Google I/O 2018માંથી એક સામાન્ય Android યુઝરને શું મળ્યું?

0
318
Photo Courtesy: hindustantimes.com

Google હોય કે Apple બંને દરવર્ષે ૩ દિવસના શંભુમેળાનું આયોજન કરી આવનારા વર્ષમાં તેમની યોજનાઓ વિષે અઢળક Developers સાથે ચર્ચા કરતા હોય છે. નવા વર્ષે આવનાર Technology વિશેની વાતો થતી હોય છે. આ વર્ષે પણ 8 થી 10 May 2018 દરમ્યાન અમેરિકાના કેલિફોર્નિયામાં Google Input/Output એટલેકે Google I/O નું આયોજન થયું હતું. આજે આપણે Googleની આ જ Event વિષે ચર્ચા કરશું.

Photo Courtesy: hindustantimes.com

ગુગલ ઇવેન્ટમાં સૌથી પહેલા જે વાત થઇ એ Googleના Longtime Project Driverless Car વિષે થઇ હતી. WayMo જે Google Alphabates ની Co Company છે તેઓ છેલ્લા ઘણા સમયથી Driverless Car પર કામ કરી રહ્યા છે. USA માં અમુક trials પણ થઇ ચુકી છે જેમાં ક્યારેક સફતા તો ક્યારેક નિષ્ફળતા હાથ લાગી છે. જોકે ગુગલ આ Project માટે આશાવાદી છે અને ભવિષ્યમાં Driverless Car project સફળ થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.

Google Photos/Lens  વિષે વાત કરીએ તો તેને હવે વધુ Accurate કરવામાં આવ્યું છે અને હવે મહત્તમ ફોન્સ પર તે કામ કરી શકે છે. Google Lensની ખૂબી એ છે કે તેના દ્વારા તમે કોઈ પણ Photo અથવા તો Book નો Photo લઇ અને તેના વિષેની ખુબ જ મહત્વની જાણકારી તરત જ પ્રાપ્ત કરી શકો છો. ગુગલ લેન્સને એટલું improve કરવામાં આવ્યું છે કે હવે તમે કોઈનું Visiting કાર્ડ અથવા તો Book નો કોઈ Para પણ Scan કરી શકો છો અને તેને કોપી કરી શકો છો અથવા તો તેનો મતલબ જાણી શકો છો. ગુગલ લેન્સ દ્વારા હવે તમને Visual Positioning System નો લાભ પણ મળશે એટલે આજુબાજુની વસ્તુઓ ને એનલાઈઝ કરી તેના વિષે તમને માહિતી આપતું રહેશે.

Google Maps ને પણ થોડું બદલવામાં આવ્યું છે હવે તમે વારંવાર જે જગ્યાઓની મુલાકાત લેતા હશો ત્યાં વિષેની માહિતી તમને સમયાંતરે મળતી રહેશે. તમે તે સ્થળ પાસે પહોંચશો કે તે સાથે જ નજીકની Hotels અથવા તો ફરવાલાયક સ્થળ વિષે પણ તમને માહિતી મળી જશે.

Google OS Android P

Googleની નવી Operating System Android P નું Beta Version લોન્ચ કરી દેવાયું છે. Google Pixel Phone પર તમને આ Operating System મળી જશે. અત્યારે માત્ર Beta Version Launch કરવામાં આવ્યું હોઈ, શક્ય છે તેમાં ઘણી બધી errors હોય એટલે જો તમે Android Developer હોવ તો જ આ Beta OS ડાઉનલોડ કરવી. Android P માં તમને Wind Down નો Option મળે છે જે તમે રાત્રે સુવાના સમયે ચાલુ કરશો એટલે તમારો ફોન Gray Scale પર જતો રહેશે અને Battery Discharge ની જે જૂની તકલીફ છે તે મહદંશે દૂર થઇ જશે. આ સિવાય Android Security ને પણ વધુ મજબૂત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Android P ની અન્ય ખૂબીઓ અને ખાસિયતો વિષે તેના Official Release પછી વધુ વાત કરવાની મજ્જા આવશે.

Google Assistant

Googleની સમગ્ર ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ હતું Google Assistant. છેલ્લા ઘણા સમયથી ગુગલ પણ એક Smart Assistant પર કામ કરી રહ્યું છે અને ધીમે ધીમે તેને વિશેષ બનાવતું જાય છે. નવી અપડેટમાં તેને એટલું smart બનાવવામાં આવ્યું છે કે તે તમારા ભૂતકાળના વપરાશ પરથી નક્કી કરી શકશે કે કેટલા વાગ્યે તમે કઈ Application નો ઉપયોગ કરશો તથા તે Application માં જઈ અને તમે શું કરશો. આ સિવાય Assistant હવે તમારા માટે કોઈને SMS અથવા તો Whatsapp Message પણ કરી આપશે અને જો હા તમે કહેશો તો તમારા માટે કોઈને Phone કરી આપવો અથવા તો Food Order પણ કરી આપશે, જોકે હા તમારે તેના માટે તેને Ok Google! કહીને બોલાવવું પડશે 😛 જોકે ટૂંક સમયમાં આ સમસ્યા પણ દૂર થઇ જશે. હવે ગુગલ આસિસ્ટન્ટમાં તમને John Legend ના અવાજમાં જવાબ મળશે. આ સિવાય ગુગલ આસિસ્ટન્ટ તમને હવે ગુગલ મેપ્સમાં પણ મદદ કરશે.

Google Smart Display

Amazon Echo ની જેમ જ હવે Google Smart Display પણ આવશે. July 2018 થી તેનું વહેંચણ શરુ થશે અને એ અદ્દલ Amazon Echo ની જેમ જ કામ કરશે. કરીયાણાનું લિસ્ટ હોય કે મેચ નો સ્કોર અથવા તો કોઈ ફિલ્મનું ગીત સાંભળવું હોય તે માટે હવે ગુગલ સ્માર્ટ ડિસ્પ્લે કામ કરશે. અહીંયા પણ ગુગલ આસિસ્ટન્ટ તમારી મદદે હાજર જ રહેશે.

ત્રણ દિવસની આ ઇવેન્ટ માં આ સિવાય ડેવેલોપર્સને મદદ લાગી શકે એવી અઢળક ચર્ચાઓ થઇ છે પણ End Users માટે મહત્વની બાબત એ છે કે ગુગલ ધીમે ધીમે Apple ને ટક્કર આપતું થઇ રહ્યું છે. Android P હોય કે Google Assistant અથવા હવે આવનાર Google Smart Display આ ત્રણેય પ્રોડક્ટ્સ Googleને એક નવા મુકામ પર લઇ જશે એ નક્કી છે અને આવનાર વર્ષ Google માટે અત્યંત મહત્વનું બનશે તે ય નક્કી છે.

eછાપું

તમને ગમશે: ઘડિયા લગ્ન – એક લઘુકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here