Waxing પછી ચામડી પર ઉભરી આવતા લાલ ચકામા દૂર કેવી રીતે થાય?

0
462
Photo Courtesy: revivehairbeauty.co.uk

શરીરના વિવિધ ભાગો પર ઉગી નીકળતા અણગમતા વાળને દૂર કરવા મહિલાઓ Waxing કરાવતી હોય છે. Waxing પછી સામાન્યતઃ ચામડી સુંવાળી થઇ જવી જોઈએ અને થઇ પણ જતી હોય છે, પરંતુ ઘણી મહિલાઓને Waxing કરાવ્યાના એક કે બે દિવસ બાદ લાલ ચકામા ઉપસી આવે છે. આ ચકામા માંડમાંડ સુંદર થયેલી ત્વચાને ફરીથી બદસુરત બનાવી દેતા હોય છે. આવી પરિસ્થતિ જ્યારે ઉભી થાય ત્યારે ઘણી મહિલાઓ કન્ફયુઝ થઇ જાય છે કે જો આમ જ થવાનું હતું તો Waxing કેમ કર્યું? અને જો Waxing ન કર્યું હોત તો પણ આપણો look ખરાબ લાગત.

Photo Courtesy: revivehairbeauty.co.uk

પહેલા તો જાણીએ કે Waxingની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ પ્રકારે લાલ ચકામા કેમ ઉપસી આવે છે. મહિલાઓ Waxing માટે hot waxનો ઉપયોગ કરે છે જેને લીધે શરીર પરના અણગમતા વાળ છેક મૂળમાંથી દૂર થઇ જાય. Waxing માટેની ખાસ પટ્ટી પર આ hot wax લગાડીને તેને શરીર પર ચોંટાડીને એવી ઝડપથી ઉખાડવામાં આવે છે જેથી વાળ પણ ઉખડી જાય અને દુઃખાવો પણ ઓછો થાય. પરંતુ આ પ્રક્રિયા દરમ્યાન ચામડી પણ ખેંચાય છે અને આ જ કારણ બને છે લાલ ચકામા ઉભા થવાનું.

આ ઉપરાંત Waxingની ક્રિયા પૂરી કર્યા બાદ ચામડીના છિદ્રો ખુલી જાય છે અને તેનાથી ઘણીવાર ઇન્ફેક્શન પણ થઇ જતું હોય છે, લાલ ચકામા ઉભરવાનું આ પણ એક કારણ હોઈ શકે છે. અત્યંત સેન્સીટીવ ચામડી ધરાવતી મહિલાઓ માટે આ પ્રકારનું ઇન્ફેક્શન થવું સ્વાભાવિક છે. તો ઘણીવાર થોડા દિવસ બાદ જ્યારે વાળ ફરીથી ઉગવાના શરુ થાય ત્યારે ચામડી પર સફેદ કલરના ડાઘ પણ દેખાવાના શરુ થઇ જાય છે.

તમને ગમશે: Team Avengers વિષે Iron Man Robert Downey Jr ના બેબાક વિચારો

હવે જોઈએ કે આ પ્રકારે જ્યારે Waxing બાદ લાલ ચકામા દેખાય ત્યારે તેને દૂર કરવા માટે શું કરવું.

બરફ એ સૌથી પ્રથમ અને સૌથી સરળ ઉપાય છે. Waxing પત્યા બાદ શરીરના એ ભાગ પર થોડો સમય બે થી ત્રણ આઈસ ક્યુબ ઘસવાથી લાલ ચકામા દૂર થઇ શકે છે. જો તમને લાલ ચકામાની તકલીફ ન હોય તો પણ તમે Waxingની પ્રોસેસ પત્યા બાદ આ પ્રમાણે ક્રિયા કરી શકો છો જે છેવટે તો ચામડી માટે ફાયદાકારક જ છે.

લીંબુનો રસ લાલ ચકામા પર લગાવી શકાય છે. તે આ પ્રકારના ચકામા દૂર કરવામાં તો મદદ કરશે જ પરંતુ તમારી ચામડી પણ glow કરશે. જ્યારે તમે ચકામા પર લીંબુનો રસ લગાડતા હશો ત્યારે કદાચ તમને સહેજ બળતરા થશે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી.

એલોવીરા જેલ જે કુંવારપાઠામાંથી બનાવવામાં આવે છે તેનો મૂળ સ્વભાવ ઠંડકનો છે. આમ લાલ ચકામાવાળા વિસ્તાર પર એલોવીરા જેલ લગાવવાથી તમને ઠંડકનો અનુભવ થશે. આ ઉપરાંત એલોવીરા એન્ટીસેપ્ટિકનું કામ પણ કરે છે.

Waxing બાદ પડેલા લાલ ચકામા પર નારિયેળનું તેલ લગાવવાથી પણ ધારી અસર પડે છે. નારિયેળનું તેલ લગાવ્યા બાદ ચામડી glow કરે છે અને તે moisturize પણ થતી હોય છે.

ઉપર જણાવવામાં આવેલા તમામ ઉપાયો આજમાવ્યા બાદ બે થી ત્રણ દિવસમાં લાલ ચકામા દૂર થતું હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. જો કે તે તમારી ચામડીનો સ્વભાવ અને તમે જ્યાં રહો છો ત્યાંના વાતાવરણ પર પણ ઘણો આધાર રાખે છે.

એવું કહેવાય છે કે prevention is better than cure, એટલે જો Waxing કરાવો એ પહેલા જો તમે પૂરતી સંભાળ લેશો તો લાલ ચકામા થશે જ નહીં. આ માટે Waxing કરાવતા અગાઉ તમારી ત્વચાને વ્યવસ્થિતપણે ધોઈ નાખવી જરૂરી છે જેથી તે કોઇપણ પ્રકારના moisturizer કે બોડી લોશનના પ્રભાવથી મુક્ત થાય. Waxing માટેનું wax સારી ગુણવત્તાવાળું વાપરો અને Waxingની સમગ્ર પ્રક્રિયા યોગ્ય રીતે થાય તેનું ધ્યાન રાખો. હંમેશા hot wax વાપરવાનો આગ્રહ રાખો કારણકે cold waxથી લાલ ચકામા પડવાની શક્યતાઓ વધી જાય છે. ભેજવાળી જગ્યાએ અને ભેજવાળા વાતાવરણમાં Waxing કરાવવાનું ટાળો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here