કર-નાટકના એક એક અંક વિષે સ્પષ્ટતા કરશે વજુભાઇ વાળા

0
305
Photo Courtesy: india.com

મિત્રો,  fasten your seat belt and get ready for take of for flyday     fryums  sorry.. fryday   fryums ..  આજના આપણા મહેમાન છે….. ભારતમાં હજુ રાજ્યપાલનું સ્થાન અસ્તિત્વમાં છે એની યાદ અપાવનારા… કર્ણાટકના રાજપાલ  યાદવ… સોરી… રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા

Photo Courtesy: india.com

પંકજ પંડ્યા : નમસ્કાર સાહેબ.

વજુભાઇ વાળા : નમસ્કાર…

પંકજ પંડ્યા :  છેલ્લા અઠવાડિયા દરમ્યાન ખૂબ તણાવમાં રહેવું પડયું હશે…..

વવા : એવું ખાસ કંઈ નહીં… તમે જેટલા ઉચ્ચ આસને બેઠા હો… પડકારો એટલા જ મોટા હોવાના..

પંકજ પંડ્યા : એ સાચું.. પણ અમુક નિર્ણયો લેવામાં તકલીફ તો થાય ને ?

વજુભાઇ વાળા : એવા સમયે અંતરાત્માનો અવાજ સાંભળવાનો….

પંકજ પંડ્યા : પણ જિંદગી એવી યાંત્રિક બનતી જાય છે કે દિવસે દિવસે માણસોનું પોતાના આત્માથી અંતર વધતું જાય છે… સાંભળ્યું છે કે જ્યારે કર્ણાટકના ગવર્નર તરીકે તમારી નિયુક્તિ થઈ ત્યારે તમારા અંતર આત્માએ એ પેડ સ્વીકારવાની ના પાડેલી..

વવા : એવું કંઈ નથી…. થોડો ભાષાનો પ્રોબ્લેમ હતો…

પંકજ પંડ્યા : એવું થોડું હોય ?  દરેક રાજ્યમાં પરપ્રાંતિય વ્યક્તિ જ રાજ્યપાલ તરીકે બિરાજમાન હોય છે…મોટાભાગના ને જે તે રાજ્યની ભાષાનું જ્ઞાન નથી હોતું.

વજુભાઇ વાળા : એમ નહીં… કર્ણાટકની માતૃભાષા કનડ છે… મને હતું જ કે અહીં મારી ખૂબ કનડગત થશે…

પંકજ પંડ્યા : ઓહ… કન્નડ… હાહાહાહાહા…. જોરદાર pun છે….. આ તો મારું સ્થાન જોખમમાં આવી ગયું…

વવા :  your business is your business none of my business….

પંકજ પંડ્યા : હાહાહાહાહા…. Btw ભાજપે ગુજરાતમાં ચોવીસેક વર્ષ રાજ કર્યું એમાંથી મોટાભાગના વર્ષો દરમ્યાન અંદાજ પત્ર તમે રજૂ કર્યું..

વજુભાઇ વાળા : હા…. અઢાર વખત…

પંકજ પંડ્યા : વાહ… તો ગુજરાતના આર્થિક વિકાસમાં તમે સાચા અર્થમાં વજૂવાળા છો…

વવા : લોક હિતનાં કર્મ કરવા માટે તો આ ક્ષેત્ર પસંદ કર્યું છે…

પંકજ પંડ્યા : પણ એમાં ઘણીવાર lock હિત થઈ જાય છે.. તમે ભક્તિ અને ઉપાસના કરો ખરા ?

વજુભાઇ વાળા : અમારામાં UPAસના ના આવે… ભક્તિ કરી લઈએ…

પંકજ પંડ્યા : ઓહ…  આ કર-નાટક શું છે ?

વવા : મારા પદ ની ગરિમા બાજુ પર મૂકીને કહું તો આમાં માત્ર કોંગ્રેસનો હાથ છે…

પંકજ પંડ્યા : એમ ? કઈ રીતે ?

વજુભાઇ વાળા : તમે કમળ-નાટક સાંભળ્યું ક્યાંય ? બધે જ કર-નાટક જ ચર્ચાય છે.

