વોટર પાર્ક – પાણી સાથેની મજા તમારી ચામડી માટે સજા ન બની જાય એ જરૂરી

6
579
Photo Courtesy: Google

ઉનાળો જોગી ની જેમ ધખી રહ્યો છે. વેકેશનીયા પરિવારો અકરાંતિયા બની એક પછી એક પ્લેસ પકડી રહ્યા છે. એમાંય વૉટર પાર્ક એટલે બાળકો નું ફેવરિટ સ્થળ. સૂંડલે મોંઢે ફન વર્લ્ડ,એક્વા વર્લ્ડ ખુલી રહ્યા છે. દિવસ ની 5-15 હજાર પબ્લિક એક પાણીયે નહાય છે ત્યાં હકીકતમાં વૉટર પાર્ક માં જતા પહેલા ને પછી સુરક્ષા થી લઇ આરોગ્યના ક્યા તકેદારીના પગલાં લેવા એ જણાવવું આ કોલમ ની નૈતિક ફરજ બની જાય છે…

Photo Courtesy: Google

એક્સિડેન્ટલ ડેથમાં ડૂબી મરવાનું બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. નાની મોટી ઈજાઓથી લઇ વાળ-ચામડીના રોગો સુધી વોટરપાર્કની તકેદારી ફેલાયેલી છે. સહુથી પહેલા તમારી લિમિટ જાણી લ્યો. આખો દિવસ ટિકિટ વસુલ કરવા પુલમાં પડી રહી સનસ્ટ્રોકનો શિકાર થવું એના કરતા વોટર પાર્ક માં થોડા સમયમાં મોજ લૂંટી હેલ્ધી હેલ્ધી ઘરે પાછા ફરવું વધુ યોગ્ય છે.

વોટર પાર્કમાં હેલ્ધી મજા લેવી હોય તો વહેલી સવારે 9-10 વાગે હળવો નાસ્તો કરી અને લીંબુ સરબત લઇ પહોંચી જવું અને 3-4 વાગે નીકળી જવું. ખાસ નાયલોનના સરળતા થી સરકે અને જરા પણ પાણી શોષે નહિ તેવા પ્રમાણસરના ફિટ, ક્યાંય થી ફાટેલા નહીં અને ક્યાંય ભરાય નહીં એવા સાદા પણ ખુલતા રંગના કોસ્ચ્યુમ લેવા. જો કોસ્ચ્યુમ વોટર પાર્કમાંથી લેવાના થાયતો તેને બે ચાર ડ્રોપ્સ ડેટોલમાં પલાળ્યા પછી જ પહેરવા…

વોટર પાર્ક પહોંચો એટલે પહેલા શાવર લઇ શરીર વાળ પલાળીને જ પૂલમાં જવું. શાવર કેપ પહેરવી ઉત્તમ અને એ પણ કોરા વાળમાં પહેરવા કરતા થોડા હૂંફાળા પાણીથી વાળ ધોઈનેજ પહેરવી. વોટર શૂઝ, લાઈફ જેકેટ, ગ્લાસ વગેરે યોગ્ય વસ્તુઓ સાથે રાખવી. શરીર પર 30 spf વાળું લોશન કે મોસ્ચ્યુરાઇઝર લગાવવું અને દર બે કલાકે ફરી ફરીને લગાડતા રહેવું. તમામ ક્રીમ વૉટર પ્રુફ હોય તો તો સોનામાં સુગંધ ભળશે. સુરક્ષા ઉપર ફેશન હાવી ના થઇ જાય એ ખાસ જોવું. વોટર પાર્ક ઓફર કરે છે એ બધીજ રાઇડ્સની મજા લેવા કરતા લિમિટ મુજબ રાઇડ્સ કે વેવપુલની મજા લેવી. રાઇડ્સ એના મિકેનિકલ વળાંકોથી ગણતરી મુજબ ફાસ્ટ સ્લો થતી હોય છે. બિનજરૂરી શરીરના વળાંકોથી રાઇડ્સ ફાસ્ટ ના કરવી તેમાંય ખુલ્લી રાઇડ્સ ખાસ…

