થાનોસની સફરમાં પડ્યું છે Pun ક્ચર! કોઈ છે સાંધવાવાળું?

1
362
Photo Courtesy: io9.gizmodo.com

બસ હવે બહુ થયું…. નથી કરવું fryday ફ્રાયમ્સ…. કંટાળ્યો હવે તો…. આ શું ?  રોજ ઊઠીને pun બનાવો અને એ pun વળી બોક્સિંગના punch મટીને ક્રિકેટના બાઉન્સર બની જાય તો શું કામના ? શટર પાડી દેવું છે હવે તો… to the maximum … લોકો એમ જ કહેશે ને…  કે puns upon a time in India….. કંઇ વાંધો નહીં… આજે તો બધાને good bye કહી જ દેવુ છે…. અને હવે આ બધું છોડવું જ છે તો good શાનું કે bye પણ શાનું ?   leave it….. અરે આ બધું અચાનક ધ્રૂજવા કેમ લાગ્યું ? અરે કોણ છે આ કદાવર વ્યક્તિ ? કેટલો બિહામણો લાગે છે ?

Photo Courtesy: io9.gizmodo.com

થાનોસ : હું છું થાનોસ….

પંકજ પંડ્યા : થાનોસ ? એ વળી કોણ ?

થાનોસ : દુનિયાની બધી શક્તિઓનો સ્વામી….

પંકજ પંડ્યા : વ… વ…. વ…. વેલકમ થાનોસભાઈ…

થાનોસ : આભાર…..

પંકજ પંડ્યા : Than ક્યુ ?

થાનોસ : વેલકમ…

પંકજ પંડ્યા : ઓહ….. મેરા કહને ક મતલબ હૈ… Thanos કયું ? આપ કા નામ થાનોસ કયું હૈ ?

થાનોસ : બઉ હોંશિયારી માર્યા વગર માવો કાઢ માવો ….. હા મોજ હા….

પંકજ પંડ્યા : માવો ? એ વળી શું ?

થાનોસ : લે… માવો નથી ખબર ? અમારા કાઠિયાવાડમાં નાનું છોકરુય જાણે સે કે માવો એટલે હુ… કે ખાધો નથ ?

પંકજ પંડ્યા : ઓહ…. તમે પેલું તમાકું અને ચૂનો કોથળીમાં લપેટીને મસળી મસળીને ખાતા હોય છે… એના વિશે તો નથી કહેતાને ?

થાનોસ : હા એ જ…

પંકજ પંડ્યા :  તે એના વિશે તમને ક્યાંથી ખબર ? અને btw તમે ક્યાંથી કાઠિયાવાડી થઈ ગયા ?

થાનોસ : બહુ જ સિક્રેટ વાત છે બકા… મારા પપ્પા કાઠિયાવાડના થાનના વતની છે અને મારી મમ્મી ઑસ્ટ્રેલિયાની છે…. એટલે થાન અને ઓસ્ટ્રેલિયા ભેળવીને મારું નામ થાનોસ પડ્યું….

પંકજ પંડ્યા : intrsesting…

થાનોસ : તે AVANGERS – Infinity War જોઈ કે નહીં ?

પંકજ પંડ્યા : ના રે… મને દેશી કોમેડી ફિલ્મો જ ગમે… નકામી હિંસાત્મક ફિલ્મો જોવું મને પસંદ નથી

થાનોસ : તે ટ્રેલર જોયું હોત તો ફિલ્મ જોયા વગર ના રહી શકત…

પંકજ પંડ્યા : ટ્રેલર જોયા પછી તો આ ફિલ્મ નહીં જોવાના સોગંધ લીધા…

થાનોસ : કેમ ?

પંકજ પંડ્યા :કેમ શું ? તારો ચહેરો જોઈને મને એવું જ લાગ્યું કે જાણે ક્રિકેટમાંથી નવરો થઈને સ્ટીવ સ્મિથ ચહેરા પર ચરબીના થર લગાવીને ફિલ્મમાં આવી ગયો હોય….