પંકજ પંડ્યા : એ પણ સાચું..  લોકો જળ લઈને સોગંદ લે… તમે જ…… જોડે સોગંદ લેવડાવ્યા ?

વવા :  નહીં તો ? એ વાળા.. સોરી… એ વળી શુ છે ?

પંકજ પંડ્યા : જ…..એટલે કે નતા દ.. (S)

વજુભાઇ વાળા : લાયા લાયા બાકી…

પંકજ પંડ્યા :  જનતા દળનો વિકાસની બાબતમાં હું એક બાબત માટે આભારી છું…

વવા : એવું તે શું કર્યું એમણે ?

પંકજ પંડ્યા : એમણે લોકોને ચક્કી સુધીના ચક્કર ખાવામાંથી મુક્તિ આપી દીધી… એટલે જ આજે ઘેર ઘેર ઘરઘંટી છે… જનતા દળ….

વજુભાઇ વાળા : ફરી એક વાર પદ ની ગરિમાને ધક્કો મારીને કહું છું.. કે તેમણે જનતાને જ દળી નાખી…. સાચા અર્થમાં પીસી નાખી…

પંકજ પંડ્યા : pc  (પી ચિદમ્બરમ) પરથી યાદ આવ્યું… કાર-ઠીક છે ને?

વવા : નહીં હોય તો થઈ જશે.. કરી નાખીશું….

પંકજ પંડ્યા : તમે વાળા છો.. ટાલા ની મદદ કરવા ની તમે ભરપૂર કોશિશ કરી.. પણ સફળ ન થયા..

વજુભાઇ વાળા : મેં કોઈની મદદ નથી કરી…. મેં એ જ કર્યું જે યોગ્ય હતું… આ જ શિરસ્તો છે..

પંકજ પંડ્યા :  તમે બૉલીવુડ કરતાં એ બાબતમાં ભિન્ન છો..

વવા : કઈ બાબતમાં ?

પંકજ પંડ્યા : તમે રાજકારણીઓ she-રસ્તો અપનાવો છો…. અને એમણે એક ફિલ્મ બનાવેલી…

વજુભાઇ વાળા : કઈ ?

પંકજ પંડ્યા : એક he-રાસ્તા

વવા :  અમે રાજકારણીઓ તમારું ધ્યાન રાખીએ તોય અમારી મજાક કરો છો ?

પંકજ પંડ્યા : તમારું એટલે જનતાનું  કે વ્યક્તિગત રીતે મારું?

વજુભાઇ વાળા : વ્યક્તિગત રીતે તમારું..

પંકજ પંડ્યા : કંઈ સમજાયું નહીં…

વવા : મોદી સાહેબે punદર લાખની વાત કરી… રાહુલ ગાંધીએ punદર મિનિટની અને મેં… punદર દિવસની…

પંકજ પંડ્યા : હું એ બાબતે તમારો આભાર pun માની ચૂક્યો છું…. Btw હવે next શપથ ક્યારે લેવડાવો છો ?

વજુભાઇ વાળા :  મને રેકોર્ડ સ્થાપિત કરવા બહું ગમે…  જેમ ગુજરાત વિધાન સભામાં સૌથી વધુ વખત અંદાજપત્ર  વજ્ર કરવાનો… સોરી રજૂ કરવાનો રેકોર્ડ મારા નામે છે.. એમ જ સૌથી વધુ મુખ્યમંત્રીઓને શપથ લેવડાવવાનો રેકોર્ડ બનાવવો છે..

પંકજ પંડ્યા : All the best..

વવા : thank you very much..

પંકજ પંડ્યા : સંદેશ થઈ જાય ?

વજુભાઇ વાળા : ડોક્ટરે ગળ્યુ ખાવાની ના પાડી છે..

પંકજ પંડ્યા :  તમારી મરજી….

વવા : ઓહ… next શાપથવિધિની તૈયારી કરવાની છે.. ચાલો હું નીકળું….

પંકજ પંડ્યા : best luck for તૈયારી…

વજુભાઇ વાળા : આભાર…..

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: સોશિયલ મીડિયાથી મેઈનસ્ટ્રીમ મીડિયા કેમ ભૂરાંટુ થાય છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here