પુરુષો એવું સ્વીકારે છે કે એમના માટે સ્ત્રીઓને સમજવી જરાક અઘરી છે, પરંતુ સ્ત્રીઓ કદાચ એવું માને છે કે તેમને સ્ત્રીઓ વિષે બઘીજ ખબર છે. હાલમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓની કેટલીક લાક્ષણિકતાઓ એવી છે જેના વિષે ખુદ સ્ત્રીઓજ અજાણ છે. આ અભ્યાસમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્ત્રીઓ પર કરવામાં આવેલા સંશોધનોનું વિશ્લેષણ કરીને 7 એવી લાક્ષણિકતાઓ શોધી કાઢી છે જેની ખબર સ્ત્રીઓને પણ નથી. ચાલો આપણે પણ જોઈએ કે એવી કઈ 7 લાક્ષણિકતાઓ છે જેના વિષે ખુદ સ્ત્રીઓ અજાણ છે.
સ્ત્રીઓ વિષે અજાણી 7 લાક્ષણિકતાઓ કઈ કઈ છે?

સ્ત્રીઓને કયું કામ કરવું અને કયું ન કરવું તે બરોબર યાદ રહે છે
2015માં લિયાના પાલેર્મોએ એક સરવે કર્યો હતો જેમાં 100 પુરુષો અને 100 સ્ત્રીઓએ હિસ્સો લીધો હતો. આ સરવેમાં દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. સરવેના અંતે એ જાણવા મળ્યું કે સ્ત્રીઓએ પોતાને સોંપેલા કાર્યો વધુ સારી રીતે યાદ રાખ્યા હતા. લિયાના પાર્લેમોનું કહેવું છે કે એક સ્ત્રી નાનપણથી જ અસંખ્ય કાર્યો કરતી હોય છે.જ્યારે તે મોટી થઈને ઘર સંભાળે છે ત્યારે, પતિ, બાળકો, ઓફિસ ઉપરાંત ઘરમાં કરવાના કામો વિષે ઘણુંબધું મોઢે યાદ રાખતી હોય છે અને આ રીતે તે જાતે જ ટ્રેઈન થતી હોય છે અને આમ તે દરેક કાર્ય યાદ રાખી શકતી હોય છે.
પુરુષની માંદગી વિષે સ્ત્રી તેની ગંધ પરથી પારખી જાય છે
કયો પુરુષ સાજો છે અને કયો પુરુષ માંદો છે તેની જાણ સ્ત્રીને તે પુરુષની ગંધ પરથી ખબર પડી જતી હોય છે. એક અમેરિકન સેકસોલોજિસ્ટના જણાવ્યા અનુસાર તંદુરસ્ત પુરુષની ગંધ અતિશય તીવ્ર હોય છે અને સ્ત્રી તેના પ્રત્યે આકર્ષાતી હોય છે, જ્યારે માંદા પુરુષ ગમે તેટલું સેન્ટ છાંટે પરંતુ સ્ત્રીને તેની માંદગીનો ખ્યાલ આવી જતો હોય છે અને તે તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરતી હોય છે. બ્રિટીશ કોલમ્બિયાની યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ તો એમ પણ સાબિત કર્યું છે કે તંદુરસ્ત પુરુષની ગંધમાં સ્ત્રીને સુરક્ષા મહેસુસ થતી હોય છે.
સ્ત્રીને પ્રેમમાં પડતા વાર લગતી હોય છે
Love at first sight આ ફીલિંગ કદાચ સ્ત્રીઓને ઓછી લાગુ પડે છે એવું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. પુરુષો જેમ તરતજ કોઈ સ્ત્રીને જોઇને પ્રેમમાં પડી જાય છે તેનાથી સાવ વિરુદ્ધ સ્ત્રીઓને કોઈ પુરુષ સારો લાગે તો પણ તેના પ્રેમમાં પડતા તેને ઘણી વાર લગતી હોય છે. આ અભ્યાસમાં એવી ઘણી સ્ત્રીઓએ કબુલાત કરી હતી કે વીસ-વીસ મુલાકાતો પછી પણ તે પોતાને ગમતા પુરુષના પ્રેમમાં પડી શકી નથી. આ પાછળનું કારણ એક જ છે કે સ્ત્રીઓ પોતાનો પ્રેમ કોને આપવો તે અંગે ઘણી choosy હોય છે અને તેમ કરવાથી એમનો કોઈ વાંક પણ નથી.
તમને ગમશે: ખીચડી: ખરેખર ‘નેશનલ ફૂડ’ કહી શકાય?
