મુખ્યમંત્રીનો ઘટસ્ફોટ: વિરુ અને જય બંને એક જ છે!!

0
295
Photo Courtesy: openthemagazine.com

ભાઈઓ અને બહેનો…. ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે Fryday ફ્રાયમ્સમાં… આજના આપણા મહેમાન છે… ગરવી ગુજરાતના માનવંતા મુખ્યમંત્રી વિરુ … ઓહ સોરી!! શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ…

Photo Courtesy: openthemagazine.com

પંકજ પંડ્યા : fryday ફ્રાયમ્સમાં આપનું  સ્વાગત છે સાહેબ….

વિજય રૂપાણી : ખૂબ ખૂબ આભાર…

પંકજ પંડ્યા : સોરી સર, અમારા દર્શકોને આપની મુલાકાત માટે ઘણી રાહ જોવી પડી…. અને અંતે એ દિવસ આવી ગયો…

વિરુ : ખરું કહો તો એ રાહ હું જોતો હતો…. મહિનાઓથી વિચારી રહ્યો હતો …”મેરા નંબર કબ આયેગા ? “ અને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું….

પંકજ પંડ્યા : વાહ….. લોકો તમને વિરુ કહે છે.. (વિજય રૂપાણી).. તો પછી જય કોણ છે?

વિજય રૂપાણી : જય પણ હું જ છું અને વિરુ પણ હું જ છું…

પંકજ પંડ્યા : ના હોય!!!!! એ વળી કઈ રીતે ?

વિરુ: તમે શોલે ફિલ્મમાં જોયું જ હશે કે જય અને વિરુ એક સિક્કાની બે બાજુ જેવા છે. બંનેને અલગ પાડવા અશક્ય છે… ડાંગે માર્યા પાણી જુદાં ના પાડે.. આમ જય, વિરુ અને પાણીનો અનોખો નાતો છે. મારા નામ વિજય રૂપાણીમાં ત્રણેય સમાવિષ્ટ છે…

પંકજ પંડ્યા : અદ્દભૂત….. એક આરોપ છે કે તમારો પક્ષ હંમેશાં પ્રચારમાં ડૂબેલો રહે છે…

વિજય રૂપાણી : પ્રપંચ (પ્ર”૫”)  કરતાં પ્રચાર (પ્ર”૪”) સારો….

પંકજ પંડ્યા : અતિ સુંદર….. ખેર, એ તો વન લાઇનર તરીકે સારું લાગે… પણ હકીકતમાં તમને એમાં કશું વાંધાજનક નથી લાગતું ?

વિરુ: એમાં કશું વાંધાજનક નથી….. સરકાર લોકો માટે જે કામ કરે છે એ વિશેની માહિતી લોકો સુધી પહોંચવી તો જોઈએને ?  અમે તો લોકોપયોગી કર્યો કરવાનું માધ્યમ માત્ર છીએ…… લોકો સાથેનો સતત સંપર્ક સરકાર અને પ્રજા વચ્ચે સેતુ નું કામ કરે છે… તમારે સમજવું જોઈએ કે આ સરકારને દરકાર છે કે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચે અને મહત્તમ લોકો એનો લાભ મેળવે..

પંકજ પંડ્યા :  ગુડ…  મને રાજકારણમાં ઝાઝી ગતાગમ નથી પડતી… પણ એક પ્રશ્ન વર્ષોથી સતાવે છે…  જ્યાં મોટા ભાગના રાજકીય પક્ષો ગરીબોના મસીહા હોવાનો દાવો કરતા હોય એવા દેશમાં તમારા પક્ષે મહદઅંશે મધ્યમ વર્ગની પડખે રહેવાનો પ્રયાસ કર્યો છે અથવા તો કહી શકાય કે એવું દર્શાવવાનો સતત પ્રયત્ન કર્યો છે…

વિજય રૂપાણી : અમે હંમેશાં મધ્યમ વર્ગની સાથે જ છીએ… મધ્યમ વર્ગ એક એવો વર્ગ છે કે જેને ભારતીય રાજકારણમાં હંમેશાં અવગણવામાં આવ્યો છે… જ્યારે હકીકતમાં એની સ્થિતિ એવા લોલક જેવી છે જે અમીરોના ઠઠારા અને ગરીબોની આર્થિક સંકળામણ….  એ બંને ધૃવો વચ્ચે આંદોલિત થયા કરે છે… સાચા અર્થમાં અફળાયા કરે છે…

પંકજ પંડ્યા : સાચી વાત છે તમારી… બીજા અર્થમાં કહીયે તો મધ્યમ વર્ગ નામ બિલકુલ સાર્થક છે…

વિરુ: કયા અર્થમાં ?

પંકજ પંડ્યા : મધ્યમ વર્ગનો માણસ મધ અને યમની વચ્ચે આંદોલિત થયા કરે છે….  એ ગજા બહારની કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે  તો એને કહેવામાં આવે છે કે “ શું…. મધ લેવા ગયો તો ? “  અને મોટા ભાગે ઇચ્છુક ફળ ના મળતાં નજર સમક્ષ સાક્ષાત યમ દ્રષ્ટિગોચર થાય અને જિંદગી નર્ક સમી ભાસે એ નફામાં…

વિજય રૂપાણી : મધ….. યમ…. મધ્યમ….. વાહ…. સરસ…. સુપર્બ….

પંકજ પંડ્યા : આભાર સાહેબ….  સાહેબથી યાદ આવ્યું…. મોદી સાહેબ દિલ્લીની ગાદી પર બિરાજમાન થયા પછી તેમના વિરોધીઓ  તેમના ગૃહરાજ્યના પ્રશ્નોને દેશભરમાં પ્રસ્તુત કરીને તેમને હતાશ કરવાનો સ્વાભાવિક પ્રયત્ન કરે જ…. તો આવા રાજ્યની ધૂરા સંભાળવાનું કેટલું મુશ્કેલ છે?

વિરુ:  તમે ગુજરાતમાં જ રહો છો તો બધું આપની સમક્ષ છે જ… જિંદગી પડકારો સામે અડીખમ ઊભા રહેવા અને યોગ્ય લડત આપવામાં જ સાર્થકતા છે… પડકારો આવ્યા કરવાના અને આપણે ઝીલ્યા કરવાના..

પંકજ પંડ્યા : વાહ… અંતમાં કોઈ સંદેશ આપવા ઈચ્છશો ?

વિજય રૂપાણી : જીવનને આનંદ દાયક બનાવવું હોય તો શક્ય એટલા સરળ બનો… સ્માર્ટ થવાના ચક્કરમાં તમે મુખ્યધારા કરતાં ઊલટું વિચારશો…. ઊલટું વિચારવામાં G1 બદલાઈને 1G બની જશે. જે કાળક્રમે 2G, 3G, 4G એન્ડ સો ઓન… આગળ વધશે…. અને સુંદર, સાત્વિક અને સુગમ જીવન એક કલ્પના માત્ર બનીને રહી જશે…..

પંકજ પંડ્યા : wow…. અદભૂત સંદેશ…. ખૂબ ખૂબ આભાર સાહેબ…

વિરુ: ધન્યવાદ..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here