Infinity War અને Thanos ની બબાલ: કોણ બચાવશે બ્રહ્માડ ને હવે?

0
435
Photo Courtesy: sideshowtoy.com

જો છેલ્લા બે દિવસ માં તમે એકેય વાર Infinity War ભૂલ ભૂલ થી જોઈ કાઢ્યું હોય ને હવે જીવડાં ને ક્યાંય ચેન ના પડતો હોય તો થોડીક પંચાત કરવા અને હૈયે હરપત પાવા માટે તમે સારી જગ્યાએ આવ્યા છો!

ખાસ નોંધ: Avengers: Infinity War ના સ્પોઈલર્સનો ઢગલો આગળ છે વાહન સાંભળી ને ચલાવવું! મુવી ના જોયું હોય તો અત્યારથી જ વાંચન રોકી દેવું! લાગે વાગે લોહી ની ધાર આપણા પર નામ નહિ!

Photo Courtesy: sideshowtoy.com

10 વર્ષથી મેડ ટાઇટન એટલે કે થાનોસ આ ક્ષણ ની રાહ જોતો હતો એ સૌ કોઈ માર્વેલ પ્રેમી જાણે છે અને ખરેખર 10 વર્ષ ની મેહનત રંગ લાવી! રૂસ્સો બ્રથર્સ ના નેતૃત્વ હેઠળ અને માની ના શકાય એટલા સુપર હીરો ને હિરોઈન વચ્ચે બનેલી આ મુવી ઓફ ઘી ડેકેડ ને કોઈ અભાગ્યો જ ચુકી શકે! થાનોસે પોતાનું નામ ખરેખર જોકર અને વોલ્ડેમોર્ટ જેવી કક્ષામાં લાવી જ દીધું! હંધાય તિલસ્મી પાણા લૂંટી લીધા અને ભુકા બોલાવી નાંખ્યા!!

Infinity War માં છેલ્લે છેલ્લે તો અડધા એવેંજર્સ રાખ થઇ ગયા. ગ્રૂટ જેવા ભોળા વૃક્ષને પણ થાનોસના જાદુ એ ના મુક્યો! બહુ દુઃખ થયું ગ્રૂટને રાખ માં ફેરવાતા જોઈ ને! પણ એ બધું હતું શું? અને Infinity War બાદ હવે ફક્ત ‘core avangers’ જ કેમ બચ્યાં? ડોક્ટર સ્ટ્રેંજ એ કેમ સમયનું મણિ આપી દીધું ટોની સ્ટાર્ક ને બચાવવા? શું દાક્તર ભૂતકાળમાં જે ભવિષ્યમાં જઈ ને લીલા રચી હતી તેવી કરવા માંગે છે? ટોની સ્ટાર્કને પ્રોજેક્ટ આર્સેનલ ના ઉદ્ભવ માટે બચાવવામાં આવ્યો? થાનોસ પણ થોરના હથોડાથી કોઈ મૃત્યુ બાદ ની દુનિયામાં પહોંચી ગયો પણ ત્યાં ગમોરા શું કરે છે? આત્મા મણિ શું દરેક મરેલી આત્માઓ ને સાચવી રાખે છે? તો તો હંધાય એવેંજર્સ પાછા આવી શકે ને? કપ્તાને જયારે થાનોસનો હાથ પકડ્યો ત્યારે કેવી રીતે તે રોકી શક્યો? ટ્રેલરમાં હલ્ક તો ટોનીના સુઈટ વિના જ લડતો હોય છે? કંઈક સમય અને આ તાંત્રિક પાણાવ હારે ડખા તો છે જ.. અત્યારે તો બધી થેયોરી નબળી સાબિત પડી છે કારણ કે આફ્ટર ક્રેડિટ્સના સીને દર્શાવી દીધી જે છે કદાચ ‘કેપ્ટન માર્વેલ’ ની એન્ટ્રી!

કૅપ્ટન માર્વેલ

કેપ્ટન માર્વેલ એટલે કે કેરોલ ડેન્વર્સ નો રોલ બ્રી લારસન કરવાની છે અને હવે લગભગ નક્કી જ થઇ ગયું છે કે Infinity War બાદ થાનોસનો હવાલો કેપ્ટન માર્વેલ જ સંભાળશે. ભલે એકલું એનાથી ભેગું થવાનું નથી પણ બધાની મદદથી થાનોસને કદાચ હરાવી શકે! હજી એન્ટ મેન અને હોકઆય પણ આવ્યા નથી? જોકે ઈ બે થી કઈ ભેગું ન થાય પણ તોય એન્ટ મેન નેનો પાર્ટિકલ બદલી શકે અને અલ્ટરનેટ ડાયમેન્ટશનમાં જઈ શકે એટલી તાકાત ધરાવે છે. કદાચ થાનોસની શક્તિથી મરેલા અને પુરાયેલા આત્માઓ ‘આત્મા મણિ’ માં હોય જેવી રીતે ગમોરા હતી અથવા મણિ ની અંદર જઈ ટાઈમ ટ્રાવેલ કરવું હોય તો એન્ટ મેન જ કામમાં આવે એમ છે અત્યારે તો!

કેપ્ટન માર્વેલ પાસે સાતમી ઇન્દ્રિય ની તાકાત છે અને કોમિક માં ગેલેકટસ જેવા ધુરંધરની ઓળખાણ પણ ખરી, એક ફોન કરે એટલે ગેલેકટસ હાજર. ખેર, ગેલેકટસને સિનેમા ના પડદે આવતા તો હજી વાર લાગશે પણ આ તો એક વાત છે. મોદી સાહેબને જેમ પુતિનની ઓળખાણ છે તેવી જ કેપિટન ને આવા બાહુબલીઓ ઓળખે છે એમ, ભલે કામમાં કોઈ આવે નહીં પણ તોય! જોકે કેરોલને ફ્યુરીએ તો પેજર જેવા સાધનથી સંદેશ મોકલ્યો હતો એટલે 1990 બાદ કેરોલ, ફ્યુરીના સંપર્ક માં હશે નહીં એવું બની શકે!

તમને ગમશે: એ 5 એક્ટીવીટીઝ જે તમને તમારા બાળક સાથે બીઝી રાખશે

અમુક થિયરી એમ પણ માને છે કે લોકી કદાચ પાછો આવી ને કંઈક બબાલ કરશે! આમ તો લોકી મરે એવો છે નહીં! હું એક વખત એવું માની લઉં કે પ્રેમમાં દગો મળે નહીં પણ લોકી આટલો સરળતાથી મરે એ હું ક્યારેય ના માની શકું! નક્કી નહીં, લોકી કાપવામાં માસ્ટર છે કદાચ થાનોસ નો હાથ કાપી નાખે પાછળથી આવીને?

DC કોમીકે જેમ સુપર મેન ને જીવતો કરાવવા માટે જસ્ટિસ લીગ બનાવી નાખ્યું એવી જ રીતે કેપ્ટન માર્વેલને લાવવા માર્વલ બે મુવી બનાવી નાખે કારણ કે બંને પાસે આમ જોવા જાવ તો સામ્ય શક્તિઓ છે. અને માર્ચ 2019 માં લગભગ ઓફિશ્યિલ કેપ્ટન માર્વેલ નું મુવી તો આવવાનું જ છે.

ખેર, લાંબી ચર્ચાઓ થી કઈ થવાનું નથી, છેલ્લે તો ઠાકર કરે ઈ ઠીક! તમને કઈ થિયરી સાચી લાગે છે? કમેન્ટ માં કહો! બાકી શેર કરજો હો! ‘કોડ રેડ’ નો અલર્ટ સે યાર 🙁

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here