતાં હું નાનો..વધુ નાનો..અને સાવ જ નાનો બનતો-બનતો એકદમ સુક્ષ્મ કદનો થઇ, ને આખરે સુન્યાવકાશમાં વિલીન થઇ જઈશ..!

આમ તદ્દન સહેલાઈથી અને એકદમ સરળતાપૂર્વક હું મારું જીવન-ચક્ર પૂરું કરીશ.

.

તો શું કહો છો?

કેવો લાગ્યો મારો આઈડિયા? શું તમને લાગે છે કે આપણું નસીબ આવું હોઈ શકે?

.

અશ્વિન..

eછાપું 

તમને ગમશે: સલમાન ખાન પરના ચુકાદાએ આપણા બેવડા ધોરણો ખુલ્લા પાડ્યા

1 COMMENT

  1. આજ વિચાર પર એક બહુ સરસ હોલીવુડ મૂવી છે. કયુરિયસ કેસ ઓફ બેન્જામિન બટન.

    જેમાં નાયક બેન્જામિન બટન (બ્રાડ પિટ) નો જન્મ એક વૃદ્ધ તરીકે થાય છે અને ફિલ્મ માં ધીમે ધીમે એની વય ઘટતી જાય છે. આ ફિલ્મ બહુ વખણાઈ હતી અને ઓસ્કાર માં નોમીનેટ પણ થઈ હતી. એકવાર અનુભવ કરવા લાયક ફિલ્મ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here