ઉનાળો ચરમસીમા પકડી રહ્યો છે અને તેનો Food Poisoning સાથેનો સંબંધ સદીઓ જુનો છે. આ ઉનાળામાં આસારામ બાપુ છૂટે કે ના છૂટે પણ ગરમીમાં લોકો ને પસીના જરૂર છૂટી રહ્યા છે. બપોરે રોડ રસ્તા સુમ સામ ને ક્યાંક બુકાનીધારી, સમર કોટ ને હાથમોજા સાથે એકટીવા પર રેમ્પવોક કરતી સમર સુંદરીઓ નજરે પડી જાય છે. ભીના કપડા સુખા જાતા હૈ અને છૂટો લોટ ફેંકી ખમણ બનાવવાના મેસેજોનો મારો ચાલુ થઇ ગયો છે. ફાફડા ગાંઠિયાના યુદ્ધો બરફના ગોલા સુધી અટકી ગયા છે. ટોઇલેટમાંથી પાઈપથી પાણી ભરતા લીંબુ સીકંજી વાળાના ફોટા ડીલીટ કરવાની લીમીટ આવી ગઈ છે…

ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે ભેજવાળું વાતાવરણ ઉમેરાય એટલે બેક્ટેરિયા વગેરેને જાણે ફૂલવા ફાલવાની લોટરી લાગી જાય છે. 2-3 ડીગ્રી તાપમાન વધવાની સાથે 50% સુધી બેક્ટેરિયાનો ગ્રોથ વધી જાય છે. 5 મિનીટથી 40 મિનીટમાં તે બે ગણા થઇ શકે છે. આ વિવિધ બેક્ટેરિયા વગેરેથી Food Poisoning થાય છે. વિરુદ્ધ આહાર, બગડેલું, વાસી, ઝેરી તત્વો કે વાસણોના સંપર્કથી ખોરાક Food Poisoning શકે છે. ખોરાક ઉગાડવો, કાપવો, સાફસફાઈ, સાચવણી, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટથી લઇ રસોઈ બનાવવા સુધી કોઈ પણ તબક્કે ચેપ લાગવાથી આરોગ્ય સામે જોખમ ઉભું થઇ જાય છે.
માંસ, માછલી, ઠંડા પીણા, ફ્રોઝન પદાર્થો, ડેરીના ખોરાક, તૈયાર જ્યુસ, લારી પર વેચાતા પદાર્થો-સરબતથી Food Poisoning નું જોખમ વધી જાય છે. જેનો ચેપ દુષિત ખોરાક અથવા દુષિત પાણી દ્વારા ફેલાય છે આપની આસપાર ગંદકી વધારે હોય અથવા ઘર નો ખુલો ખોરાક ખાવા થી પણ ફેલાઈ છે. જયારે દુષિત પાણી કે ખોરાક દ્વારા ચેપ આપણા આંતરડામાં પહોચે ત્યારે તે આંતરડામાં ચેપ લગાડે છે અને આંતરડામાં સોજો આવે છે અને આંતરડાની સામાન્ય પાચન ક્રિયા મંદ પડી જાય છે. આંતરડાની ક્રિયા વધારી ઝાડા ઉલટી કરે છે અને શરીરનું પાણી ચૂસી તેનો નિકાલ કરે છે. ખોરાકનું પાચન કે શોષણ થવા દેતું નથી.
Food Poisoning માં પેટમાં દુઃખાવો થવો, ઝાડા ઉલટી, ચક્કર, ઉબકા આવવા, ઝીણો તાવ રહેવો, અશક્તિ લાગવી, માથું દુઃખવું વગેરે સામાન્ય લક્ષણો છે. જો ઝાડા ઉલટી 2-3 દિવસ થી વધુ રહે, 101 ડીગ્રીથી વધુ તાવ હોય, બોલવામાં – જોવામાં તકલીફ પડવા લાગે, પેશાબ ન ઉતરે અને જો ઉતરે તો લોહી સાથે ઉતરે, મો સુકાય અને ડીહાઈડ્રેશનના અન્ય લક્ષણો જોવા મળે તો તે ઘાતક અને હોસ્પિટલમાં દાખલ કરવા યોગ્ય બની જાય છે.
