મહારથીઓને પછાડીને બહુ જલ્દીથી આપણું RuPay કાર્ડ્સ No.2 થશે

0
305
Photo Courtesy: insightssuccess.com

નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે RuPay કાર્ડનું સંચાલન કરે છે એના CEO દિલીપ અસ્બેના કહેવા અનુસાર ટુંક સમયમાં જ RuPay કાર્ડ્સ ભારતીય બજારમાં No.2 નું સ્થાન મેળવી લેશે. હાલ Visa અને Master Card સ્થાનિક બજારમાં છેલ્લા ત્રણ દશકાથી બજારમાં મોનોપોલી ધરાવે છે. અત્રે એ નોંધપાત્ર છે કે ઉપરોક્ત બંને વિદેશી કંપનીઓ છે જ્યારે RuPay એ ભારતીય પ્રોડક્ટ છે.

Photo Courtesy: insightssuccess.com

UPI એટલેકે યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એ બે બેંક ખાતા વચ્ચે સ્માર્ટ ફોન દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા છે જે RuPay ના ડેબીટ કાર્ડ અથવા ક્રેડિટકાર્ડ દ્વારા શક્ય બને છે, આજે RuPay કાર્ડ્સ કુલ કાર્ડ્સ ની સંખ્યામાં No. 1 છે અને ટુંક સમયમાં એ વોલ્યુમ અને વેલ્યુના આધારે  No. 2 પર આવી જશે એમ દિલીપ અસ્બે નું કહેવું છે.

તમને ગમશે: વિવિધ પીણાં – આકરા ઉનાળામાં આત્માને પરમ શાંતિ આપતું અમૃત

દિલીપ અસ્બે એ પણ જણાવે છે કે આશરે 30 દેશોએ આપણી આ દેશી UPI પેમેન્ટ સુવિધા શું છે અને એમના દેશમાં તેઓ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે તે ટેક્નોલોજી જાણવા માટે તેમનો સમ્પર્ક સાધ્યો છે.

સરકારે દરેક જનધન યોજના હેઠળ ખોલાતા દરેક બેંક ખાતાધારકને RuPay કાર્ડ આપવાનું ફરમાન કર્યું છે. જનધન યોજના 2014માં અમલમાં આવી અને એથી પણ RuPay કાર્ડ્સનો વપરાશ વધ્યો છે અને હવે સમગ્ર દેશમાં કાર્ડ દ્વારા ચુકવણી એ રોકડા ને બદલે ચુકવણીમાં વધુને વધુ સ્વીકૃત બાબત થઇ રહી છે

દિલીપ અસ્બેના કહેવાનુસાર આજે BHIM UPI  પ્લેટફોર્મ આધાર સાથે જોડાયેલી એવી ટેકનોલોજી છે જેનું પશ્ચિમના દેશો આપણા જેવા પૂર્વના દેશનું અનુસરણ કરવા તત્પર છે આમ આપણો દેશ કેશલેસ નાણાકીય વ્યવહારોની ટેકનોલોજીમાં મોખરે છે.

અફકોર્સ પહેલાં અમે ભારતીય ગ્રાહકોને આમારી સેવા સારી રીતે આપીએ એ અમારી પ્રાયોરીટી છે અને અમારો ટાર્ગેટ આશરે 400-500 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડવાનો છે અને ત્યારબાદ અમે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાનું વિચારશું એમ શ્રી દિલીપ અસ્બે એ ઉમેર્યું હતું.

અગાઉ eછાપુંમાં જ જણાવ્યું હતું કે ભારતીય બેન્કોનું ભવિષ્ય ઉજળું છે જ એવામાં આ નવા સમાચાર તેની પુષ્ટિ કરે છે. હવે જયારે RuPay કાર્ડની ડીમાંડ આંતરરાષ્ટ્રીય બજારમાં આટલી હોય કે લગભગ 30 દેશોએ નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સમ્પર્ક સાધ્યો હોય ત્યારે કંપની એ રાહ જોયા વગર વિદેશી ગ્રાહકોની સેવા માટે અન્ય એક સબસીડીયરી કંપની સ્થાપી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પ્રવેશ કરી અન્ય દેશોમાં આપણી આ ટેકનોલોજી નો પ્રસાર કરવો જોઈએ એમ અમારું માનવું છે.

ભારતની બે નાણાકીય ટેક્નોલોજીઓ RuPay કાર્ડ અને BHIM UPI આટલી બધી સફળ થઇ છે કે એક ટેક્નોલોજી વિદેશી માંધાતાઓને હંફાવી રહી છે અને બીજીની માંગ વિદેશી બજારમાં ઉભી થઇ છે એ જાણીને કોઇપણ ભારતીયનું માથું ગર્વથી ઉંચું થઇ જશે એમાં કોઈજ શંકા ન હોઈ શકે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here