આઠ વર્ષની કાવ્યા ને હજુ કઈ જ સમજણ પડતી નહતી એને તો ખાલી એટલી જ ખબર હતી કે તેની મમ્મી તેને છોડીને ક્યાંક બીજી જગ્યાએ જતી રહી છે એટલે જ તો એક અઠવાડિયું વીત્યા છતા પણ તે પાછી આવી ના હતી. તેની મમ્મીને તેની અને પપ્પાની કઈ જ ચિંતા નથી એટલે જ તો તે પાછી નથી આવતી એવું કાવ્યાને લાગતું અને ઘરનું વાતવરણ પણ કઈક વિચિત્ર લાગતું. ઘરના બધા લોકો અને ખાસ કરીને પપ્પા બહુ જ ઉદાસ લાગતા. “મમ્મી આવશે ને એટલે બધા ઠીક થઈ જશે!” કાવ્યા મનમાં ને મનમાં વિચારતી પણ તેને ક્યાં ખબર હતી કે તેની મમ્મી એવી જગ્યા એ ગઈ છે જ્યાંથી કયારેય કોઈ જ પાછુ નથી આવતું. આમ ને આમ છ થી સાત મહિના જેટલો સમય વીતી ગયો કાવ્યા પણ રાહ જોઈ જોઈ ને થાકી પણ તેની મમ્મી પાછી ના આવી પણ તેના બદલે તેની જગ્યાએ નવી મમ્મી આવી. કાવ્યાને આ બિલકુલ પસંદ આવ્યું ના હતું. તેની મમ્મીની જગ્યા કોઈ બીજી વ્યક્તિ લે એ તેને જરાય મંજુર નહતું.

તેની નવી મમ્મી ખુબ જ સુંદર હતી અને આવતાની સાથે જ તેણે કાવ્યાને ખોળામાં લઈને કહ્યુંકે, “બેટા, તારા મમ્મી આવી શકે એમ નથી ને એટલે તેમણે મને અહિયાં મોકલી છે તમારા બધાનું અને ખાસ કરીને તારું ધ્યાન રાખવા.”
“પણ તો મારી મમ્મી ક્યારે આવશે?” કાવ્યાએ પૂછ્યું.
“બેટા,એમણે થોડા મહિના પછી આવશે. ત્યાં સુધી તું મને તારી મમ્મી સમજ.” નાનકડી કાવ્યાને સમજાવતા તેની નવી મમ્મી એટલે કે સુમને કહ્યું.
પણ કાવ્યા હવે બધું જ સમજી ગઈ હતી.જોતજોતામાં સુમને પોતાના પ્રેમ અને કાળજીથી બધા ના મન જીતી લીધા. તે કાવ્યાને પોતાની સગી દીકરીની જેમ જ સાચવતી પણ કોણ જાણે કેમ કાવ્યા હમેશા તેનાથી દુર ભાગતી. પોતાના આટલા પ્રેમ છતાં પણ તે કાવ્યાને પોતાની નહોતી બનાવી શકી તેનો સુમનને રંજ હતો અને હવે કાવ્યા પણ સમજી ચુકી હતી કે તેની મમ્મી હવે ક્યારેય પાછી નહીં આવે અને નવી મમ્મીએ તેની માની જગ્યા આ ઘર માં લઈ લીધી છે ધીમેધીમે કાવ્યા તેની નવી મમ્મીને નફરત કરવા લાગી અને આમને આમ સમય વીતતો ચાલ્યો ગયો.
સુમનના આટલા પ્રેમ અને કાળજીને પણ કાવ્યા હમેશા શંકાની નજરે જોતી. કાવ્યાએ ક્યારેય સુમન પોતાની મા માની નહતી. તે હમેશા તેને નવી મા જ સમજતી. નવી મા જે ક્યારેય સગી માની જગ્યા ના લઈ શકે અને જે ક્યારેય અપર સંતાનને પોતાના ના સમજે એવી માન્યતા કાવ્યાના મન પર સવાર થઈ ગઈ હતી.
