જ્યારે આપણે કોઈને પ્યાર કરીએ છીએ ત્યારે આપણો અહમ મરી જાય છે- ઈમરોઝ

0
431
Photo Courtesy: indianexpress.com

અમૃતા અને ઈમરોઝ વચ્ચે પ્રેમ અથવા તો પ્યાર જેવી કોઈ બાબત હતી ખરી? એ અંગે આપણે કોઈ અટકળ લગાવીએ તેને બદલે અમૃતા પ્રીતમ અને ઈમરોઝ ખુદ જ કહી બતાવે તો?

એક વખત જ્યારે ઈમરોઝ કોઈ કામ માટે મુંબઈ ગયા હતા ત્યારે અમૃતા–ઈમરોઝનો પત્ર વ્યવહાર ચાલતો જ હતો અને એક પત્રમાં અમૃતા એ લખ્યું કે,

‘જીતી,

તમે જેટલું શાક તથા ફળ ફ્રીઝમાં મુકીને ગયા હતા તે ખાલી થઈ ગયા છે, ફ્રીઝ ખાલી પડ્યું છે . મારી જિંદગી પણ ખાલી થતી હોય તેવું લાગી રહ્યું છે. તમે જેટલા શ્વાસ મૂકી ગયા હતા તે પણ પુરા થઇ રહ્યા છે.’

– Letters of Amruta Pritam

Photo Courtesy: indianexpress.com

અમૃતાને જ્યારે ક્યાંક જવાનું હોય ત્યારે તે ઈમરોઝને સાથે જ લઇ જતા. જો ઈમરોઝને આમંત્રણ હોય તો તે સાથે જતા, નહીં તો કારમાં બેસી પુસ્તકો વાચતા, સંગીત સંભાળતા અને પોતાનું ઘરેથી લાવેલું ટીફીન ખાઈ લેતા. તેમણે કહ્યું કે, ‘આવું કરતા મને ક્યારેય કોઈ મુશ્કેલી કે દુઃખ નથી થયું. જ્યારે આપણે કોઈને પ્યાર કરીએ છીએ ત્યારે આપણો અહમ મરી જાય છે. પછી તે આપણી અને આપણી મહેબુબાની વચ્ચે નથી આવી શકતો.’ કદાચ આને જ સાચો પ્યાર કહેવાતો હશે. એકબીજા પ્રત્યે કોઈ પણ સ્વાર્થ વગર સતત પ્યાર કર્યા કરવો અને એ પણ એકધારો.

જયારે સમાજનાં ચીલાચાલુ રીવાજોને ઠોકર મારીને કોઈ કઈ નવું અથવા તો અલગ કરે ત્યારે હંમેશા તેઓના ભાગે સહન કરવાનું આવે છે અને આવા સંબંધને સામાજિક માન્યતાઓ મળવી પણ મુશ્કેલ હોય છે. આ જ પ્રકારની ઘટનાઓનાં સાક્ષી અમૃતા અને ઈમરોઝ બન્યા છે. અમૃતાના પુત્રના લગ્નમાં ઈમરોઝ ન જાય તેવી સગાઓની ઈચ્છા હતી ત્યારે સામેથી જ ઈમરોઝ એ ના પાડી દીધી હતી લગ્નમાં જવાની. ઈમરોઝ કહે છે કે ‘એ સગાઓ એ સ્વીકારી શકે તેવા ન હતા કે હું અમૃતાનો મીત્ર છું અને અમે સાથે રહીએ છીએ. અને આમ પણ જો બધા જ લગ્નમાં જતા રહે તો વર-વધુનો રૂમ કોણ શણગારે?’ આમ, ઈમરોઝે આવી અનેક ઘટનાઓનો સામનો કર્યો છે અને તેમ છતાં અમૃતા માટેના પ્યાર માં ક્યારેય ઓટ નથી આવી, કદાચ આવા દરેક પ્રસંગોએ તેઓના સંબંધને વધારે મજબુત બનાવ્યો છે.

ઉમા ત્રિલોક લખે છે કે ‘સાહિરનાં નામને બહુ જ ખુબસુરતીથી કૈલીગ્રાફીમાં ઉપસાવીને ઈમરોઝે પોતાના રૂમની દીવાલ પર સજાવીને રાખેલ છે અને તેના સંદર્ભમાં ઈમરોઝ કહે છે કે તમને એવું લાગતું હશે ને કે કેમ સાહિરનું નામ? તો સંબંધની શરૂઆતના દિવસોમાં જ ઈમરોઝે જોયેલું કે સાહીરનું નામ અમૃતાના હૃદયમાં કોતરાયેલું છે. સતત તેમની આંગળી દ્વારા સાહીરનું નામ જ રચાતું હોય છે.’ તેમને એ ખબર હતી કે અમૃતા સાહિરને કેટલું ચાહતા હતા. ‘તો જેને અમૃતા પ્યાર કરે છે, તેની અમારા ઘરમાં,અમારા દિલમાં એક ખાસ જગ્યા છે,સ્થાન છે.’