થાનોસ : હાહાહાહા… ફની.. વેરી ફની…

પંકજ પંડ્યા : અસલી મજા fun મેં હૈ..લોગો કો મારને કે પાગલપન મેં નહીં…

થાનોસ : રહેવા દે….. તારા pun માં પણ પાગલpun છે..

પંકજ પંડ્યા : છે જ… પણ એ લોકોને મારવાનું કામ ના કરે….  સારું… અહીં કેમ આવવું પડ્યું ?

થાનોસ : શસ્ત્રો ખરીદવા…

પંકજ પંડ્યા : શસ્ત્રો ખરીદવા ? અહીં અમદાવાદમાં ?

થાનોસ : હા.. ફેસબુક પર વાંચેલું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ અમદાવાદનાં નળિયાં થકી જ જીતાશે.

પંકજ પંડ્યા : અરે એ આરોપ જ એક રીતે યુદ્ધનો ભાગ હતો અને અમારા ફાફડાને શસ્ત્ર તરીકે ઓળખાવવા એ એક રીતે ફાફડા પર છોડાયેલું શસ્ત્ર જ હતું… તારી ગેરસમજ થઈ લાગે છે…

થાનોસ : ઓહ… ફેરો ફોગટ થયો…

પંકજ પંડ્યા : ફોગટ પરથી યાદ આવ્યું.. તને તો અમારી ફોગટ સિસ્ટર્સ પણ ચપટીમાં મસળી નાખે…

થાનોસ : એ તો કોઈની તાકાત નથી…. તને ખબર છે ? ગ્રીકભાષામાં થાનોસનો મતલબ અમર થાય છે… મને કોઈ મારી ના શકે….

પંકજ પંડ્યા : જો ભાઈ…. અમારા ત્યાં એક પિક્ચર આવેલું.. અમર અકબર એન્થોની.. એમાંથી અમર હવે આ દુનિયામાં નથી અને અકબર અને એન્થોની હજુ 102 not out છે… અને ધૂમ મચાવી રહ્યા છે….

થાનોસ : ઠીક છે… ઠીક છે…

પંકજ પંડ્યા : તારામાં જે અપાર શક્તિ છે તેનો સકારાત્મક ઉપયોગ કરે તો સારું….

થાનોસ : બોલે તો ?

પંકજ પંડ્યા : કોઈ ધ્યેય સાથે મજબૂત ઈચ્છા શક્તિથી તું કોઈ કોઈ પણ કામ પાર પાડી શકે… pun પેલું કહેવાય છે ને… a will will find a way

થાનોસ : ખોટું… તદ્દન ખોટું…

પંકજ પંડ્યા : તો સાચું શુ છે ?

થાનોસ : Evil will find a way….

પંકજ પંડ્યા :  જો કે દુનિયામાં તારા જેવું વિચારવાવાળા વધી ગયા પછી તો આ જ સાચું પડી રહ્યું છે..

થાનોસ : તો પછી ?

પંકજ પંડ્યા : તું સાચા અર્થમાં will- છે..

થાનોસ : proud to be that

પંકજ પંડ્યા : મન થાય છે કે તને નાક ઉપર એવો મુક્કો મારુ કે જીવન ભર કહેતો ફરે… એક થા..નોસ.. (nose)

થાનોસ : હાહાહાહા… મારી તો જો…

પંકજ પંડ્યા : ચલ ભાગ અહીં થી….

થાનોસ : સંદેશ તો…

પંકજ પંડ્યા : નથી જોઈતો સંદેશ… ભાગ.. નહીં તો રજનીકાન્ત ને બોલાવું છું…

થાનોસ : તમારી ગાય છું… રજનીકાન્ત ને ના બોલાવતા…

પંકજ પંડ્યા : સારું…. Bye….ખબરદાર ફરીથી આ બાજુ ડોકાણો છે તો….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: જો આપણને આપણું જીવન ઉંધેથી જીવવા મળે તો? સારું નસીબ બીજું શું?

1 COMMENT

  1. હા મોજ હા……..થાનોસ ભાઈ ને થાન ના પેંડા ખાવડાવજો….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here