સંજુ teaser દ્વારા રણબીર કપૂરે ઘણાબધાને shock માં નાખી દીધા

0
424
Photo Courtesy: hindustantimes.com

“Life without experience and suffering is not life” – Socrates. બોલીવુડ સ્ટાર અને સૌથી વિવાદાસ્પદ એક્ટર સંજય દત્તના જીવન પર આધરિત ફિલ્મ રાજકુમાર હિરાણી લઈને આવી રહ્યા છે રણબીર કપૂર સ્ટારર સંજુ, જે વિધુ વિનોદ ચોપરાનું પ્રોડક્શન છે.

Photo Courtesy: hindustantimes.com

સંજય દત્ત, આ નામમાં જ એવું આકર્ષણ ભરેલું છે જે નજરની સામે આવતા તમને પેહલા સંજયદત્ત નો જેલવાસ જ યાદ આવે! હા, સંજુ ના ટીઝરમાં પણ એવું બતાવામાં આવ્યું છે કે સંજયદત્ત ન્યુયોર્કની એવી હોટેલમાં રહેલો છે જેમાંથી આખું શહેર દેખાય અને એવી જેલમાં પણ રહેલા છે જેમાં એકપણ બારી ના હોય! આટલું જોતા જ ખ્યાલ આવે કે આ માણસ એક જિંદગીમાં કેટલી Life જીવ્યો  હશે! પોતાની જિંદગીના ઉતાર ચડાવ તેણે 177 મિનિટની ફિલ્મમાં કેવી રીતે વર્ણવ્યા હશે !

કેહવાય છે કે રણબીર કપૂરે જયારે PK ફિલ્મમાં cemeo કર્યો ત્યારે જ રાજકુમાર હિરાણીના મનમાં તેમની ફિલ્મ સંજુ માટે આ સ્ટાર સમાઈ ગયો હતો. સંજુનું ફિલ્મું શુટિંગ જાન્યુઆરી 2017માં શરુ થયેલું. મનીષા કોઈરાલાની પોતાની કેન્સરની ટ્રીટમેન્ટ પછીની આ પહેલી ફિલ્મ છે જેમાં તે નરગીસ દત્ત તરીકે આવી રહી છે. જયારે પરેશ રાવલ સુનીલ દત્તનો રોલ કરી રહ્યા છે. માધુરીએ ઓપનલી ફિલ્મમાં તેનો ભાગ ના લેવા માટે કહેલું પણ હવે આ રોલ કરિશ્મા તન્ના કરી રહી છે. સંજુ માં સંજય દત્તની હાલની પત્ની માન્યતાનો રોલ દિયા મિર્ઝા કરી રહી છે, સાથેસાથે અનુષ્કા શર્મા, સોનમ કપૂર, તબ્બુ, આલિયા ભટ્ટ, વીકી કૌશલ, શર્મન જોશી વગેરે સ્ટારકાસ્ટમાં છે, રાજકુમાર હિરાનીની ફિલ્મમાં બોમન ઈરાની ન હોય તો નવાઈ લાગેને! મ્યુઝિક શાંતનું મોઇત્રા અને અમાન માલિકનું છે.

તમને ગમશે: જાતિ અને ધર્મનું ઝેર તમારા બાળકો માં પ્રવેશતા કેવી રીતે અટકાવશો?

સંજુ  29 જુને રીલીઝ થવાની છે, લાંબા સમયથી રાહ જોઈ રહેલા લોકો માટે તેનું ટીઝર 24 એપ્રિલે એટલે કે ગઈકાલે રિલીઝ થયું અને અત્યાર સુધીમાં એટલેકે આ લખાય છે ત્યાં સુધીમાં તેના ઓલરેડી 15,284,963 views YouTube પર થઇ ગયા છે. એક મીનીટના ટીઝરમાં શરૂઆતમાં જ રણબીર કપૂર એટલેકે સંજુ યરવડા જેલમાંથી નીકળી રહ્યો છે તેવું બતાવવામાં આવે છે અને બે સેકન્ડ માટે કોઇપણ રણબીરને જ અસલી સંજય દત્ત માનવાની ભૂલ કરી બેઠો હોય તો ના નહીં. કોઈપણ પાત્રમાં કેવી રીતે જીવ રેડવો એ કોઈ રણબીર પાસેથી શીખે અને ટીઝર જોયા પછી ખ્યાલ પણ આવે છે કે રણબીર કપૂરે આ પાત્રને જીવંત બનાવવા માટે ઘણી મેહનત કરી છે.

જો ટીઝર આટલું ઉત્સાહપ્રેરક હોય તો હવે ફિલ્મના ટ્રેલરની ઉત્કંઠાપૂર્વક રાહ જોવામાં આવશે. છેવટે જ્યારે સંજુ રીલીઝ થશે ત્યારે રાજકુમાર હિરાણીએ સંજય દત્તની જિંદગીના જુદાજુદા તબક્કા કેવી રીતે કંડાર્યા છે તેના વિષે આપણે બધાં અવગત થઈશું.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here