લગ્ન મંડપમાં નવવધુની એન્ટ્રી કરવાની 7 અનોખી સ્ટાઈલ્સ

0
978
Photo Courtesy: Google

બ્રાઈડલ ડ્રેસની પસંદગી કર્યા બાદ હવે વારો આવે છે નવવધુ લગ્ન મંડપમાં કેવી રીતે એન્ટ્રી કરે છે તેનો. આપણે સામાન્ય રીતે જોયું છે કે વરરાજો ઘોડો લઈને આવે અને નાચતા-ગાતા મંડપમાં પ્રવેશ કરે અને દુલ્હન શરમાતી-શરમાતી ધીમે-ધીમે મંડપ તરફ ગતિ કરતી હોય છે. જો કે હવે ધીમે ધીમે વા બદલાઈ રહ્યો છે અને દુલ્હન પણ નાચતા-નાચતા મંડપમાં પ્રવેશ કરે એવી ઘણી બધી રીતો આપણે જોઈ લીધી છે. પણ પણ એ સિવાયના બીજા ઓપ્શન પણ હોવા જોઈએ ને?? તો આ રહ્યા….

નવવધુની લગ્ન મંડપમાં એન્ટ્રી કરવાની વિવિધ સ્ટાઈલ્સ

જો તમે એક યુવતી છો અને તમારા લગ્ન જો નજીક હોય તો તમને લગ્ન મંડપમાં નીચે આપેલી એન્ટ્રી સ્ટાઈલ્સ જરૂર ગમી જશે કારણકે તમારી એન્ટ્રીની સ્ટાઈલ આમાંથી કોઇપણ પ્રકારની હશે તેમાં છવાઈ જવાની ગેરંટી તો છે જ!!

ક્લાસી થીમ-ફૂલોની ચાદર સાથેની એન્ટ્રી

જરા વિચારો, આ ફૂલોની ચાદરની નીચે તમને તમારા ભાઈઓ લઈને આવતા હોય તો શું ફીલિંગ આવે? થોડી ખુશીની અને થોડી ગમની…..

Photo Courtesy: Google

જો કે ફૂલોના બદલે તમે ગોલ્ડન કલરી પણ વાપરી શકો છો અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક વાગતું હોય.. દિન શગના દા…અહા!

સ્વેગ સે કરેગે બ્રાઇડ કી એન્ટ્રી

Photo Courtesy: Google
Photo Courtesy: Google

થોડું ફંકી, થોડું સ્ટાયલીશ ઈચ્છતા હો તો તમે તમારી ગેન્ગ સાથે સ્કુટરમાં, ઓટો-રીક્ષામાં પણ લગ્ન મંડપમાં પ્રવેશ કરી શકો છો. આ જુઓ અથવા તો તમે કોઈ કારમાં આવો અને તમારી ગર્લ ગેન્ગ સ્કુટરમાં તો પણ ચોક્કસથી જામો પડી જશે હો કે…..

દેશી છકડામાં દેશી એન્ટ્રી

Photo Courtesy: Google

હજુ પણ કૈક અલગ કરવાની ઈચ્છા હોય તો આ કરી શકાય. એક છકડામાં થતો પ્રવેશ સૌથી વધુ નવીન લાગશે એ પણ ડેકોરેટ છકડો…. આ વળી સરળ, સસ્તું અને સુંદર લાગશે ચોક્કસથી.

રોયલ ડોલી સાથે એન્ટ્રી

પરંપરા પ્રમાણે જવા ઈચ્છતી બ્રાઇડ માટે આ ઉત્તમ વિકલ્પ છે.

Photo Courtesy: Google

ફૂલોકી બારીશ સંગ એન્ટ્રી

આ બધું તમારા માટે શક્ય ન હોય તો સૌથી સારો રસ્તો છે કે તમે ફૂલોના વરસાદ સાથે લગ્ન મંડપમાં પ્રવેશ કરો અને સાથે સાથે ડાન્સ તો ખરો જ. તો શું વિચારો છો?

Photo Courtesy: Google

નોટ ધ રોડ, નોટ ધ એર બાય ધ બોટ એન્ટ્રી

જો તમે ડેસ્ટીનેશન વેડીગ કરી રહ્યા હો તો આ બાહુબલી ટાઈપનો પ્રવેશ તમારા માટે જ છે. વળી એકદમ રોયલ પણ લાગશે આ જુઓ:

Photo Courtesy: Google

ડાન્સ પે ચાન્સ સાથેની એન્ટ્રી

Photo Courtesy: Google

જો તમે ડાન્સિંગ ક્વીન હો તો તમે તમારા ડાન્સિંગથી લોકોને આશ્ચર્યચકિત કરી શકો છો. કઈ રીતે અને કેવા ગીતો પર ડાન્સ કરી શકાય એ માટે યુ-ટ્યુબ સર્ફ કરો ઢગલા આઈડિયા મળી આવશે.

તો, કયો વિચાર ગમ્યો?? તમને ખબર છે, લગનમાં હાજર તમામ લોકોની આંખો એ બ્રાઇડને જોવા માટે જ ઉત્સાહીત હોય છે. એમાં પણ જો તમે કશું અલગ કરશો તો તમને પણ મજા આવશે અને તમારા પ્રિય ભાવી ભરથારને પણ. અમને પણ જણાવજો તમારી એન્ટ્રી વિષે.

eછાપું 

તમને ગમશે: Mother’s Day Special: મને ખબર છે… – એક માતાનો પુત્રને પત્ર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here