શું ભારતીય બેન્કો નું ભાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એટલું ધૂંધળું છે?

0
355
Photo Courtesy: governancetoday.co.in

એક તરફ રાષ્ટ્રીયકૃત બેન્કો માં રૂ 10 લાખ કરોડની નોન પર્ફોરીંગ એસેટ્સ છે જેને વસુલાતા બેન્કોનો દમ નીકળી રહ્યો છે તો બીજી તરફ ATMમાં પૈસા નથી એમ કહી બેન્કો ના ભાવી અંગે એની સામે શંકાની સોય તાકવામાં આવતી હોય છે ત્યારે આપણે જોઈએ કે આ બેન્કો નું ભવિષ્ય કેવું છે.

આ જાણવા RBI અને સરકારના થોડા આંકડાઓ જોઈએ.

2017 સુધીમાં 80 ટકા ભારતીયોએ બેન્ક ના ખાતા ખોલાવ્યા છે જે 2014 દરમ્યાન માત્ર 53% હતા.

માર્ચ 2018 સુધીમાં કુલ 31.44 કરોડ જનધન ખાતા ખુલ્યા છે જે માર્ચ 2017 સુધી 28.17 કરોડ હતા અને દરરોજ વધી રહ્યા છે.

જનધન ખાતામાં કુલ ડીપોઝીટ થઇ ગઈ છે લગભગ 80,000 કરોડ જે ડીમોનેટાઈઝેશન પહેલા 45.300 કરોડ રૂપિયા હતી, આમ કુલ ડીપોઝીટ ડીમોનેટાઈઝેશન દ્વારા આ રકમ બમણી થઇ ગઈ છે હવે આ ખાતાઓમાં સરાસરી ડિપોઝીટ રૂ. 1095 ખાતા દીઠ થઇ છે જે પહેલા રૂ 480 હતી.

Photo Courtesy: governancetoday.co.in

હવે કુલ વસ્તીના ખાતાધારકોમાં 77% સ્ત્રીઓ છે અને 83% પુરુષો આમ સ્ત્રી ખાતાધારકોની સંખ્યા ખાસ્સી વધી ગઈ છે અને સરખી થઇ છે એમ કહી શકાય અને હજીપણ 190 મિલિયન પુખ્તવયના નાગરિકો બેંક ખાતાવિહોણા છે.

આ થઇ એક વાત હવે મુદ્રા લોન યોજના હેઠળ કુલ 10 કરોડ વ્યક્તિઓએ લોન લીધી છે અને કુલ લોનની રકમ થાય છે રૂ 5 લાખ કરોડ જેટલી આમ કુલ 10 કરોડ પકોડા વેચનારાઓ એટલેકે નાના નાના સાહસિકોએ આ મુદ્રા લોન યોજના હેઠળ લોનો લીધી છે અને યાદ રહે આ નાના નાના લોન લેનારા જ સૌથી વધુ પ્રામાણિકતાથી લોન ભરપાઈ કરનારા હોય છે આપણે ખેડૂતોની આત્મહત્યાઓ અંગે જાણીએ જ છીએ આ લોકો લોન લઇ દેશ છોડી ભાગી નથી જવાના એ નિશ્ચિત છે.

તો આ આંકડાઓ જણાવે છે કે પ્રજામાં બેન્કિંગ સેક્ટર પ્રત્યે કેટલી સજાગતા આવી છે હજી એમાં આગળ વધીએ તો કુલ ખાતેદારોમાં 36% ડીજીટલ પેમેન્ટ કરવા માંડ્યા છે આમ બેન્કિંગ સેક્ટર પ્રત્યે આટલા જમ્બો પ્રમાણમાં સજાગતા આવી છે. હવે ગરીબ વર્ગ પણ બેન્ક માં ખાતું હોવા પ્રત્યે ગર્વ અનુભવવા માંડ્યો છે એની અગત્યતા સ્વીકારવા માંડ્યો છે અને આમ ગરીબ વર્ગ ને ફાયનાન્શિયલ સેક્ટરમાં ઇન્કલ્યુંઝન મળ્યું છે. એથી કહી શકાય કે આપણું બેન્કિંગ સેક્ટર હવે વધુ વિસ્તૃત બન્યું છે અને આમ ફાય્નાશીયલ સેકટરનું ભવિષ્ય ખુબ જ ઉજળું છે.

આ આંકડાઓ જ કહે છે કે શેરબજારમાં પણ હવે રાષ્ટ્રીયકૃત  બેન્કોમાં રોકાણ કરવામાં હરકત નથી આના પરિણામો હવે આપણને આવતા વર્ષે જોવા મળશે અને જો બેંકો જે પેલા 10 લાખ કરોડ નોન પર્ફોરીમીંગ એસેટ્સ છે એ મોટા પ્રમાણમાં વસૂલવામાં સફળ થઇ તો બેન્કિંગ સેક્ટર તેજીમાં દોડવા માંડશે.

આમ જનધન યોજના એ દેશમાં બેન્કિંગ સેકટરનું પરસેપ્શન જ બદલી નાખ્યું છે એમાં પણ નોટબંધી બાદ લોકો બેન્કો નું મહત્વ અને ઉપયોગીતા સમજતા થયા છે એમાં બચત કરવા માંડ્યા છે અને આ બચત ઓવરઓલ અર્થતંત્રને વેગવંતુ જ બનાવશે.

eછાપું

તમને ગમશે: Amitabh Bachchan ને ગમતી એક ગુજરાતી કવિતા કઈ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here