વિજય પ્રહાર 2018: “તેજી સે તૈયારી, અચૂક નિશાન ઓર દુશ્મન ઢેર.”

1
394
Photo Courtesy: thestatesman.com

વિજય પ્રહાર 2018 વિષે જાણીએ તે પહેલા 1986-87માં એક મહાત્વાકાંક્ષી યુદ્ધ અભ્યાસ યોજાયો હતો જેનું નામ હતું ‘ઓપરેશન બ્રાસટેક્સ’ તેના વિષે થોડીક માહિતી મેળવી લઈએ. તે સમયે અંદાજે છ લાખ કરતાં વધુ સૈનિકો અને સાથે ઇન્ફન્ટ્રી, એર એસોલ્ટ અને મેકેનાઈઝ્ડ ડીવિઝન એમાં પૂર્ણરૂપે સામેલ હતાં. ઓપરેશન બ્રાસટેક્સ રાજસ્થાન રાજ્યમાં પાકિસ્તાન બોર્ડરથી ફક્ત ૧૦૦ કીલોમીટર દુર જ કરવામાં આવ્યો હતો.

પરમાણુ હુમલો અને ભારતીય સેનાની પરમાણુ યુદ્ધ ક્ષમતા વિશે કરવામાં આવેલો આ પ્રથમ અભ્યાસ હતો. એનો સ્કેલ જ એવડો હતો કે દુશ્મન દેશને ભારે અજંપો અને ખોફ પહોંચાડવા માટે તે પુરતો હતો. ઓપરેશન બ્રાસ ટેક્સ વિશે ડીટેઈલમાં લેખ eછાપું પર વિગતવાર જરૂરથી રજુ કરીશું. પણ આજે જે આગળ જેનું નામ લીધું તે યુદ્ધ અભ્યાસ પર આપણે ચર્ચા કરીશું જે આ વર્ષે મે પ્રથમ અઠવાડીયામાં સફળતા પુર્વક સંપન્ન થયો અને તેનું નામ હતું વિજય પ્રહાર 2018 છે.

વિજય પ્રહાર 2018 નું સૂત્ર હતું: “તેજી સે તૈયારી, અચૂક નિશાન ઓર દુશ્મન ઢેર.”

Photo Courtesy: thestatesman.com

બે દિવસ અગાઉ આપણે ઇન્ડિયન એરફોર્સની મેસીવ વોર એક્સરસાઈઝ – ગગન શક્તિ 2018 વિષે માહિતિ જાણી હતી. આ પ્રમાણે  હાલમાં જ સુરતગઢ, રાજસ્થાન બોર્ડર પર ભારતીય સેનાના દક્ષિણ-પશ્ચિમ કમાન્ડ દ્વારા એક વિશેષ વોર એક્સરસાઈઝ વિજય પ્રહાર 2018 મે મહિનાના પ્રથમ અઠવાડીયામાં પુર્ણ થઈ.

વિજય પ્રહાર 2018 દરમ્યાન જો ઉડીને આંખે વળગે એવી કોઈ બાબત હતી તો એ હતી કે આ ડીફેન્સીવ વોર ટેક્ટીક્સ નહી, ઓફેન્સીવ વોરફેર એક્સરસાઈઝ હતી. ન કરે ને નારાયણ અને ભારતીય સેનાએ એક સમયે એક કરતાં વધુ મોરચા જો ખોલવા પડે તો ડીસેન્ટ્રલાઈઝ કમાન્ડ કન્ટ્રોલ વડે કેવી રીતે જડબાતોડ લડાઈ કરી શકાય એ ચકાસવાનો તેનો મુળ ઉદ્દેશ હતો. રીયલ ટાઈમ ઇન્ટેલીજન્સ, સર્વેયેલન્સ, અને એટેક હેલીકોપ્ટરને અગ્રીમ મોરચેથી જો લડાઈમાં ભાગ લેવાની જે અસરકારક ટેક્ટીક્સ હતી તે ચકાસવાનું તેનું મુખ્ય કાર્ય હતું. આ બધું આપણા રક્ષા દળોના બદલાતા જતા ટેમ્પરામેન્ટને દર્શાવી રહ્યું છે.

