આ કાશ્મીરી મહિલાઓ રમઝાન મહિનામાં મોદી માટે કઈ દુવા માંગવાની છે?

0
416
Photo Courtesy: indianexpress.com

નરેન્દ્ર મોદી સરકારે સત્તા સંભાળ્યાના ચાર વર્ષ પૂરા થઇ ગયા છે. આમ તો દરરોજ કોઈને કોઈ બહાને મોદી સરકારનું આકલન કરવાની ફેશન પડી ગઈ છે પરંતુ ચાર વર્ષે તેનું ખાસ આકલન થઇ રહ્યું છે. મોટેભાગે કહેવાતા ‘તટસ્થ’ લોકો સરકારની ટીકા જ કરે છે પરંતુ આ રમઝાન માસમાં કેટલીક કાશ્મીરી મહિલાઓ કહેવાતી નિષ્ફળ મોદી સરકાર આવતે વર્ષે ચૂંટણીઓમાં સત્તા ફરીથી સંભાળે એવી દુવાઓ પરવરદિગાર પાસે માંગવાની છે.

Photo Courtesy: u4uvoice.com

બે દિવસ અગાઉ નમો એપ દ્વારા નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કેટલીક મહત્ત્વની કલ્યાણ યોજનાઓમાંથી એક એવી ઉજ્જવલા યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ચર્ચા કરી હતી. ઉજ્જવલા યોજના જરૂરીયાતમંદ મહિલાઓને મફતમાં અથવાતો રાહતદરે LPG ગેસ સિલિન્ડર પૂરું પાડે છે. આ યોજનાની કેટલીક લાભાર્થી મહિલાઓ જે જમ્મુ કાશ્મીરના દક્ષિણ હિસ્સામાં આવેલા અનંતનાગ જીલ્લામાં રહે છે તેમણે પણ વડાપ્રધાન સાથે લાઈવ ચર્ચા કરી હતી.

આ મહિલાઓનું કહેવું હતું કે ઉજ્જવલા યોજનાનો લાભ મળવાથી તેમનું જીવન બદલાઈ ગયું છે. અગાઉ રમઝાન મહિનામાં તેમણે સવારે વહેલા ઉઠીને ખૂબ તૈયારીઓ કરવી પડતી અને લાકડાનો ચૂલો હોવાથી સાંજ માટે રસોઈ કરવા માટે પણ ખૂબ સમય ખર્ચ કરવો પડતો. ઉજ્જવલા યોજનાને લીધે હવે તેઓને આ વર્ષે રમઝાન મહિના દરમ્યાન પણ વહેલા ઉઠી જવાની જરૂર પડી નથી અને તેઓ ઈફ્તાર માટે આરામથી રસોઈ પોતાના નવા કૂકિંગ ગેસ પર બનાવી શકે છે. આ ઉપરાંત તેઓ પોતાનો બચેલો સમય ભરતકામમાં વિતાવે છે જેથી તેમને વધારાની આવકનો લાભ પણ મળી રહ્યો છે.

વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરતી વેળાએ અનંતનાગની આ મહિલાઓએ કહ્યું હતું કે એમનું જીવન બદલી નાખવા માટે તેઓ આ રમઝાન મહિનામાં દરરોજ જ્યારે દુઆ કરશે ત્યારે એટલું જરૂર માંગશે કે આવતે વર્ષે થનારી લોકસભાની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર પરત આવે. આ મહિલાઓની વાતનો જવાબ આપતા વડાપ્રધાને તેમનો આભાર માન્યો હતો અને  કહ્યું હતું કે તેઓ તેમની આ ભાવનાથી અત્યંત ગદગદ થયા છે.

અનંતનાગની મહિલાઓ દ્વારા રમઝાન માસમાં મોદી સરકાર પરત આવે એ પ્રકારની દુઆ માંગવાની વાતથી એ બાબત તો સાબિત થઇ ગઈ છે કે એ લોકો જેઓ છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે ‘એક પણ સારું કામ નથી કર્યું’ એવો દુષ્પ્રચાર ચલાવે છે તેમના મોઢા પર આ સજ્જડ તમાચો છે. આ લોકો દુષ્પ્રચાર ફેલાવીને પ્રજાને ભરમાવી લેશે એવું માનતા હોય તો તેઓ ખોટા છે, કારણકે ઉજ્જવલા યોજના, જન ધન યોજના અને મુદ્રા યોજના આ ત્રણ એવી યોજનાઓ છે જે દેશના ગરીબ અને મધ્યમવર્ગને સીધી સ્પર્શે છે અને આ યોજનાઓની સફળતા દ્વારા જ વડાપ્રધાન મોદીએ સીધા જ લોકોના હ્રદયમાં પ્રવેશ કરી લીધો છે.

નરેન્દ્ર મોદી સરકારે શું કર્યું કે શું ન કર્યું એ કોઈને જાણવું હોય તો ઓછામાં ઓછું ઉપરોક્ત ત્રણ યોજનાના લાભાર્થીઓને એક વખત મળીને સમજી લેવું જોઈએ.

વળી, રમઝાન જેવા પવિત્ર મહિનામાં મુસ્લિમ મહિલાઓ નરેન્દ્ર મોદીની સરકાર પરત આવે એવી દુઆ કરે એ કહેવાતા ‘સેક્યુલર્સ’ માટે પણ bad news છે!

eછાપું

તમને ગમશે: મારા ‘કિચન’ પ્રયોગો: રેસ્ટોરન્ટ ફૂડ ઘેરે કેવી રીતે બનાવશો?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here