સ્ત્રી અને પુરુષ વચ્ચેની ફ્રેન્ડશિપ- પવિત્રતા અને મર્યાદાનું ઝરણું

2
1248
Photo Courtesy: indianexpress.com

“મૈને પ્યાર કિયા” નું એક ફેમસ સોંગ સાંભળ્યું. શબ્દો છે, “તુમ લડકી હો,મૈં લડકા હું… તુમ આઈ તો સચ કહેતા હું…. આયા મૌસમ….. દોસ્તી કા..” બસ, બીજ જ મિનિટે વિચાર આવ્યો કે વર્ષોથી ફ્રેન્ડશિપ જેવા હોટ ટોપિક પર પેજિઝ ભરીને લખાયું છે, તો હું શું કામ રહી જાઉં?

હવે વાત કરીએ મૂળ મુદ્દાની. એક સળગતો પ્રશ્ન. શું એક સ્ત્રી અને પુરુષ, સારા ફ્રેન્ડ્સ હોઈ શકે? અને એમાંથી ઉપજતા અને આ પ્રશ્ન સાથે સીધો સંબંધ ધરાવતા બીજા અનેક પ્રશ્નો. જેમ કે, સ્ત્રી અને પુરુષની ફ્રેન્ડશિપ ને આપણે કેટલી હદે સ્વીકારી શકીએ છીએ? આ સંબંધમાં મર્યાદાઓ, નિયમો છે કે નહીં? ચારિત્ર્ય, કુટુંબ, સમય સાથે આ મિત્રતાને લેવાદેવા છે કે નહીં? વિગેરે વિગેરે. આવા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરતા પહેલાં આ પ્રશ્નો કેમ ઉપસ્થિત થાય છે, તેના વિશે પણ વિચાર કરવો જોઈએ.

આપણે આપણા જીવનમાં આગળ વધવાની નિશાની તરીકે આપણા ફાઈનાન્શિયલ સ્ટેટસ, સોશિયલ સ્ટેટસ, અને મેન્ટલ સ્ટેટસ પાયામાં રાખીને, તેનો વિચારી શકીએ. ફાઈનાન્શિયલ સ્ટેટસ અને સોશિયલ સ્ટેટસને એકબીજા સાથે સીધો સંબંધ છે. પણ કોઈના મેન્ટલ સ્ટેટસને સમજવું, એ અત્યંત જરૂરી છે. એવામાં જો આપણે દેખાદેખીનાં ચક્રવ્યૂહમાં ફસાયેલા હોઈએ તો તેમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ છે.

Photo Courtesy: indianexpress.com

સ્ત્રી અને પુરુષ વચ્ચે ફ્રેન્ડશિપ હોઈ શકે?

હા, કેમ ન હોય? સ્ત્રીની મર્યાદાઓ વિશે ઘણું લખાયું છે. પહેલાંના સમયમાં સ્ત્રીઓ પુરુષોની લાજ કાઢતી. પુરુષો બેઠાં હોય ત્યાં સુધી બહાર ન આવતી, બોલાતું નહીં, વિગેરે વિગેરે. પણ આજના જમાનાની સ્ત્રી, પુરુષ સાથે અને સામે, બંને રીતે પોતાનો અવાજ સંભળાવવામાં સફળ રહી છે. આંખમાં આંખ નાખીને દલીલ કરતી સ્ત્રીઓ પણ આપણી આજુબાજુ જોવા મળશે. પણ, જ્યારે એક સ્ત્રી અને પુરુષના મૈત્રી સંબંધની વાત આવે ત્યારે સમય અટકી જાય છે. સામાજિક વિચારશક્તિ સ્થગિત કરી દેવામાં આવે છે. કેમ? શું સ્ત્રી અને પુરુષની ફ્રેન્ડશિપ દુનિયાનો સૌથી છેલ્લો સંબંધ છે?

