ગગન શક્તિ 2018: ભારત મા ને ચોમેરથી સુરક્ષિત કરવાનો મહા યુદ્ધાભ્યાસ

0
207

ગગન શક્તિ 2018 – યુદ્ધસ્ય કથા રમ્ય… આ એક સંસ્કૃત સુભાષિત છે. પણ એ રમ્ય લાગવા પાછળ કેટલા લોકો, કેટલી મહેનત, કેટલી તૈયારીઓ, કેટલો અભ્યાસ કેટલી ટેક્ટીક્સ અને કેટલી ટેકનોલોજી કાર્યરત હોય છે તેનો આપણને સહેજે અંદાજ નથી હોતો.

બીજું, જ્યારે ભારતીય સેનાની વાત આવે ત્યારે આપણું હૈયું ગૌરવથી ફુલ્યું નથી સમાતું. કારણ? એક શિસ્તબદ્ધ, વેલ ટ્રેઈન્ડ અને પ્રોફેશનલ આર્મડફોર્સીસ છે. અનેક મોરચે સફળતાના ડંકા વગાડ્યા છે. પછી એ યુદ્ધ સમય હોય કે શાંતિનો સમયગાળો હોય.

આપણી કેટલી જુની પરંપરાઓ અનુસાર ભારતીય દળો ડીફેન્સીવ યુદ્ધ અભ્યાસ માટે વધુ જાણીતા હતા. પણ તાજેતરમાં પુર્ણ થયેલ બે યુદ્ધ અભ્યાસ એ માન્યતાનો સદંતર છેદ ઉડાડવા મજબુર કરે છે અને વધુ ગૌરવની અને શૌર્યની લાગણીઓ થાય છે.

પ્રથમ વાત કરશું ગગન શક્તિ 2018 યુદ્ધ અભ્યાસની

Photo Courtesy: u4uvoice.com

એપ્રિલ 10-23 દરમ્યાન  ગગન શક્તિ નામે આપણી ઇન્ડિયન એરફોર્સનો એક એવો યુદ્ધ અભ્યાસ હતો કે જે છેલ્લા ત્રીસ વરસની સહુથી મોટા લેવલનો હતો. આર્મીની ઓપરેશન બ્રાસટેક્સ (જે રીયલ વોર સીચ્યુએશન આધારીત રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર પર હાઈએસ્ટ પર્સનલ અને વેપનરી ઇન્વોલ્વ્ડ અભ્યાસ હતો.) આ તો એના કરતાં પણ વધુ ઇન્ટેન્સ અને મોટા સ્કેલ પર. એક કરતાં વધુ મોરચે જો લડવું પડે તો? ગગન શક્તિ એક એવો અભ્યાસ હતો. પરમાણુ હુમલાની પરિસ્થિતિમાં આપણા દળો કેવી રીતે ઓછામાં ઓછું નુક્શાન થાય અને દુશ્મન દેશનો ખાતમો બોલાવી શકીએ આ એનો અભ્યાસ હતો.

ગગન શક્તિ અને તેનો સ્કેલ

  • ગગન શક્તિ અભ્યાસમાં 1100થી વધુ ફાઈટર વિમાનો, ટ્રાન્સ્પોર્ટ વિમાનો અને હેલીકોપ્ટર જોડાયેલા, 300થી વધુ ઓફીસર્સ અને 15,000થી વધુ એરમેન આમાં હતા
  • ઇન્ડિયન એરફોર્સ સાથે આર્મી અને નેવીનું પણ કોઓર્ડીનેશન. કચ્છથી કોહીમા, લડાખ અને આંદામાન નીકોબાર સહીત એરબેઈઝ ઉપયોગમાં લેવાયા.
  • ગગન શક્તિ દ્વારા પશ્ચિમમાં પાકિસ્તાન મોરચે અને ઉત્તર-પુર્વમાં ચીનના મોરચે એક સાથે મોબીલાઈઝ કરવા પડે તેનો યુદ્ધ અભ્યાસ. રાજસ્થાનમાં ફેઝ એક પુર્ણ કરી ટોટલ મશીનરી ચાઈના બોર્ડર પર મોબીલાઈઝ થઈ. સી-130, એન-22 ટ્રાન્સ્પોર્ટ એરક્રાફ્ટ સહીત અનેક વિમાનોએ રોકોર્ડ ટાઈમમાં મોબીલાઈઝેશન શક્ય બનાવ્યું.
  • ઓલ ટેરાઈન અભ્યાસ રણ પ્રદેશ, મેદાની પ્રદેશ થી શરૂ કરીને 20,000 ફીટની ઉંચાઇ, આસામમાં ચાઈના બોર્ડર આસપાસના જંગલો અને સમુદ્ર સુધી આ અભ્યાસ કાર્યરત હતો. સાથે હિન્દ મહાસાગર અને તટ વિસ્તારોની સુરક્ષા એમ મલ્ટી લોકેશન, મલ્ટી રોલ અભ્યાસ થયો. મતલબ રણ, હિમાલયની પર્વતમાળા અને સમુદ્ર વોરફેર – બ્રાહ્મોસ, હાર્પુન અને બીજા અનેક મીસાઈલનું પણ પરીક્ષણ એક સાથે. અને 24×7 દિવસ રાત એમ બન્ને સમયે તમામ પરિસ્થિતિમાં અભ્યાસ.
  • મોટા પાયે ઇવેક્યુએશન (સ્થળ ખાલી કરાવવું પડે તો?) એક્સરસાઈઝ, મેડીકલ એક્સરસાઈઝ અને સ્પેશીયલ ઓપરેશન પણ ગગન શક્તિ યુદ્ધ અભ્યાસમાં સમાવિષ્ટ હતા.
  • એક ઉદાહરણ: ભુજ એરબેઈઝથી અપર આસામમાં ચાઈના બોર્ડર સુધી સોર્ટી થઈ અને એ જ રીતે આસામ એરબેઈઝથી રાજસ્થાન મોરચે સોર્ટી થઈ (સોર્ટી એટલે હવાઈ હુમલા – જે સંપુર્ણ આર્મામેન્ટ સાથે ફુલ્લી લોડેડ હોય)

