ખબરદાર! આ મેસેજ ઓપન કરશો તો તમારું WhatsApp crash થઇ જશે

1
429
Photo Courtesy: androidpit.com

સોશિયલ મિડીયાના જેટલા ફાયદા છે તેટલુંજ કદાચ નુકસાન પણ છે. WhatsApp પણ એક આશિર્વાદરૂપ મેસેન્જર સર્વિસ છે જે તમારા મેસેજ તો તમારા સંપર્કને મોકલી આપે છે પરંતુ સાથેસાથે તમને અઢળક મનોરંજન પણ પૂરું પાડે છે. પરંતુ જેમ બને છે તેમ હવે છેલ્લા ઘણા સમયથી WhatsApp સેવાનો પણ દુરુપયોગ શરુ થઇ ગયો છે.

Photo Courtesy: androidpit.com

Fake News ફેલાવવા કે પછી અફવાઓને હવા દેવી આ બધું WhatsApp પર સામાન્ય બની ગયું છે પરંતુ હવે એવા મેસેજીઝ પણ ફેલાવવામાં આવે છે જેનાથી ખુદ તમારી WhatsApp એપ અને તમારો સ્માર્ટફોન તકલીફમાં આવી જાય. આ એવા મેસેજ છે જે તમારી એપ crash કરી દે અથવાતો તમારો મોંઘો ફોન બગાડી નાખે. આવો જ એક મેસેજ હાલમાં WhatsApp પર ફરી રહ્યો છે જે તમારી WhatsApp એપ ક્રેશ કરી નાખે.

Photo Courtesy: deccanchronicle.com

ઉપર દેખાડવામાં આવેલા સ્ક્રિનશોટ અનુસાર આવો એક મેસેજ WhatsApp પર ફરી રહ્યો છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો તમે આ black point ને ટચ કરશો તો તમારું WhatsApp હેંગ થઇ જશે! હવે આ એવા મેસેજીઝ છે જે બે પ્રકારની અસર ઉભી કરી શકે એમ છે. ડાહ્યો માણસ આ પ્રકારના મેસેજીઝ પાછળની બદમાશી સમજીને તેને તરતજ ડિલીટ કરી દે. પણ ઘણીવાર આપણી નવી વસ્તુ જાણવાની ઉત્કંઠા એટલી બધી હોય છે કે આપણે ખુદ વિચારીએ કે જો આપણે આ black pointને ટચ કરીએ તો શું ખરેખર આપણું WhatsApp હેંગ થઇ જાય છે કે નહીં એ જોઈએતો ખરા?

બસ, આ જ બાબતનો લાભ આ પ્રકારના મેસેજ મોકલનારાઓ લેવા માંગે છે. એકવાર તમે માત્ર આવા મેસેજની ખરાઈ ચેક કરવાની કોશિશ કરો કે પત્યું! અહીં જે વાત થઇ રહી છે એ મેસેજ માત્ર WhatsApp crash કરી દેશે. રાહતની વાત એ છે કે આ મેસેજ WhatsApp એપ હેંગ કર્યા સિવાય તમારા ફોનમાં કોઈજ ભયજનક તકલીફ ઉભી નહીં કરે. પરંતુ એવા ઝેરના પારખાં કરવાની પણ શી જરૂર છે?

અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ પ્રકારનો મેસેજ હાલમાં માત્ર WhatsApp Android પર જ તકલીફ ઉભી કરી રહ્યો છે. હજી સુધી એવા એક પણ સમાચાર નથી આવ્યા કે આ જ મેસેજ iOS પર પણ આવુંજ પરિણામ લાવે છે. જો કે iOS યુઝર્સે પણ બહુ હરખાવાની જરૂર નથી કારણકે ફેબ્રુઆરી મહિનામાં આ જ પ્રકારે એક bug આવ્યો હતો જેમાં એક તેલુગુ શબ્દ જો WhatsApp માં મોકલવામાં આવે તો તેની iOS એપ હેંગ થઇ જતી હતી.

ટૂંકમાં એટલુંજ કહેવાનું કે આવી રીતે ધ્યાન આકર્ષિત કરતા કોઇપણ મેસેજ કે લીંક પર ટેપ કરતા કે ક્લિક કરતા બે વખત વિચારવું, પછી ભલેને તે વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા પણ કેમ ન મોકલવામાં આવી હોય.

eછાપું

તમને ગમશે: ઉનાળામાં ગરમ થયેલા આત્માને તૃપ્ત કરીને ઠંડક આપતા આઈસ્ક્રીમ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here