આજે પણ કોઈ પાર્ટી કે સોશિયલ ફંક્શનમાં જઈએ અને મર્યાદિત સમયધારા કરતાં વધારે સમય સુધી કોઈ સ્ત્રી અને પુરુષ, એકબીજા સાથે વાત કરે તો તરત જ આસપાસનાં ડીગ્રી વગરનાં સેલ્ફ સર્ટિફાઇડ વકીલ એવા કુટુંબીજનો અને મિત્રો, એક અલગ જ વાર્તા ઉભી કરી, ટાઇમ પાસ કરવા લાગે છે. હું નથી માનતી કે કોઈ વ્યક્તિએ, કોઈ પણ બીજી વ્યક્તિ સાથે વાત કરવા માટે જે-તે વ્યક્તિ સિવાય બીજા કોઈની પરમિશન લેવાની જરૂર છે. આપણે પણ આપણા સર્કલમાં કોઈને મળીએ અને જાહેર સમારંભમાં કે પછી રસ્તા પર વાત કરવા ઊભા રહીએ અને આપણી જાણીતી વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો તે રજનું ગજ કરી દે છે. આ સિચુએશનમાં ગુનેગાર કોણ? વાત કરતી વ્યક્તિઓ કે જોનારની બુદ્ધિ?

ઉછેરમાં કમી હોય, તેવી વ્યક્તિઓ શંકાને પાત્ર હોય, તે વ્યાજબી છે. પણ કારણ જાણ્યા વગર, કોઈના કેરેક્ટર પર વાત કરવી એ સમજદારી નથી. સ્ત્રી અને પુરુષ, બંને વચ્ચેનો સંબંધ સમાજ નક્કી ન કરી શકે. આ સંબંધમાં જો સમજદારીના અવશેષો હોય તો તે તેની મર્યાદા ઓળંગતો નથી.

સ્ત્રી અને પુરુષની ફ્રેન્ડશિપ કેમ વિશેષ છે?

ફ્રેન્ડશિપ એક એવો સંબંધ છે, જેમાં સરખામણી, દંભ, લાલચ, ચડસા ચડસીને વિરામ આપવામાં આવે છે. કોણે આજે કેવાં કપડાં પહેર્યા એ કરતાં, કોણે આજે કેટલું પ્રોડક્ટીવ કામ કર્યું, તે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. દેખાવ માટે મર્યાદિત સમય ફાળવો તો કોઈને વાંધો આવતો નથી કેમકે આ બધું પ્રેમસંબંધમાં હોય, મિત્રતામાં નહીં. સમજદાર વ્યક્તિઓ પોતાની મર્યાદા પોતે જ બાંધે છે, એટલે આંગળી ઉઠે તેવા સંજોગો ઊભા થતા નથી. સ્ત્રી અને પુરુષનો આ સંબંધ, સમોવડિયા સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે જ્યાં પરણેલાં સ્ત્રી અને પુરુષનો પણ સમાવેશ થાય છે.

શું એક પરણિત સ્ત્રી અને પરણિત પુરુષ વચ્ચે ફ્રેન્ડશિપ હોઈ શકે?

જેમણે કુટુંબની મર્યાદાઓ અને સામાજિક જવાબદારીઓ ફરજ તરીકે સ્વીકારી હોય તેમના માટે આ સંબંધ નિભાવવો સરળ છે. વફાદાર પતિ અને વફાદાર પત્ની હોવું એટલું સરળ નથી. તમારી મિત્રતા સાથે તમારું કુટુંબ પણ આડકતરી રીતે સંકળાયેલું હોય છે, તે સત્યને સ્વીકારીને ચાલતાં સ્ત્રીઓ અને પુરુષોને, એકબીજા સાથે ફ્રેન્ડશિપ જળવાઈ રહે તે માટે બહુ પ્રયત્ન કરવા પડતાં નથી.

ફ્રેન્ડશિપ હોય ત્યાં મર્યાદા હોય?