જો દુશ્મનો તરફથી પરમાણુ હુમલો થાય તે સંજોગોમાં આર્મી, એરફોર્સ કેવી રીતે તૈયારી સાથે ઓછામાં ઓછી કેઝ્યુઆલીટી સાથે જડબાતોડ જવાબ આપી શકે તેમજ જો જરૂર પડી તો દુશ્મન દેશમાં પ્રવેશ કરી એના મહત્વના મથકો અને સ્ટ્રેટેજીક સ્થાનોનો નાશ કરી ઓછામાં ઓછા સમયમાં એ વિસ્તારો પર કબજો મેળવી શકાય? આ બંને સવાલોના જવાબ વિજય પ્રહાર 2018 અંતર્ગત બ્લીઝમેન-મશીન ઇન્ટીગ્રેશન. ઇલેક્ટ્રોનીક રેડાર, અનમેન્ડ એર વેહીકલ (ડ્રોન)નો સચોટ ઉપયોગ, આર્મી એટેક હેલીકોપ્ટર કોર્પ્સ અને વોરફેર માટેના ડીજીટલ નેટવર્કનો અભ્યાસ સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોને સરળતાથી સમજવી હોય તો આર્મી કમાન્ડોસ ડીજીટલ મેપ્સ સાથે એર ડ્રોપ થયા બાદ દુશ્મન ટેરીટરીમાં કેવી રીતે અસરકારક રીતે યુદ્ધ લડી શકે તેનો આ વિશેષ અભ્યાસ હતો. આજે ટેક્નોલોજી એ યુદ્ધમાં અને શાંતિ જાળવવા માટે એક મહત્વનું પરીબળ છે. વિજય પ્રહાર 2018  યુદ્ધ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ ટેકનોલોજી અને મેનપાવરનું સફળ ઇન્ટીગ્રેશન હતો.

45 ડીગ્રી તાપમાનમાં દિવસ અને રાત 25,000 કરતાં પણ વધુ સૈનિકો, મેઈન બેટલ ટેંક્સ, બોફોર્સ સહીતની અતીઆધુનિક આર્ટીલરી, એટેક હેલીકોપ્ટર, ડ્રોન પ્લેઈન્સ અને સતત અપગ્રેડ થતી સોફ્ટવેર ટેકનોલોજી સાથેના રેડાર્સ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ વિજય પ્રહાર 2018 દરમ્યાન સતત કરવામાં આવ્યો હતો. વિજય પ્રહાર 2018 અભ્યાસને CBRN – Chemical, Biological, Radiological & Nuclear કેપેસીટીના પરીપેક્ષ્યમાં પણ લેવામાં આવ્યો હતો. વિજય પ્રહાર 2018 કોઈ પણ સંભવિત હુમલાની પરિસ્થિતિમાં આપણી સેના કેટલી તૈયાર છે તેનો તલસ્પર્શી અભ્યાસ હતો.

આ યુદ્ધ અભ્યાસમાં એરફોર્સ પણ આર્મીના દક્ષિણ-પશ્ચિમ કમાન્ડની સાથે તાલમેલ મેળવીને સાથે હતું. એટેક હેલીકોપ્ટર્સ અને અસરકારક એર-કવર નીચે કેવી રીતે ઇન્ફન્ટ્રી અને મેકેનાઈઝ્ડ ડીવીઝન ઝડપી હુમલો કરી શકે એનો પણ અહીં અભ્યાસ થયો હતો. આમાં હજારો મેઈન બેટલ ટેંક્સ (અર્જુન, T-90, T-70 સહીત અનેક અન્ય ટેંક્સ), આર્ટીલરી – (બોફોર્સ સહીત અન્ય તોપ), આર્મીના હેલીકોપ્ટર્સ, એરફોર્સના સુખોઇ, મીગ, મીરાજ અને અન્ય વિમાનોનો પણ સક્રીય ભાગ હતો. આર્મીના સ્પેશીયલ કમાન્ડોસની પણ એક ટીમ હતી જેમને આ અભ્યાસ દરમ્યાન 7,000 ફીટથી એરડ્રોપ કર્યા હતા એ સાથે બ્રાહ્મોસ અને અન્ય સરફેસ ટુ સરફેસ, સરફેસ ટુ એર મિસાઈલ પણ વિજય પ્રહાર 2018 અભ્યાસના ભાગ રૂપે હતી.

વિજય પ્રહાર 2018  અભ્યાસની એક અતી મહત્વની બાબત એ પણ હતી કે Just In Time Inventory – યુદ્ધ પરિસ્થિતિમાં લોજીસ્ટીક્સને કેવી રીતે અસરકારક રીતે મોબીલાઈઝ કરવું અને ઓછામાં ઓછા સમયમાં તમામ જરૂરીયાતની વેપનરી કે અન્ય સપોર્ટ અટકાવ વગર બોર્ડર સુધી પહોંચી શકે તેનો પણ તેમાં ડીટેઈલમાં અભ્યાસ થયો હતો.

બદનસીબે ગગન શક્તિ 2018 ની જેમ જ વિજય પ્રહાર 2018  અભ્યાસની પણ આપણા મિડીયાએ કોઇ વિશેષ નોંધ નથી લીધી.

જય હિંદ!

eછાપું

તમને ગમશે: દરેક વૃદ્ધાશ્રમ ની વાર્તા એકસરખી નથી હોતી – એક લઘુકથા

1 COMMENT

  1. સાચે જ અદ્ભૂત …સફારી ના લેખની યાદ અપાવી દીધી…સફારીના લેખોની સમકક્ષનો લેખ …અભિનંદન અને શુભેચ્છાઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here