ફરી એક વાર આપ સૌનું સ્વાગત છે…. આપના મનપસંદ શો fryday ફ્રાયમ્સમાં…. હા… મમતાનું વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે……. આપણી સાથે ઉપસ્થિત છે… none other than mother of bollywood નિરુપા રોય.

પંકજ પંડ્યા : નમસ્કાર…ખૂબ ખૂબ સ્વાગત છે આપનું નિરૂપાજી…
નિરુપા રોય : આભાર…. આ તમે મને નિરૂપાજી કહીને સંબોધી એટલે મને લાગ્યું કે મારું જેન્ડર ચેન્જ થાઈ ગયું કે શું ?
પંકજ પંડ્યા : એમ કેમ ?
નિરો : જેવી રીતે તમે નવજોત સિદ્ધુને સિદ્ધુપાજી કહો છો એમ…
પંકજ પંડ્યા : ઓહ સોરી… મારો મતલબ એવો નહોતો….
નિરુપા રોય : હાહાહાહાહાહા… મને શું ખબર નથી કે તમારો આ શો હાસ્ય પર આધારિત છે ? અને તમારે જ અમારી ખેંચવાની એમ ? અમને કોઈ હક નહીં ?
પંકજ પંડ્યા :ઓહ…. અરે તમને પૂરે પૂરો હક છે… પણ અત્યારે Mother’s day week ચાલી રહ્યું છે અને તમે બોલીવુડમાં માતા તરીકે પ્રેરણાત્મક કાર્ય કર્યું છે એટલે તો તમને સ્વર્ગમાંથી ખાસ નોંતરવામાં આવ્યાં છે…
નિરો: ફરી એક વાર આભાર… પણ આ મધર્સ ડે ને ફાધર્સ ડે આ બધું શું છે ? અમારા વખતમાં તો આવું કશું નહોતું…
પંકજ પંડ્યા : હવે જમાનો બદલાયો છે….
નિરુપા રોય : પણ મને તો ઉધારનો લાગે છે…
પંકજ પંડ્યા : omg…. મધર્સ ડે કે પછી ફાધર્સ ડેની વાત કરું તો પહેલાં લોકો પોતાનાં માતા પિતા જોડે જ રહેતા અને એમનું પૂરું ધ્યાન રાખતા… હવે લોકો પ્રોફેશનલ બની ગયા છે….
નિરો : ઓ કે… એટલે કે મધર્સ ડે ના દિવસે માતાને યાદ કરવાની અને બાકીના દિવસોમાં જ્યાં મધ મળે ત્યાં જ રસ લેવાનો… એમ જ ને?
પંકજ પંડ્યા : હા એમ જ…. આજે મારું કામ તમે કરી રહ્યા હોવ એવું લાગે છે…
નિરુપા રોય : મને લાગ્યું કે તું ફની મૂડમાં નથી એટલે તારું કામ હું કરી રહી છું…
પંકજ પંડ્યા : હા… ક્યારેક એવું લાગે કે જાણે આપણે મૂળમાં પણ નહીં અને શાખામાં પણ નહીં એવી કોઈ જગ્યાએ હોઈએ…
નિરો : શાખની ચિંતા ના કરીએ તો કંઈ જોવા પણું ના રહે…
પંકજ પંડ્યા : સાચી વાત… આજની ફિલ્મો અને તમારા વખતની ફિલ્મોમાં મુખ્ય ભેદ શું લાગે છે ?
નિરુપા રોય : આસમાન જમીનનો.. બધું જ બદલાઈ ગયું છે… આટ આટલાં મોટાં બજેટ હોવા છતાં આજની હિરોઈનો એક ફિલ્મમાં સો વાર કપડાં બદલશે પણ એક પણ વખત પૂરાં કપડાં નહીં પહેરે… જ્યારે અમારા વખતમાં આખી ફિલ્મ એક જોડ કપડાંમાં પતી જાય પણ શરીર નખશીખ ઢંકાયેલું હોય…
પંકજ પંડ્યા : હા એ ખરું….
નિરો : એમાં ય રસપ્રદ વાત એ છે કે મારું નામ knee-રૂપા હોવા છતાંય મેં કદી ઢીંચણ ઉઘાડાં નથી કર્યાં…
પંકજ પંડ્યા : પણ તમને ય જમાનાની અસર લાગી ગઈ છે…. નહીં તો આ રસપ્રદ નહીં ગૌરવ પ્રદ વાત હોત તમારા માટે….
નિરુપા રોય : ઓહ… મારો સૌથી પ્રિય ફિલ્મી બેટો અમિતાભ શું કરે છે આજ કાલ ?
પંકજ પંડ્યા : હજું પણ નોટ આઉટ છે… પોતાની પ્રિય ફિલ્મી મમ્મી નિરૂપાની યાદમાં એક ફિલ્મમાં પા નો રોલ કરેલો… બલ્કે ફિલ્મનું નામ જ પા રાખેલું….
નિરો: વાહ… બહું ઊંચે જશે મારો દીકરો…
પંકજ પંડ્યા : હજુ કેટલે ?
નિરુપા રોય : હા.. એ પણ ખરું…. તમારી એકાદ વાંકી ચૂકી કવિતા થવા દોને ?
પંકજ પંડ્યા : મા તે મા….. બીજા બધા વન વગડાના વા હોય…
ભલે જગ હસે દીકરા પર… મા છાનું છપનું રોય
ફિલ્મી માતાઓમાં અવ્વલ રહેશે નિરુપા રોય…
નિરો: ઉફ્ફ…..
પંકજ પંડ્યા : અમને તો આવું જ આવડે…. તમારું ચાર્ટર્ડ પ્લેન આવવાનો સમય થઈ ગયો છે… જતાં જતાં કોઈ સંદેશ આપવા ઈચ્છશો ?
નિરુપા રોય : તમે કોઈ પણ ક્ષેત્રમાં હોવ…. તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો…. સર્વોત્તમ…. I mean to say… serve-ottam…
પંકજ પંડ્યા : વાહ…. જામ્યું….. happy mothers’ day in advance…
નિરો: thank you….. bye….
પંકજ પંડ્યા : bye…
(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)
eછાપું
તમને ગમશે: તમારી ચાલવાની સ્ટાઈલ એટલે તમારી તબિયતની હાલતીચાલતી જાહેરાત (હેલ્થ)