સામાન્ય અભ્યાસના દિવસો કરતાં આ કેટલું ઇન્ટેન્સ હતું એની એક જ બાબતથી ખ્યાલ આવે કે પહેલા ત્રણ દિવસમાં જ 5,000 કરતાં વધારે સોર્ટીઝ થઈ.

સંપુર્ણ સ્વદેશી તેજસ LCA – Light Combat Aircraft જે હજી 9-10 જ એરફોર્સમાં કમીશન્ડ થયા છે અને હજી ટેસ્ટીંગ મોડમાં છે (એ આડ વાત કે એરફોર્સ આ અભ્યાસ પહેલાં તેજસ માટે થોડું શંકાશીલ હતું) એ તેજસ પણ રોજના 10 સોર્ટીઝ વડે એરફોર્સને પ્રભાવિત કરી ગયું. અને ગગન શક્તિ યુદ્ધ અભ્યાસ બાદ એરફોર્સનું હવે હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ પર દબાણ આવ્યું કે જલ્દી ઓર્ડર પુરો કરો અને નવો ઓર્ડર પણ તૈયાર કરીને આપશું.

તેજસ વિશે એક વિશેષ વાત હવે પછી.

ગગન શક્તિ યુદ્ધ અભ્યાસમાં ફક્ત આર્મી અને નેવી જ સાથે હતાં એવું નથી. હિન્દુસ્તાન એરોનોટીક્સની સપોર્ટ અને સર્વિસ ટીમ પણ સતત ઓન ફીલ્ડ ઓન ફ્રન્ટ હતી. અને એરફોર્સની ટોટલ ઇન્વેન્ટરી આ અભ્યાસમાં હતી, અને મહત્વની બાબત એ રહી કે 80% થી વધુ ઇન્વેન્ટરી વોર-રેડી હતી.

ગુજરાતી મિડિયામાં તો ગગન શક્તિ યુદ્ધ અભ્યાસ અંગે માહિતિ ન મળે એ સમજી શકાય એવું છે  પણ નેશનલ મિડિયામાં પણ કવરેજ ખુબ ઓછું કરવામાં આવ્યું એ જાણીને નવાઈ લાગી. જો કે મજાની વાત એ છે કે વિશ્વના મોટાભાગના મિડીયામાં ગગન શક્તિ અભ્યાસની ઘણા મોટા પાયે નોંધ લેવાયેલી છે. ચીનનું ઓફીશીયલ મિડિયા તો એવું કહે છે કે ગગન શક્તિ એ ફક્ત અમેરીકન એરફોર્સ જ કરી શકે એ લેવલની એક્સરસાઈઝ હતી અને ચાઈના એરફોર્સ ભારતની લગતી બોર્ડર પર રેડાર સ્ટેશન દ્વારા આ અભ્યાસની જાણકારી લેતા હતા. બાય ધ વે. ડીપ્લોમેટીક કારણોસર આ અભ્યાસ કરવામાં આવવાનો છે એ પ્રકારની માહિતી પાકિસ્તાન અને ચીનને અગાઉથી આપી દેવામાં આવી હતી.

અત્યારે તો ગગન શક્તિ અભ્યાસના તમામ પાસાઓનું  ડેટા એનાલીસીસ ચાલે છે  જે ઇન્ડિયન એરફોર્સને વધુ સક્ષમ બનવા માટેના ઉપયોગી ડેટા આપશે.

જય હિંદ

eછાપું

તમને ગમશે: કાવ્યા અને તેની નવી મમ્મી – એક ગુજરાતી લઘુકથા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here