સ્પ્રાઉટસમાં બેક્ટેરિયા ને વિકસવા માટે યોગ્ય વાતાવરણ ખાસ મળે છે. સાલ્મોનેલા, લીસ્ટેરિયા, ઈ.કોલાઇ વગેરે સલાડ, સેન્ડવિચ, બર્ગર, હોટડોગમાં આરામથી વિકસી શકે છે. આથી ફળગાવેલા ખોરાક બને તો ટાળવા. જયારે અમુક શાકભાજી કે ફળોમાં કેટલાક જંતુઓ કે તેના ઈંડા હોય છે જે આંતરડામાં જઈ પરોપજીવી તરીકે વર્ષો સુધી જીવી શકે છે. એક ફેક વિડીઓમાં આંતરડામાંથી મેગી કાઢતા બતાવે છે તે હકીકતમાં એક જાતનાં પરોપજીવી છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે. બાળકો, વૃધ્ધો અને પ્રેગનેન્ટ સ્ત્રીઓમાં આનો ચેપ જીવલેણ સાબિત થઇ શકે છે. પ્રેગનેન્ટ સ્ત્રીઓમાં બાળક ને ખોડખાંપણ, વહેલી પ્રસુતિથી લઇ બાળકનું મૃત્યુ સુદ્ધાં થઇ શકે છે. કોઈ રોગમાંથી તુરંત સાજા થયા હોય એવા લોકો, ઓટો ઈમ્યુન ડીસીઝથી પીડાતા લોકો, ડાયાબીટીસના રોગીઓ અને કેન્સરના કેમોથેરાપી લેતા રોગીઓમાં આ ચેપ જીવલેણ સાબિત થઇ શકે.
Food Poisoning થી બચવા શું કરવું???
- સ્પોર્ટ્સ ડ્રીંક્સ/ORS : જેમાં ઇલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ વધારે હોય તેવા પીણા પીવા. ઓરલ રીહાઈડ્રેશન સોલ્ટ (Oral Rehydration Salt) એટલે કે ઝાડા-ઉલ્ટીની સારવારમાં શરીરમાં પાણી અને ક્ષાર ખાલી થઈ જતુ અટકાવતો પાવડર. આ સામાન્ય જણાતા પાવડરની શોધ અને તેના ઉપયોગને લગભગ ત્રીસ વર્ષ થશે. વિશ્વમાં જો કોઈ દવા થકી દર્દીના પ્રાણ બચાવવાનું અંકગણિત માંડવામાં આવેતો ORS. નો પ્રથમ નંબર બિનહરીફ રીતે જાહેર થાય..! આ પાવડરના પ્રયોગે ઝાડા ઉલ્ટીથી થતો મૃત્યુદર ખાસ કરીને ઘટાડી દીધો છે. સાદુ પાણી, નાળિયેર પાણી, ઓસામણ, પાતળી છાસ, લીંબુ પાણી, દૂધ કે તાજા ફળોનો રસ (ઉપરથી ખાંડ નાખ્યા સિવાય) આપી શકાય. આ સિવાય ઘરનો બનાવેલો તાજો અને હળવો ખોરાક પણ અપાય.
- ચા કોફી : ઉત્તેજક પીણાં હોવાથી બંધ કરવા
- બાફેલા મગ, મગનું પાણી કે ખુબ ઉકાળી બાફેલા શાકભાજીના સૂપ આપવા.
- ડેરી પ્રોડક્ટ્સ, ક્રીમ વાળી કેક-પેસ્ટ્રી, પેશ્ચ્યુરાઈઝેશન વગરના દૂધ-ચીઝ કુકીઝ વાળા આઈસ્ક્રીમ વગેરે ખાસ બંધ કરવા.
- તેલ-ઘી વાળા ખોરાક, વધુ ખાંડ-ચાસણીવાળા પદાર્થો, ફ્રાય કરેલા નાસ્તા ઓછા કરવા.
- હાથ ધોઈ ચોખ્ખા કરવા, છરી ચપ્પા, વાસણો સારી રીતે ધોવા પછી જેના પર શાક વગેરે કાપવાનું હોય તે બોર્ડ કે પ્લેટફોર્મ ધોવું પછી જ કાપવા.
- કાચી કેરી બાફી તેમાં જીરું, મીઠું ઉમેરી બનાવેલ સરબત ખાસ લેવો આવુંજ સરબત આમલીના પલ્પનું પણ બનાવી શકાય.
- ડુંગળી અને કેરીનું કચુમ્બર લેવું.
- તરબૂચમાં નાઈટ્રેટનું પ્રમાણ હાલ વધુ જોવા મળે છે ઉપરથી સેકરીનના ઇન્જેક્શન લગાવતા હોવાથી તરબૂચ ખાવાથી પણ ઝાડા ઉલટી થયાના કેસ જોવા મળે છે.
- જીરું મરીવાળી તાજી મોળી છાશ પીવી.
- કાકડીનો રસ પીવો.
- ખોરાકમાં છાશ, લીંબુ, કેરીનું કચુમ્બર લેવાથી ખોરાક એસીડીક બને છે અને તેમાં બેક્ટેરિયાને વિકસવાના વિકલ્પ નહીવત થઇ જાય છે.
આ ઉનાળે આટલું જાળવશો તો ક્યારેય Food Poisoning માં સપડાશો નહિ.
eછાપું
તમને ગમશે: મોર્નિંગ વોક કરતા પાર્કમાં વિશ્વયુદ્ધનું થયું એલાન
Very informative
My plesure mam… Vanchta raho… Commentata raho…
Awesome saheb
Ji sir..
juna articles pn jojo