તમને ગમશે: વિવાદાસ્પદ સંજય દત્ત ની આત્મકથા આવતાની સાથેજ વિવાદમાં ઢસડાઈ
આમ ને પંદર વર્ષ જેટલો સમય વીતી ગયો અને હવે થોડા દિવસોમાં કાવ્યાના લગ્ન થવાના હતા. કાવ્યા લગ્ન માટે CONGRATULATON! સાત વર્ષ પછી કાવ્યાના લગ્નમાં આવેલી કુસુમે કહ્યું. “સારું કર્યું તું આવી ગઈ કુસુમ. જો તું ના આવી હોત ને તો હું તારી સાથે વાત જ ના કરત. મમ્મી !આમ આવો,આ છે કુસુમ મારી સ્કુલની ફ્રેન્ડ. મે તમને વાત કરી હતી ને?” કાવ્યાએ તેની મમ્મી એટલે કે સુમન સાથે કુસુમની ઓળખાણ કરાવતા કહ્યું.
“કેમ છે?બેટા.સારું કર્યું તું આવી ગઈ. કાવ્યા તારી જ રાહ જોતી હતી. તું ન આવી હોત ને તો એનો મુડ ખરાબ થઈ જાત જે મને બિલકુલ ના ગમત. ચાલો તમે વાતો કરો. મારે અત્યારે ખુબ જ કામ છે. કાવ્યા, બેટા કઈ જોઈતું તો નથી ને?”
“ના મમ્મી.અને તમે જમ્યા કે નહીં? પહેલા જમી લેજો હો?”
“હા બેટા, જરૂર.” સુમનબેને જતા જતા કહ્યું.
“કાવ્યા. આ તારા નવા મમ્મી છે ને! તું તો તેમણે જરાય પસંદ કરતી ના હતી. તો પછી! અચાનક,મતલબ કેવી રીતે તું તેમને આ રીતે મમ્મી માનવા લાગી.” કુસુમના ચહેરા પર આશ્ચર્ય હતું.
“હા કુસુમ આ એ જ સ્ત્રી છે જેને હું નવી મા કહીને ધિક્કારતી હતી અને ક્યારેય તેને મારી મા માનતી નહતી પણ એને હમેશા મને દીકરી જ માની છે. તને ખબર છે ત્રણ વર્ષ પહેલા જયારે રાહુલ અને મારું બ્રેકઅપ થયું હતું ત્યારે હું સાવ જ ભાંગી ગઈ હતી. અરે મેં તો આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ મારી નવી માએ જ મને બચાવી હતી. અને આ વાત તેને બધાથી છુપાવી છે. ત્યાર પછી દરેક તબક્કે જયારે મને માની જરૂર હતી ત્યારે તે મારી સાથે હતી અને સૌથી મોટી વાત જે મને હજુ થોડા મહિના પેહલા જ ખબર પડી કે તેણે માત્ર મારા કારણે જ તેના ખુદ ના સંતાનને જન્મ નથી આપ્યો. એને એમ હતું કે કદાચ જો તેનું ખુદનું સંતાન આવે અને તે મારી સાથે અન્યાય કરી બેસે તો?? માત્ર આ વાત ને કારણે જ આજે હું એક જ તેમનું એક માત્ર સંતાન છું. અને તને ખબર છે કુસુમ? જયારે તે પહેલીવાર મને મળી હતી ત્યારે તેને કહ્યું હતું કે તેને મારી મમ્મી એ મોકલી છે મારી સંભાળ રાખવા.. હવે મને વિશ્વાસ થઇ ગયો છે કે મારી મા એ જ મારી નવી મા ને મારી સંભાળ લેવા મોકલી છે.” કાવ્યાની આંખમાં આંસુ હતા.
“કાવ્યા. બેટા તે ખાધું? મને ખબર જ હતી કે તે નહીં ખાધું હોય એટલે જ જો હું તારા માટે ખાવાનું લાવી છુ.પેલા ખાઈ લે પછી વાત કર.” સુમનબેને રૂમમાં આવતાની સાથેજ કહ્યું.
“હા મારી મા, જેવી તમારી ઈચ્છા..અને પપ્પા ક્યાં છે પેલી કંકોત્રીમાં મમ્મી નું નામ સુધારી ને સુમનબેન કરાવ્યું કે નહીં?” કાવ્યાએ પૂછ્યું
“પણ બેટા!”
“ના, મમ્મી.. એમાં મમ્મી તરીકે નામ તો મારી મા એટલેકે સુમનબેનનું જ આવશે. મારી મમ્મી સુમન બેન નું. “સુમનબેન દેસાઈની દીકરી કાવ્યા..”
આ વાક્ય સંભાળતા જ સુમનબેનની આંખો ખુશીથી ભીની થઈ ગઈ.
eછાપું
Nice story
Wag Khub saras
Keep it up
Like Te raho
Nice one beta good and hartley store