લ્યો રજનીકાંત પણ જ્યારે ગણિતથી ગભરાય છે ત્યારે આપણો કોઈ વાંક ખરો?

0
369
Photo Courtesy: indianexpress.com

મિત્રો, અત્યંત ખેદ સાથે જણાવવાનું કે fryday ફ્રાયમ્સના આજના આપણા મહેમાન અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત થાઈ શકે તેમ નથી. તો આ સપ્તાહનો એપિસોડ શક્ય નહીં બની શકે…. હું આપને પડેલી તકલીફ માટે દિલગીર છું.. અરે આ કોણ આવી રહ્યું છે ? મને વિશ્વાસ નથી થતો રજનીકાંત on the floor of  fryday fryums ?

Photo Courtesy: indianexpress.com

પંકજ પંડ્યા : વેલકમ રજની સર…

રજનીકાંત :  આભાર….

પંકજ પંડ્યા :  ખરેખર વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે સાક્ષાત રજની સર મારી સમક્ષ ઉપસ્થિત છે….

રજની : મને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું ફ્રાયડે ફ્રાયમ્સમાં તમારી સાથે છું..

પંકજ પંડ્યા : જોક ઓફ ધ સેન્ચ્યુરી….. હાહાહા….

રજનીકાંત : સારું… મને એક ડીશ ફ્રાયમ્સ આપી દો એટલે વહેતો થાઉં…

પંકજ પંડ્યા : સર… તમને કોણે કહ્યું કે અહિયાં ફ્રાયમ્સ મળે છે ?

રજની :  કહેવાનું કોણ હતું ?  આ તો હું બ્રહ્માંડની સફરે નિકળ્યો છું અને ચેન્નાઈથી ટેક ઑફ કરી પાંચમી સેકન્ડે અહીં અમદાવાદ ઉપરથી પસાર થતો હતો અને ફ્રાયડે ફ્રાયમ્સના બેનર પર નજર પડી… ખાવાનું મન થઈ ગયું એટલે લેન્ડિંગ કર્યું….

પંકજ પંડ્યા : સર.. એક્ચ્યુઅલી ફ્રાયડે ફ્રાયમ્સ એક ચૅટ શો છે…  હું આજના સેલિબ્રિટી ગેસ્ટની રાહ જોતો હતો.. એમનો હમણાં જ ફૉન આવ્યો કે અનિવાર્ય સંજોગોને કારણે તેઓ નહીં આવી શકે….

રજનીકાંત :  ક્યાંક એ કમલ તો.. એનીવેઝ હું આવી ગયો છું ને !!!! હું જ તમારો આજનો મહેમાન…

પંકજ પંડ્યા : ઓહ રિયલી….. થેન્ક યુ વેરી મેચ સર…

રજની : It’s ok….  Start….

પંકજ પંડ્યા : sure…. સૌ પ્રથમ  તમારા બાળપણની વાતથી શરૂ કરીએ…..  મેં ક્યાંક વાંચ્યું છે કે તમે નાનપણમાં ખૂબ studious ( ભાણેશરી) હતા..

રજનીકાંત :  હું બાળપણમાં studious હતો…. અને હવે studios સાથે નાતો  છે..

પંકજ પંડ્યા : studious ના સ્ટેટ્સનું શું થયું ?

રજની : કન્ફ્યુઝનના લીધે છૂટી ગયું.

પંકજ  પંડ્યા : કેવું કન્ફ્યુઝન ?

રજનીકાંત : જેમ કે   ગણિતમાં ભણવામાં વજનના એકમો વિશે આવતું….  ગ્રામ,કિલોગ્રામ, કવિન્ટલ, ટન વગેરે વગેરે….

પંકજ પંડ્યા : હા …. તો ?

રજની :  ભાષાઓમાં ગ્રામર આવતું… એ છેક સુધી ગ્રામર જ રહ્યું…. કિલોગ્રામર પણ ના થયું….  આવું તે વળી ચાલતું હશે ?

પંકજ પંડ્યા : હાહાહાહા…..  એક્ટિંગમાં આટલું બધું મજબૂત સ્થાન બનાવવાની પ્રેરણા કેવી રીતે મળી ?

રજનીકાંત :  મારા પપ્પા સામાન્ય constable હતા અને એ હંમેશા મને  જીવનમાં એમના કરતાં વધુ સફળ થવા પ્રેરણા આપેલી… એટલે મેં pro-stable થવાનું પસંદ કરેલું.. અને હું મારી પસંગીની એક્ટિંગ લાઈનમાં pro-stable થયો…

પંકજ પંડ્યા :  શુ એ સાચું છે કે તમારી સફળતાની ક્રેડીટ તમારા પ્રેરણા સ્ત્રોત અમીટ-આભ એટલેકે અમિતાભ બચ્ચનને આપો છો  જે તમને આભની ઊંચાઈઓ આંબવા પ્રેરે છે?

રજની :  બિલકુલ…..  હું એમનો ખૂબ મોટો ફેન છું…. વાસ્તવમાં એમની ફિલ્મોની રિમેકમાં કામ કરીને જ હું તમિલ ફિલ્મોમાં સ્થાન બનાવી શક્યો છું. મારું સદભાગ્ય છે કે મારી પહેલી હિન્દી ફિલ્મમાં મને એમની સાથે સહ કલાકાર તરીકે કામ કરવાનો મોકો મળેલો.

પંકજ પંડ્યા :  જો હું ના ભૂલતો હોઉં તો એ ફિલ્મ અંધા કાનૂન હતી…. બરાબર ને?

રજનીકાંત : હા…  અને अँधा का noon ની અપાર સફળતા પછી હું બોલિવૂડમાં बहेरे की मॉर्निंग અને  गूँगे की इवनिंग બનાવવાનાં સપનાં જોવા લાગેલો….

પંકજ પંડ્યા : હાહાહાહાહાહા……. હાહાહાહાહાહા……. હાહાહાહાહાહા…….

રજની :  નેક્સટ કવેશ્ચન પ્લીઝ….

પંકજ પંડ્યા :  Is there anything that Rajani can’t ?

રજનીકાંત :  reel લાઈફમાં ગમેં તે હોય real લાઈફમાં તો હું પણ એટલું જ કરી શકું જેટલું તમે કે બીજું કોઈ….

પંકજ પંડ્યા :  reel અને real માં મુખ્યત્વે શો ભેદ છે?

રજનીકાંત : બંને માં e અને a નો ફેર છે… e in reel  stands for expectations of viewers/fans while a in real stands for actual scenario..

.

પંકજ પંડ્યા :  વાહ…. ખૂબ ખૂબ આભાર.. અરે રજની સર ક્યાં ગયા? મને હજી થેન્ક્સ તો કહેવા દો!

રજની: થાનોસ પાસે સરેન્ડર કરાવી રહ્યો છું, little bit busy, may be next time..seeya

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: યુવાનોને ખોરાકમાં ઓછું મીઠું ઉપયોગમાં લેવાની સલાહ ડોક્ટરો આપી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here