Avengers infinity war નો સુપર વિલન Thanos આખા બ્રહ્માંડમાં આમથી તેમ ફરે છે અને બધી જ જગ્યાએથી સ્ટોન ભેગા કરે છે. જે સ્ટોનનાં કારણે એ વધારે ને વધારે તાકાત વાળો થતો જાય છે પણ આટલો તાકાતવાળો હોવા છતાં, બધા સુપર હીરો એનાથી ડરતા હોવા છતાં, થાનોસ જેવો સુપર વિલન પણ ભારત ઉપર આક્રમણ કરવાની વાત વિચારતો નથી. તો આવો સુપર વિલન ભારત ઉપર આક્રમણ કેમ નહી કરતો હોય ???

થાનોસ જો ભૂલથી ભારત કોઈ પથ્થર શોધવા આવે તો અહીની પથરીનાં ઓપરેશન કરવાવાળી હોસ્પિટલનાં લોકો થાનોસને ઘેરી વળે અને થાનોસને પથરાથી છુટકારો અપાવી દે. બીજું થાનોસનાં હાથમાં આટલા બધા પથરાની વીટીઓ જોઈ ને ઘણા લોકો એને નજર સુરક્ષા કવચ અને ફલાણું લોકેટ વગેરે વગેરે વેચીને પાયમાલ કરી નાખે. થાનોસ ભારતનાં રેલ્વે સ્ટેશન ઉપર ઉતરે તો ભારતનાં કેટલાક વેપારીઓ એના હાથ ઉપરનાં સ્ટોન જોઈ એને શની અને ચંદ્રનાં નંગ પણ વેચી શકે છે. થાનોસને એવું પણ સમજાવી શકે છે કે તેને શનીની સાડાસાતી છે અને એણે હજુ એક મણી પહેરવો જોઈએ .
થાનોસ ભલે બધા સુપર હીરોને પહોચી વળતો હોય પણ પૃથ્વી ગ્રહ પર રહેલા ભારત દેશમાં રહેલા સૌથી મોટા રહસ્યને આજે પણ થાનોસ ભેદી શક્યો નથી કે ગંગાધર જ શક્તિમાન છે અને શક્તિમાન આગળ થાનોસનું કઈ ચાલે એવું નથી. કેમકે જ્યારે તમરાજ કિલવિશ શક્તિમાન આગળ નહતો ચાલી શક્યો તો થાનોસ નામનો સુપર વિલન જે ફક્ત અંગુઠી વેચવા વાળો વધારે દેખાય છે એ ક્યાંથી ચાલી શકશે? અને બીજા સુપર હીરોમાં અભિષેક બચ્ચન જે દ્રોણા તરીકે સુપરહીરો રહી ચુક્યો છે. રિતિક રોશન ક્રિશ અને તેનાથી પણ મોટો સુપર હીરો જી-વન જે એનું આખું મુવી પણ જોવાની ક્ષમતા થાનોસ ધરાવતો નથી એ થાનોસ ભારતનાં આ લોકલ સુપર હીરોઝથી ડરીને ભારત આવવાની ભૂલ કરવા માંગતો નથી.
તમને ગમશે: ગર્ભાવસ્થા દરમ્યાન ખાસ મદદરૂપ થાય તેવી સોનેરી સલાહો
થાનોસને ખરેખર ભારત આવવું છે પણ તે ભારતનાં સુપરહીરોથી ઘણો ગભરાય છે. થાનોસને ભારતમાં બે સ્ટોન પણ મળે એવા છે. એક તો સલમાન ખાનના હાથના લોકેટમાં ભૂરા કલરનો સ્ટોન છે તે અને બીજો સ્ટોન છે ‘નાગમણી’ જે અનુપમ ખેર અને અમરીશ પૂરી જેવા વિલન પણ મેળવી શક્યા નથી. આજની તારીખમાં પણ ટીવી પર એટલી બધી નાગિન સિરિયલો આવે છે કે થાનોસકાકા કન્ફયુઝ થઇ જશે કે અસલી નાગમણી છે ક્યાં? બિલકુલ એવી જ રીતે, જેવી રીતે અમરીશ પૂરી અને અનુપમ ખેર પણ આજદિન સુધી આ અંગે માહિતી મેળવી શક્યા નથી .
થાનોસ ભારત ઉપર આક્રમણ કરવા એક વાર આવ્યો પણ હતો પરંતુ તેણે ભારતભરમાં થઇ રહેલા ઓપો અને વિવો હોર્ડિગ્સ નાં આક્રમણ થી આ વિચાર માંડી વાળ્યો. આટલુંજ નહીં ભારતનાં ભાઈચારાએ પણ થાનોસ નું હ્રદય પરિવર્તન કરી દીધું હતું કારણકે થાનોસ જ્યાં પણ જાય ત્યાં લોકો થાનોસ સામે આંખ આગળ બે આંગળી કરીને થાનોસભાઈ બોલો જુબાં કેસરી કહેતા હતા આવો ભાઈચારો એને બીજા કોઈ દેશમાં જોવા મળેલો નહતો.
થાનોસ રાજકોટમાં બે વ્યક્તિ વચ્ચે ઉભો હોય તો લોકો થાનોસ ની સાથે લડવા ની જગ્યાએ માવો ઘસી ને પોતે માવો ખાતા પહેલા થાનોસને ધરતા હતા કે બે દાણા માવો લેશો ? આવી મહેમાનગતી થાનોસને બ્રહ્માંડ માં ક્યાય મળી નહતી આ બધું જોઈ ને થાનોસ એ ભારત ઉપર નું આક્રમણ કરવાનું માંડી વાળ્યું છે.
અજ્ઞાન ગંગા
સ્ત્રી ૧ : આ થાનોસ આટલો હાઈટ બોડીવાળો અને આટલા બધા ગ્રહો જીતીને પ્રોપર્ટીવાળો છે તોય એને કોઈ છોકરી કેમ આપતું નહીં હોય?
સ્ત્રી ૨ : અરે થાનોસની કુંડળીમાં જ દોષ હશે જો ને કેટલા ગ્રહનાં નંગ હાથ ઉપર પહેરવા પડે છે.
લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.
eછાપું
મને ગળા સુધી વિશ્વાસ હતો કે આમાં ઓપ્પો વિવો અને જુબા કેસરી તો હશેજ
વિશ્વાસ પર ખરા ઉતરવું જ પડે – કુમાર વિશ્વાસ
tame flying jatt ne bhuli gaya? e pan to super hero j hato ne?
હા મોટો સુપર હથોડો હીરો ભુલાઈ ગયો ક્ષમાયાચના
hahahahahah..
superb bro..
very funny…
આભાર
એકવાર ભલે થાનોસ ભારતમાં આવે…કાશ્મીર માં થી બધા પથ્થર ઉંચેલીને લાઇ જાય… પછી પથ્થરબાજો વાહે વધશે શુ..? લખોટા…!!