Happy Mother’s Day Special … મારા વ્હાલા પપ્પા….

0
368
Photo Courtesy: womensweb.in

Mother’s Day પર બહુ લખાયું. Father’s Day પર પણ લખાતું જ હશે. એમાં પણ મમ્મીઓ માટે સોફ્ટ કોર્નર વધારે એટલે પાના ભરી ભરીને લખાતું હોય છે. પપ્પા વિશેનાં લખાણમાં, તેમના તરફથી પુરી કરવામાં આવતી આર્થિક અને સામાજિક જવાબદારીઓ મોખરે હોય છે. પણ ઘણાં “ઓછાં” એવા સંજોગોમાં, જ્યારે એક પપ્પાને “મા” ની ગરજ સારવાની જરૂર પડે છે, ત્યારે તે પપ્પાની માટે આ એક ચેલેન્જથી વિશેષ છે.

Photo Courtesy: womensweb.in

એક્દમ સ્વાભાવિક રીતે વિચારીએ, તો આપણે પપ્પાની કદર કરવા માટે, તેમણે કુટુંબનો આર્થિક વિકાસ કરવા માટે જેટલાં વર્ષો ખર્ચ્યા હોય છે, તેની ગણતરી પહેલાં કરવામાં આવે છે. પછી આવે સામાજિક જવાબદારી, જેમાં બાળકોને આપેલું શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવે છે. બાકી બધો જ ફાળો “મમ્મી” નો જ હોય છે, તેવું માની લેવામાં આવે છે કારણ કે, તે મોટે ભાગે બાળકો સાથે વધુ સમય વિતાવે છે.

પણ, કોઈ પણ સંજોગો વસાત, મમ્મી સાથે રહી ન શકતાં અથવા તો મમ્મીનાં અસ્તિત્વ વગર જીવતાં બાળકો માટે ઘણીવાર “પપ્પાઓ” જ “મમ્મી” ની ગરજ સારે છે. આજે તે પપ્પાઓને “Mother’s Day” ના વધામણાં આપવા જ રહ્યાં.

કહેવાય છે ને કે “જનની ની જોડ સખી નહીં જડે રે લોલ”. પણ, ઘણાં બાળકોને પૂછશું તો કહેશે, અમારાં પપ્પાજ અમારી મમ્મી છે. જેમ કે, નોકરીએ જતી મમ્મી જો વહેલી જતી હોય તો બાળકોને સ્કૂલ માટે તૈયાર કરતાં પપ્પા, મમ્મી ઑફિસથી મોડી આવે તો ઑફિસથી સાંજે ઘેર આવીને બાળકોને હોમવર્ક કરાવતાં પપ્પા, બાળકો કોઈ એકસ્ટ્રા એક્ટિવિટી કરતાં હોય, તો તેની તકેદારી રાખતાં પપ્પાઓ, પ્રસંગોમાં મમ્મી આગળ પડતો ભાગ લેતી હોય ત્યારે બાળકોને જમાડી દેતાં પપ્પા, દીકરીઓને માથું ઓળી દેતાં પપ્પા, મમ્મી કામમાં વ્યસ્ત હોય તો બાળકો સાથે રમતાં પપ્પા, અને…….. મમ્મીની સાથે રહેવાનું નસીબ પ્રાપ્ત નથી થયું, તેવાં બાળકોની આજીવન “મા” બનીને રહેતાં પપ્પાઓને પણ “Mother’s Day” ની સલામી આપવી જ જોઈએ.

માનું છું કે માં એ માં. સહનશક્તિ અને ઉદારતાનું શ્રેષ્ઠ માપદંડ એટલે “મા”. પણ પપ્પાઓ આપણા જીવનનો એક એવો ભાગ છે, જે માં ની જેમ જ પોતાનું અસ્તિત્વ બાજુ પર મૂકી, પોણા ભાગનું જીવન પરિવારને સમર્પિત કરી દે છે. પોતાની બાળપણ પછીની જીંદગી, કુટુંબનો આર્થિક વિકાસ કરવામાં પસાર કરતાં પપ્પાઓ જ્યારે રિટાયર્ડ લાઇફ શરૂ થતાં જરાક “નવરા” પડે એટલે એક “મા” ની જેમ જ પોતાનાં “સંસાર” માં ડૂબેલા બાળકોની ચિંતા કરે છે. એવાં બાળકોને પણ હું જાણું છું, જેમણે “માં” શબ્દ ફક્ત સાંભળ્યો હશે. આ પરિસ્થિતિમાં એક પુરુષ તરીકે, માતા અને પપ્પા, બંનેની ફરજ ખૂબ સાહસથી બજાવતાં એ કર્તવ્યનિષ્ઠ “પપ્પા”, મમ્મી પાસે કે મમ્મી સાથે ન હોવાની ફરિયાદ કરવાનો મોકો આપતાં નથી. અને એટલે જ આવાં મક્કમ હૃદયવાળા પપ્પાઓને શત શત વંદન!!!

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: લઘુકથા: સવિતા અને સરિતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here