ગર્ભાવસ્થા દરમ્યાન પડતી તકલીફો ખરેખર ગર્ભમાં રહેલા બાળક માટે ફાયદાકારક છે
ટોરન્ટોના કેટલાક કેનેડિયન વૈજ્ઞાનિકોએ એ સાબિત કર્યું છે કે એક સ્ત્રીને ગર્ભાવસ્થા દરમ્યાન પડતી કેટલીક તકલીફો જેમ કે માથાનો દુઃખાવો કે પછી morning sickness વગેરે ખરેખર તો ગર્ભમાં રહેલા તેના બાળક માટે ફાયદાકારક છે. આ પ્રકારની તકલીફો ગર્ભને હાનિકારક તત્વોથી દૂર રાખતી હોવાનું તેમના અભ્યાસમાં સાબિત થયું છે. જો કે અતિશય ઉલ્ટીઓ અને પેટનો દુઃખાવો એ આવનારા બાળક માટે જરા પણ ફાયદાકારક નથી અને જો આવું થાય તો ડોક્ટરને તુરંત બતાવી દેવું જ સલાહભર્યું છે.
જેટલા બાળકો ઓછા એટલો IQ વધુ
બ્રિટીશ સાયકોલોજીસ્ટ સેન્ટોશી કાનાઝાવાએ કરેલા એક અભ્યાસ અનુસાર જે સ્ત્રીઓ વધુ બાળકોની ઈચ્છા ધરાવતી હોય છે તેનો IQ ઓછા બાળકો ધરાવવાની ઈચ્છા રાખતી મહિલાઓ કરતા 15 પોઈન્ટ્સ ઓછો હોય છે. કાનાઝાવાના માનવા અનુસાર માનવતા પર એક નવો ખતરો ઉભો થયો છે કારણકે હોંશિયાર સ્ત્રીઓ કાં તો એક પણ બાળક ઈચ્છતી નથી અથવાતો તેને માત્ર એક જ બાળક જોઈએ છીએ. મોટેભાગે આજની સ્ત્રી સ્વશિક્ષણ, સ્વવિકાસ, કેરિયર અને ટ્રાવેલિંગને વધારે મહત્ત્વ આપી રહી છે. જ્યારે સામે પક્ષે પુરુષને આજે પણ પરંપરાગત વિચારો ધરાવતી સ્ત્રી જ લગ્ન માટે પસંદ પડે છે.
જેટલા બાળકો વધુ સ્ત્રીની વૃદ્ધ થવાની ઝડપ વધુ
અમેરિકાની જ્યોર્જ મેસન યુનિવર્સીટીએ શોધી કાઢ્યું છે કે જે સ્ત્રીઓને વધુ બાળકોને જન્મ આપે છે તેમના ટેલોમેર્સ એક પણ બાળકને જન્મ ન આપનારી સ્ત્રી કરતા ટૂંકા હોય છે. આનો મતલબ એવો થયો કે વધુ બાળકોને જન્મ આપનાર સ્ત્રીની ઉંમર ઓછા બાળકો ધરાવતી સ્ત્રી કરતા વધારે ઝડપથી વધે છે. જો કે વૈજ્ઞાનિકોએ એમ પણ ઉમેર્યું હતું કે અત્યંત stress ધરાવતી સ્ત્રીઓની ઉંમર પણ ઝડપથી વધતી હોય છે.
લાલ રંગના વસ્ત્રો સ્ત્રીઓને jealous બનાવે છે
સ્લોવાક એકેડમી ઓફ સાયન્સના એડમ પાઝ્દાએ એક અનોખું સંશોધન હાથ ધર્યું. તેમણે ઘણી બધી સ્ત્રીઓના ફોટા પાડ્યા જેમાંથી એક હિસ્સામાં સ્ત્રીઓએ લાલ અથવા તો સફેદ રંગના વસ્ત્રો પહેર્યા હતા અને બીજા હિસ્સામાં અન્ય રંગના વસ્ત્રો પહેર્યા હતા. ત્યારબાદ સ્ત્રીઓએ લાલ રંગના વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓ પર વધારે કમેન્ટ કરી હતી આટલુંજ નહીં તેમણે સ્વીકાર્યું હતું કે લાલ રંગના વસ્ત્રો પહેરેલી સ્ત્રીથી તેઓ તેમના બોયફ્રેન્ડ કે પતિઓને દૂર જ રાખવાનું પસંદ કરશે કારણકે તેમને આ સ્ત્રીઓથી ડર લાગે છે. પાઝ્દાનું કહેવું છે કે લાલ રંગને બિન્દાસ્ત કલર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આથી લાલ રંગના વસ્ત્રો ધારણ કરેલી સ્ત્રીથી અન્ય સ્ત્રીઓને jealousy થાય અને જો એમને ડર લાગે કે ક્યાંક એ સ્ત્રી પોતાના પુરુષને લઈને ઉડી નહીં જાય તો તેમનો ડર જરાય ખોટો નથી.
eછાપું