વિરોધપક્ષની બેરોજગારી અંગેની બુમરાણ સાવ ખોટી સાબિત થઇ

0
344
Photo Courtesy: indianexpress.com

હાલમાં કર્ણાટક અને બાદમાં મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોમાં ચૂંટણીઓ આવવાની છે અને આવતે વર્ષે લોકસભાની પણ ચૂંટણી થશે. આવા સંજોગોમાં વિપક્ષો અન્ય મુદ્દાઓ સાથે દેશમાં બેરોજગારી વધી રહી હોવાની બુમરાણ મચાવી રહ્યો છે પરંતુ આંકડાઓ તો કોઈ અલગ જ ચિત્ર ઉપસાવી રહ્યા છે.

Photo Courtesy: indianexpress.com

હાલમાં જ દેશની કામગાર કલ્યાણ યોજનાની સંસ્થાઓ એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓફસ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ સ્કીમ (EPFO) અને નેશનલ પેન્શન સ્કીમે (NPS) પોતાના આંકડાઓ બહાર પાડ્યા છે. આ આંકડાઓમાં એમણે નવા ખાતેદારોમાં છેલ્લા છ મહિના દરમ્યાન 3.1 મિલિયનનો વધારો દર્શાવ્યો છે પ્રોવિડંડ ફંડ દ્વારા દર્શાવેલ આ વધારાને જુદાં જુદાં એજ ગ્રુપમાં વિભાગવામાં આવ્યા છે જે મુજબ :

એજ ગ્રુપ 18-25માં 1.85 મિલિયન નવી રોજગારીનો વધારો દર્શાવે છે આ એજ ગ્રુપ ખાસ તો નવા આગંતુક દર્શાવતા હોય છે જેને ન્યૂલી રીક્રુટ કહી શકાય એજ પ્રમાણે નેશનલ પેન્શન યોજના અંર્તગત 3,50,000 ખાતાઓ ખોલવામાં આવ્યા છે જેનો સરવાળો 2.2 મિલિયન થાય છે. ટૂંકમાં નાની ઉંમરના લોકોની બેરોજગારી પણ ઓછી થઇ હોવાનું આ આંકડા પુરવાર કરે છે.

તમને ગમશે: અબોર્શન માટે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને આધાર આપતું સ્કોટલૅન્ડ

સ્ટેટ બેંક ગ્રુપના ચીફ ઇકોનોમિક એડવાઈઝર સૌમ્ય ઘોષ કે જેમેણે આ બાબતમાં રીસર્ચ પેપર લખ્યું છે એમના અંદાજ મુજબ નાણાંકીય વર્ષ-18 દરમ્યાન લગભગ 7 મિલિયન નવી નોકરીઓ ઉભી થઇ છે જે દેશમાં બેરોજગારી ઘટી રહી હોવાનો સંકેત છે.

એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ એ કંપનીઓને જ લાગુ પડે છે જેમાં 20 થી વધુ કામગારો હોય અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ સ્કીમ એ કંપનીઓને લાગુ પડે છે જેમાં 10 થી વધુ કામગારો હોય. વળી આમાં એકઝમ્પશન પણ આવે છે અમુક નવા યુનિટ કે એ યુનિટ જેમની પોતાની નિવૃત્તિ યોજનાઓ હોય અને એ સરકાર દ્વારા માન્ય હોય વળી આમાં પગારની સીલીંગ છે જે મુજબ રૂપિયા 25,000 માસિક આવકથી વધુને આ એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ સ્કીમ લાગુ પડતી નથી આમ વાસ્તિવક એમ્પ્લોયમેન્ટ જનરેશન જે આંકડા દેખાય છે તેનાથી ક્યાંય વધુ હોઈ શકે છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ પણ ઘણા નાના નાના ઉદ્યોગો શરુ થયા છે જેમાં 10 કરોડ લોકોએ આ લોનનો લાભ લીધો છે. આ લોકોએ પણ એક કે બે કે ચાર રોજ્ગારીઓ ઉભી કરી છે જે સ્વાભાવિકરીતે ઉપર જણાવેલા આંકડાઓમાં સામેલ નથી.

સરકાર માટે આ આશ્વાશન છે કે જયારે વિરોધ પક્ષ બેરોજગારી વધી રહી છે ની બુમો પાડે છે એવા સમયે આ આંકડાઓ જાહેર થયા છે. ટુંકમાં કહીએ તો દેશમાં નવી રોજગારીની તકો બેશક ઉભી થઇ રહી છે.

આપણે જો અન્ય ઉત્પાદનના આંકડાઓ જોઈએ તો પણ ખ્યાલ આવશે કે દેશનું અર્થતંત્ર સુધારા પર છે અને સરકારે લીધેલા પગલાઓનું ધીમે ધીમે પરિણામ દેખાઈ રહ્યું છે.

પ્રોવીડંડ ફંડ ઓફીસના આંકડાઓ એ પણ દર્શાવે છે કે વધુને વધુ કામગારોને કામગાર વેલ્ફેર યોજના હેઠળ આવરી લેવામાં આવી રહ્યા છે. હાલ આ ખાતાઓમાં ચોરીઓ ખુબ થાય છે એટલે કે માલિકો પ્રોવિડંડ ફંડ કાપવો ના પડે કે સ્ટેટ ઇન્સ્યુરન્સ ભરવો ના પડે એથી ઓછા કામગારો બતાવે, એક યુનિટ હોય તો એના બે યુનિટ બતાવી દે, કોન્ટ્રકટ લેબર બતાવે, લેબર ચાર્જીસ બતાવે, જેવા ગતકડાઓ થતા હોય છે અને એમને કેશમાં પગાર ચૂકવતો હોય છે અને વાઉચર પર સહી લઇ સરકારી લાભોથી વંચિત રાખવામાં આવતા હોય છે.

વળી કેન્દ્ર સરકારે પણ નવા જોડાયેલા કર્મચારીઓનું તેને નોકરી આપનાર સંસ્થાનું EPFનું આંશિક પ્રદાન આવનારા ત્રણ વર્ષ માટે પોતે આપશે એવો નિર્ણય પણ જાહેર કર્યો છે. આથી એમ્પ્લોઇઝ પર EPFનો હિસ્સો ઓછો ભરવાનો આવતા તેઓ પણ હવે ચોરી ઓછી કરવા પ્રેરાયા હોય એવું બની શકે છે.

આમ વધુને વધુ કામગારો ને સરકારના વેલ્ફેર યોજનાનો લાભ મળી રહ્યો છે એ પણ એક જમા પાસું છે. આ રીતે જેમ જેમ વધુને વધુ સંસ્થાઓ કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેતી થશે તેમતેમ દેશમાંથી બેરોજગારી ઘટશે એવા આસાર દેખાઈ રહ્યા છે.

 

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here