કેમ ન હોય? દરેક સંબંધમાં મર્યાદા તો હોય જ. આપણા બાળકોને સંસ્કારની પ્રોપર્ટી પણ આપવી જ પડે છે. તમારું કોઈ પણ દિશામાં એક પગલું તેમને શું શીખવાડે છે, તેની નોંધ લેવી જરૂરી છે. ઘણાં બાળકો પેરેંટ્સને રોલ મોડેલ માને છે. તેમને જોઈને શીખે છે. એટલે સરળ અને સફળ ફ્રેન્ડશિપ કેવી રીતે ટકાવી રાખવી તે શીખવું આસાન થઈ જાય છે. ફ્રેન્ડશિપને વય સાથે પણ કોઈ સંબંધ નથી. જેમ નવું શીખવાની ઉંમર નક્કી નથી તેમ ફ્રેન્ડશિપ માટે પણ વય મર્યાદા નથી. હા, સંયમ રાખવો જરૂરી છે.

સ્ત્રી અને પુરુષની ફ્રેન્ડશિપ માં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ ત્યારે જ કરવી જ્યારે તમને તેની પાછળનો ઉદ્દેશ ખબર હોય. સામાજિક રીતે હાનિકારક નીવડે, તેવી ફ્રેન્ડશિપથી દૂર રહેવું યોગ્ય છે. ફ્રેન્ડશિપમાં કોઈ ડિમાંડ નથી હોતી એટલે ડિમાંડિંગ વ્યક્તિ સાથે પણ ફ્રેન્ડશિપ યોગ્ય નથી. કોઈની મિત્રતા, આપણને આપણા કુટુંબથી દૂર લઈ જાય, તો તેવી મિત્રતા પણ યોગ્ય નથી. સ્ત્રી અને પુરુષ બંને એકબીજાના આકર્ષણમાં આવીને મિત્રતા બાંધે તો તે આકર્ષણ પણ ભવિષ્યમાં નેગેટિવ રોલ ભજવે છે.

આ બધાં તો બેઝીક તથ્યો હતાં. પણ સ્ત્રીઓ માટે જે સરળતા ઓપોઝીટ જેન્ડર સાથે મિત્રતા નિભાવવામાં છે, તે બીજી સ્ત્રી સાથે નિભાવવામાં ભાગ્યે જ જોવા મળે છે. પાછળથી વાત કરવા જેવા ગુણોનો ત્યાગ સ્ત્રી એમ જ નથી કરી શકતી. સામે પક્ષે, પુરુષો પણ પોતાનો કમ્ફર્ટ ઝોન છોડીને ભાગ્યે જ સ્ત્રી સાથે મિત્રતા કરે છે. આખરે બંનેને “સમાજ” શું કહેશે, તેની ચિંતા રહે છે.

સેલ્ફ કંટ્રોલ અને સેલ્ફ રિસ્પેક્ટ, બંને પાસાઓ મજબૂત હોય તો એક સ્ત્રી અને એક પુરુષ, બંને એક આદર્શ ફ્રેન્ડશિપ નું ઉદાહરણ બની શકે છે. કોઈ શું કહેશે તેની ચિંતા કર્યા વગર, “હું શું કરું છું અને તેનાં પરિણામો શું છે ?” તેના વિશે જાગૃત  લોકો આસાનીથી જીવી શકે છે.

અસ્તુ!!

eછાપું

તમને ગમશે: સોશિયલ મીડિયા અને ટ્રાવેલિંગ

2 COMMENTS

  1. Hi Prapti,
    Congratulations !

    Great topic not only because it is most complicated but also the evaluation criteria of such a friendship differs from person to person…

    Being a psychologist, i would also not like to undermine the element of “attraction” between two different genders. However, as you have rightly mentioned the same attraction can be positively channelised to create a synergetic bond between the two persons..

    Kudos to you for raising this widely debatable topic and upcoming social issue.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here