IPL 2018 માં પહેલા ક્યારેય ન જોવા મળ્યું હોય એવું કશુંક બનવાનું છે

0
295
Photo Courtesy: harishgade.com

Indian Premier League 2018 એટલેકે IPL 2018 માં આ વખતે એક નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ તેને કોઈ ખાસ કારણોસર ઓછું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ નવી વ્યવસ્થા છે mid season transfer window ની. IPL 2018ની આ નવી વ્યવસ્થા ખરેખર શું છે એ જાણીએ તે પહેલા ખુદ mid season transfer window એટલે શું એ જાણી લઈએ?

Photo Courtesy: harishgade.com

Mid Seson Transfer Window એટલે શું?

દર વર્ષની જેમ આ વર્ષે પણ IPL Auction માં ખેલાડીઓ વેંચાયા અને ખરીદાયા. પરંતુ કદાચ એવું બને કે કોઈ ફ્રેન્ચાઈઝીને એવું લાગે કે અમુક ખેલાડીને બદલે તમુક ખેલાડીને જો ખરીદ્યો હોત તો મજા પડી જાત. તો આ IPL 2018 mid season transfer windowનો તે લાભ લઇને અત્યારસુધીમાં ઓછું સારું રમેલા ખેલાડીને અન્ય ટીમને વેંચી દઈને કોઈ બીજો ખેલાડી ખરીદી શકે છે. આ પ્રકારે સમગ્ર વિશ્વની સ્પોર્ટ્સ લીગમાં ખેલાડીઓની આપ-લે થતી હોય છે. જો કે English Premier League અને અન્ય યુરોપિયન ફૂટબોલ લીગ ટીમો વચ્ચે એકબીજા વચ્ચે ખેલાડીઓને લોન પર આપવાની પ્રથા વધુ લોકપ્રિય છે.

IPL 2018 માં Mid Season Transfer Window કેવી રીતે કાર્ય કરશે

IPL 2018 થી આ નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ વ્યવસ્થા અનુસાર કોઇપણ ટીમ પોતાની 7 મી મેચ રમી ચૂકી હોય અથવાતો IPL 2018 ની 28મી મેચ રમાઈ જાય ત્યારબાદ mid season transfer window ખોલવામાં આવે છે. આ વિન્ડો ઓપન થયા બાદ જે ટીમને પોતાનો કોઇપણ ખેલાડી અન્ય ટીમના કોઈ ખેલાડી સાથે અદલબદલ કરવો હોય તો કરી શકે છે કે પછી તેને ટીમમાંથી પડતો મૂકી શકે છે. શરત માત્ર એક જ છે કે એ ખેલાડીએ IPL 2018 માં બે અથવા તેનાથી ઓછી મેચ રમી હોય. આ ઉપરાંત uncapped  ખેલાડીઓને પણ આ transfer window દ્વારા અદલબદલ કરી શકાય છે.

તમને ગમશે: સ્વસ્થ દાંત તમારા હ્રદયને પણ સ્વસ્થ રાખે છે; અમદાવાદના ડોક્ટરોએ સાબિત કર્યું

આવી જ રીતે કોઈ ટીમને એવું લાગતું હોય કે ફલાણો ખેલાડી જે અત્યારે અન્ય ટીમમાંથી રમી રહ્યો છે તે પોતાની ટીમમાંથી રમે તો તેનું બેલેન્સ સુધરી શકે તેમ છે તો તે આ transfer window માં એ ખેલાડીને ખરીદવાની ઓફર મૂકી શકે છે. ઓછામાં ઓછી બે મેચ રમવા વાળો નિયમ અહીં પણ લાગુ પડે છે.

શું IPL 2018 Mid Season Transfer Window ઓપન થઇ ચુકી છે?

બિલકુલ! નિયમ અનુસાર IPL 2018 ની 28મી મેચ ગત રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ ચૂકી છે અને આથી IPL 2018 mid season transfer window પણ હવે ઓપન થઇ ગઈ છે જે આવનારા 12 દિવસ સુધી ખુલ્લી રહેશે.

આ લખાય છે ત્યાંસુધી IPL 2018 ની એક પણ ટીમે આ નવી સુવિધાનો લાભ લીધો હોવાના સમાચાર મળ્યા નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here