સમય વીતતો ગયો અને અમૃતાની તબિયત લથડતી ગઈ. આ સમય દરમિયાન વર્ષો સુધી ઈમરોઝએ અમૃતાની સેવા કરી, તેઓને ઉઠાડવા, જમાડવા, નવડાવવા દરેક કામ ઈમરોઝ દૈવીભાવથી કરતા. અમૃતાને પણ આ જ માફક આવતું. જાણે એક નાના બાળકની સારસંભાળ રાખતા હોય તે રીતે ઈમરોઝ અમૃતાને સાચવતા. અમૃતા અને ઈમરોઝ વચ્ચે 8 વર્ષનો તફાવત હતો. અમૃતા ઈમરોઝથી ઉમરમાં મોટા હતા પરંતુ ઉમરની દ્રષ્ટીએ ઈમરોઝ પણ વૃદ્ધ થઇ રહ્યા હતા તેમ છતાં તેમના પ્યાર અને સારસંભાળમાં કોઈ કમી આવતી નહીં. 2005માં અમૃતાએ ઈમરોઝને સંબોધીને એક કવિતા લખી, કદાચ આ તેમની ઉત્કૃષ્ટ કવીતાઓમાંથી એક છે અને છેલ્લી પણ.

मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरी कल्पनाओं
की प्रेरणा बन
तेरे केनवास पर उतरुँगी
या तेरे केनवास पर
एक रहस्यमयी लकीर बन
ख़ामोश तुझे देखती रहूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं


या सूरज की लौ बन कर
तेरे रंगो में घुलती रहूँगी
या रंगो की बाँहों में बैठ कर
तेरे केनवास पर बिछ जाऊँगी
पता नहीं कहाँ किस तरह
पर तुझे ज़रुर मिलूँगी

या फिर एक चश्मा बनी
जैसे झरने से पानी उड़ता है
मैं पानी की बूंदें
तेरे बदन पर मलूँगी
और एक शीतल अहसास बन कर
तेरे सीने से लगूँगी

मैं और तो कुछ नहीं जानती
पर इतना जानती हूँ
कि वक्त जो भी करेगा
यह जनम मेरे साथ चलेगा
यह जिस्म ख़त्म होता है
तो सब कुछ ख़त्म हो जाता है

पर यादों के धागे
कायनात के लम्हेंकी तरह होते हैं
मैं उन लम्हों को चुनूँगी
उन धागों को समेट लूंगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
मैं तुझे फिर मिलूँगी!!

અને 31 ઓક્ટોબર,2005 ના દિવસે અમૃતા આ દુનિયાને અને તેમની પોતાની એક દુનિયા એટલે કે ઈમરોઝને છોડીને ચાલ્યા ગયા. તેમને જીવનનો સંતોષ હતો, કદાચ સમાજ દ્વારા તેમને જે તિરસ્કાર મળ્યો તેની સામે ઘણા વધારે પ્રમાણમાં ઈમરોઝ દ્વારા તેમને પ્યાર અને સન્માન મળ્યું. ઈમરોઝ માટે જાણે કે તેમના શરીરનો અને મનનો એક હિસ્સો જતો રહ્યો. અમૃતાના ગયા પછી ઈમરોઝએ પોતાની એકલતાને અમૃતાની યાદોમાં ખોઈ દીધી. અમૃતાની લખેલી કવિતાઓનાં ઈમરોઝ પોતાના અંદાઝમાં જવાબ આપતા હતા. એક વાર કોઈએ ઈમરોઝને કહ્યું કે હવે બસ કરો, હવે આ વાંચવા માટે અમૃતા નથી , ત્યારે ઈમરોઝએ પોતાના અંદાઝમાં ખુબ જ સરસ જવાબ આપ્યો કે,

उसने जिस्म छोड़ा है साथ नहीं.

वो अब भी मिलती है

कभी तारों की छांव में,

कभी बादलों की छांव में

कभी किरणों की रोशनी में

कभी ख़्यालों के उजाले में

हम उसी तरह मिलकर चलते हैं

चुपचाप हमें चलते हुए देखकर

फूल हमें बुला लेते हैं

हम फूलों के घेरे में बैठकर

एकदूसरे को अपना अपना कलाम सुनाते हैं

उसने जिस्म छोड़ा है साथ नहीं..       

આમ, અમૃતા અને ઈમરોઝનો સાથ હજુ પણ છે સતત. આવા પ્રેમને આત્મસાત કરવો એ ઘણી મહાન વાત છે અને એટલે જ આ સંબંધ એક ખાસ છે તેમના માટે પણ અને આપણા માટે પણ.

——અમૃતા પ્રીતમ સિરીઝ પૂર્ણ ————

eછાપું

તમને ગમશે: Robert Downey Jr એ જ આ બધાના ગોડફાધર છે: Mark Ruffalo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here