વોટર પાર્ક માં આવતા પ્રત્યેક વ્યક્તિએ 5-10 ગ્રામ ઉત્સર્ગી કચરો પાણીમાં ઠલવાતો હોય છે. પાણીમાં કોગળા કરવા, ચામડીના રોગો, ઘા, થૂંક, લાળ, લિન્ટ ,બાળકોનાં ડાયપરના મળમૂત્ર, શરીરનો પરસેવો, ગુપ્તાંગોનો કચરો, માથાનો સ્કાલ્પનો કચરો તમામ બાબતો પાણીને ગંદુ કરે છે જેને પહોંચી વળવા બેક્ટેરિયા, ફૂગ ,લીલ વગેરેનો નાશ કરવા તેને ક્લોરિનેટેડ કરવામાં આવે છે. ક્લોરીન એક ઓક્સિડાયઝિંગ એજન્ટ છે જે ઝેરી તત્વો ને ઓક્સિડાઇઝડ કરે છે. શરીર પર ફ્રી રેડિકલ્સનું પ્રમાણ વધારે છે પણ તેની નુકસાની રૂપે ચામડી વાળને નુકસાન પહોંચે છે. વધુ વપરાશ આંખમાં લાલાશ,સોજો ,કરચલીઓ કે અન્ય રોગો પણ કરી શકે.

ઘરમાં વપરાતા ક્લિનર્સ માં પણ ક્લોરીન ના લીધે ડ્રાય સ્કિન,ખરજવું, સોરાયસીસ જેવા રોગો થાય છે. છિદ્રો વાટે ક્લોરીન સેલ્સ માં જઈ તેમનું પાણી, તેલ, સીબમને બહાર કાઢે છે. ચામડી વાળના કુદરતી તેલ નીકળી જતા તે રુક્ષ બને છે. વાળ ફાટી જાય, ચળકાટ ઘટે, મૂળમાં રુક્ષતા આવે અને તેનો કલર ભૂખરો લીલો થાય છે. સુકાવાળમાં શોષણ વધુ થાય એટલે જ વાળ ભીના કરીને જવું. કોપર અને અન્ય ઓક્સિડાઇઝડ ધાતુઓથી વાળના મધ્યના ભાગ સાથે રાસાયણિક પ્રક્રિયા થઇ તેના પ્રોટીનનો નાશ કરે છે આથી વાળ લીલાશ પડતા ભૂખરા બની જાય છે.

વોટર પાર્ક ની મજા લેતા પહેલા શું તકેદારી રાખવી? 

 • પુલમાં જતા પહેલા પછી લિકવીડ ડેટોલ થી નહાવું.વાળમાં તલનું કે કોપરેલનું તેલ લગાડવું.
 • વાળમાં એલોવેરા જેલ લગાવવી સારી. બે અઠવાડિયા સુધી ક્લોરીન દૂર કરવા આમળા અને નારંગીના પાવડરમાં હળદર અને મલાઈ મેળવી નહાવું.
 • વારંવાર લીંબુ સરબત પીવું. જેથી ડીહાઇડ્રેશન ન થાય.
 • ઠંડી કે ધ્રુજારી ચડે કે તરત ભીના કપડાં કાઢી સૂકા પહેરવા.
 • ચક્કર, અશક્તિ, આંખે અંધારા આવે ડાર્ક ઘટ્ટ પેશાબ આવે તો પાર્ક છોડી દેવો.
 • માથું ગરદન નીચે હાથ મૂકી રાઇડ્સ વાપરવી, પગ પહેલા જવા દેવા, માથા નો ભાગ આગળ રાખી ન જવું.
 • એક ભાગ એપ્પલ વિનેગર અને 3 ભાગ પાણી લઇ શેમ્પુ કર્યા પછી આ મિશ્રણ લગાવવાથી ક્લોરીન દૂર થઇ જશે
 • પાણી ગળી ના જવું કે તેના કોગળા પણ ન કરવા ક્લોરીન આંતરડામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયાનો પણ નાશ કરે છે તેથી ઘણાને ઝાડા કે અજીર્ણ પણ થઇ જાય છે.
 • છેલ્લે ટીખળ મજાક કે મસ્તી નો ભોગ બનવા કરતા તમારી લિમિટ જાણજો… મોજ મસ્તી લેખે લાગશે.

eછાપું 

તમને ગમશે: તમે ભગવાનને શોધો છો કે ભગવાન તમને?

6 COMMENTS

  • My plesure… So time to forward this column… And yes ur feedback mean a lot to Team Echhapu….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here