Home એટસેટ્રા Mother’s Day Special: આપણી મમ્મીઓ ખરેખર મહાન છે નહીં?

Mother’s Day Special: આપણી મમ્મીઓ ખરેખર મહાન છે નહીં?

0
177
Photo Courtesy: bdjournal365.com

મધર્સ ડે આવે એટલે મમ્મીઓ ના ગુણગાન ગાવાનું ચાલુ થાય. જો કે માત્ર મમ્મી જ નહીં, કોઈ પણ સ્પેશીયલ ડે આવે એટલે આપણે એ વ્યક્તિ વિષે એટલું કહીએ કે તે વ્યક્તિને આપણી વાતો પચાવવી પણ અઘરી પડે. એ મનોમન જ વિચારે કે “આલે લે હું આટલો બધો મહાન છું એ તો આજે જ ખબર પડી.” મધર્સ ડેમાં પણ એવું જ થશે આપણે આપણી મમ્મીઓ ના મહાનતાના ગુણો ગાઈશું. મમ્મીઓ ના નામ પર કેક કટિંગ, ગીફ્ટસ, ઇવેન્ટ અને બીજું ઘણું બધું. બિચારી મમ્મીઓ આ એક દિવસનો તમાશો જોયા રાખે અને વિચારે કે આખા વર્ષ દરમિયાન તેના કેટલાય તમાશા બન્યા અને કદાચ આ તેનો જ બદલો હશે. તો ચાલો એક સામાન્ય અને નવી-નવી મમ્મીની સંવેદનશીલ કથા સાંભળીયે.

Photo Courtesy: bdjournal365.com

હેલ્લો. મારું નામ કોમલ. સામાન્ય રીતે મને મારો દીકરો કોમલ મમ્મા કહીને બોલાવે છે. ઘણી વાર તો એવું થાય કે આને બીજી કેટલી મમ્મા હશે તો મને “કોમલ” મમ્મા કહીને બોલાવે છે! ખેર,મારા દીકરાના આવ્યા પહેલા હું ખરેખર “કોમલ” હતી અને હવે દરરોજ મારામાં “કઠોર”ની માત્રામાં વધારો થતો જાય છે. બાય ગોડ, ડીલીવરી પહેલા શું ફિગર હતું મારું?? મારા એક લટકા પર લોકો મરી પડતા અને હવે એક લટકા પર કેટલાય લોકોને હું ઘાયલ કરી શકું છું. 28નું જીન્સ તો છોડો 34ના જીન્સમાં પણ મારે આકરી મહેનત કરવી પડે છે.

ચાલો, ફિગરને છોડો યાર. કંગના રનૌતની ભાષામાં કહું તો “જંડ હો ગઈ હૈ મેરી ઝીંદગી”!! મારો દીકરો મને એક મિનીટ શ્વાસ નથી લેવા દેતો. નાનો હતો તો સારું હતું એક જગ્યાએ બેસી રહેતો. હવે તો હું જ્યાં કામ પતાવીને આવું ત્યાં કૈક બગાડીને આવે. આખા દિવસમાં મને 5 મિનીટમાં નવરાશ નથી મળતી.

મોબાઈલની તો વાત જ જવા દો. કેમકે હવે મારો પ્રિય દીકરો મારા મોબાઈલને તેનો જ મોબાઈલ ગણાવે છે. આઈ મીન યાર, હવે મારું પોતાનું કઈ રહ્યું છે કે નહીં?? મને બે મીનીટ પણ મારો મોબાઈલ મળતો નથી. આખો દિવસ YouTubeમાં બાળગીતો લોડ કરી કરીને મારું મગજ લોડ લઇ લે છે. વળી, મોબાઈલ ન હોય તો મારે આખો દિવસ “જમ્પિંગ ઓન ધ બેડ” ગાવાનું અને એ ભાઈ મારા જ બેડમાં આ ગીત પર કુદકા મારે રાખે. મોબાઈલમાંથી શીખીને દરેક વસ્તુનું ઈમ્પ્લીમેન્ટ ન કરે એ બાકીના ટાઈમમાં જોવાનું. આ ઉપરાંત કોઈ કારણોસર જીયો ન ચાલે તો મોબાઈલના છુટ્ટા ઘા કરવામાં આવે એ વધારામાં!

તમને ગમશે: અટકી અટકીને ડાયેટિંગ કરવાથી કેવી રીતે વજન ઉતરી શકે?

જો હું ક્યારેય પણ મારા ઘરમાં મારા દીકરાને તેની ગેન્ગ સાથે અથવા તો કોઈ બીજાને ભરોસે મુકીને ગઈ હોઉ તો એ મને એક પણ વાર યાદ ન કરે અને આખા ઘરનો સત્યાનાશ થઇ ગયો હોય. દરેક વસ્તુએ તેનું મૂળ સ્થાન છોડી દીધું હોય, અમુક વસ્તુઓનો તો બસ અગ્નિસંસ્કાર જ બાકી હોય, રીમોટના સેલ તેની દરેક ગાડીમાં લગાવી દેવામાં આવ્યા હોય, ક્લેમાં પાણી નાખી દીધું હોય, રસોડાના મોટા ભાગના વાસણો હોલમાં આવી ગયા હોય અને પોતે બાથટબમાં રમતો હોય. આથી મેં બહાર જવાનું જ ઓછું કરી નાખ્યું છે અને જો તેને સાથે લઈને જાઉં તો તો એ મારી ઈજ્જતના ફાલુદા કરી નાખે.

દિવસ તો છોડો રાત્રે પણ મારે એક સતર્ક ચોકીદારની જેમ જાગવાનું. આખી રાત તેની સેવામાં જ જાય અને તેના પિતા શ્રી નસકોરા બોલાવતા હોય. મને ઘણી વખત તો એમ થાય કે મને મારા દીકરા જેવી નહિ પણ મારા પતિ જેવી ઊંઘ આવવી જોઈએ.

આવી બધી વાતો સાંભળીને કદાચ તમને થાય કે, જોયું આ મોર્ડન મમ્મી! પણ ના એવું નથી હું પણ મારા દીકરાને પ્રેમ કરું જ છું, જ્યારે તે શાંત હોય, કચકચ ન કરતો હોય, જિદ્દ ન કરતો હોય અથવા તો સુતો હોય. પણ કમનસીબે આવું આખા દિવસમાં 1% જ થતું હોય છે.

જોયુંને? કોમલ મમ્મીનું suffering? આપણે આપણા બાળપણમાં આપણી મમ્મીઓ ને ઓછી હેરાન તો નહીં જ કરી હોય રાઈટ? તો આવનારા Mother’s Day પહેલા અને પછી પણ આપણને દરરોજ એકવાર આપણી મમ્મીઓ ને એટલું તો પૂછી જ શકીએ કે, “કેમ છે તું? કેવો રહ્યો તારો આજનો દિવસ?”

eછાપું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!