ઇટાલિયન ફૂડ એટલે પિત્ઝા અને પાસ્તા સાથે સ્વાદની એક અનોખી યાત્રા

0
175
Photo Courtesy: Aakanksha Thakore

એક – બે દાયકાઓ પહેલા, આપણામાંના મોટા ભાગના માટે ઇટાલિયન ફૂડ એટલે પાઈનેપલ અને ચીઝ સાથે બેક કરેલી મેક્રોની અથવા સ્પાઘેટ્ટી હતી. ઇટાલિયન ફૂડ એ હવે સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે, અને સાથે સાથે ફ્યુઝન વાનગીઓ માટે એક લોકપ્રિય વિકલ્પ છે. આજ કાલ ઘણા લોકો પાસ્તા અથવા રીસોટોને પોતાના ડીનરમાં માટે પસંદ કરે છે.

ઇટાલિયન ફૂડમાં,સામગ્રીની સંખ્યા એ ગુણવત્તા અને સ્વાદ જેટલી મહત્વપૂર્ણ નથી, હજુ પણ આધુનિક ઇટાલિયન ફૂડની મુખ્ય સામગ્રી મકાઇ, બેલ પેપર્સ, ટામેટાં, બેઝીલ, પાસ્તા અને ચીઝ છે. ચીઝ ઉપરાંત, વાઇન અને કોફી ઇટાલિયન ફૂડની મહત્વની સામગ્રી છે. ઉપરાંત ઓલિવઓઈલ પણ તેનું એક અભિન્ન અંગ છે.

પાસ્તા અનેક ઇટાલિયન મેઈન કોર્સ પૈકી સૌથી લોકપ્રિય છે. સામાન્ય રીતે ઉપલબ્ધ પાસ્તામાં ફ્યુસીલી, સ્પાઘેટ્ટી, પેને, રેવીઓલી અને લાઝાન્યા શીટ્સ સમાવેશ થાય છે. રેવીઓલીમાં પાસ્તાશીટ્સની અંદરપાલક કે અન્ય ભાજીનાં પૂરણને ભરવામાં છે, તો લાઝાન્યામાં પાસ્તા શીટ્સ, વિવિધ શાકભાજી કે મીટ તથા સોસને લેયરમાં ગોઠવીને પીરસવામાં આવે છે.પાસ્તા સામાન્ય રીતે રેડ, વ્હાઈટ, ગ્રીનઅથવા મિક્સ સોસ સાથે પીરસવામાં આવે છે.

રિસોટ્ટો, એ ચોખામાંથી બનાવવામાં આવતી અન્ય એક લોકપ્રિય ઇટાલિયન વાનગી છે. રિસોટ્ટોને તેમાં વાપરવામાં આવતી  સામગ્રી ઉપરથી ઘણી બધી અલગ અલગ રીતે પીરસી શકાય છે. વાઇન અને વિવિધ ફ્રુટ જ્યુસનો ઉપયોગ કરીને  પણ રિસોટ્ટો બનાવી કરી શકાય છે. આર્બીરો ચોખા એ રિસોટ્ટોનું હાર્દ છે, પછી તમે તેમાં સ્વાદ માટે કંઈપણ ઉમેરો.

ઇટાલિયન ફૂડમાં ડેઝર્ટ પણ પુષ્કળ પ્રમાણમાં છે. તીરામીસુ આવું જ એક ડેઝર્ટ છે. જેનો શાબ્દિક અર્થ થાય છે Pick me up! આ કોફીમાંથી બનતું એક લેયર્ડ ડેઝર્ટ છે જેમાં ક્રીમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે!! અન્ય લોકપ્રિય ડેઝર્ટ છે Gelato-જીલેટો જે આઈસ્ક્રીમની ઇટાલિયન આવૃત્તિ છે. આજ-કાલ ‘પાન્ના-કોટા’ તરીકે ઓળખાતું ડેઝર્ટ પણ ફેમસ થઇ રહ્યું છે. પાન્ના-કોટા ક્રીમ અને દૂધને ઉકાળીને સેટ થાય ત્યાંસુધી ઠંડુ પાડવા દઈને પીરસવામાં આવે છે.

બ્રુસ્કેટા વિથ ટોમેટો એન્ડ બેઝીલ:

સામગ્રી:

4 બ્રેડ સ્લાઈસીસ
3 મોટા ટમેટાં
લસણ 3-4 કળી
1/4 ઝૂડી બેઝીલના પાન (જુઓ ટીપ)
300 મિલી વિનેગર
152 મિલી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ (જુઓ ટીપ)
1 ચમચી મીઠું
1/2 ચમચી તાજા ખાંડેલા કાળા મરી
રેડ ચીલી ફ્લેક્સ (ઓપ્શનલ)

ચીઝ જરૂર મુજબ

ટીપ:

 1. બેઝીલ ના મળે તો લગભગ 15-20 જેવા તુલસીના પાન વાપરી શકાય.
 2. એક્સ્ટ્રા વર્જિનઓલિવ ઓઈલ ને બદલે સાદું ઓલીવ ઓઈલ અથવા કોઈ પણ સ્વાદ વિહીન તેલ વાપરી શકાય.

રીત:

 1. બ્રેડને શેકો અને ચાર ટુકડાઓ માં દરેક સ્લાઇસ કાપો.
 2. એક કટીંગ બોર્ડ પર ટમેટાંને ડાઇસ કરો અને લસણને છૂંદો. બેઝીલની ઝૂડીને હાથથી ચીરો, જેથી તેના સ્વાદ ઉભરીને આવે.
 3. એક બાઉલમાં ટમેટાં, લસણ અને બેઝીલ લો. તેમાં વિનેગર, ઓલીવ ઓઈલ, મીઠું, મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
 4. થોડું ટોસ કરો અને તે 20 મિનિટ માટે બાજુ પર રાખો.
 5. બ્રુસ્કેટાના આ મિક્સરને વધુ એક વખત ટોસ કરો અને દરેક બ્રેડ ટોસ્ટ પર એક મોટી ચમચી મૂકો.
 6. ઉપરથી થોડું ચીઝ ભભરાવીને સર્વ કરો.

ક્રીમી પાસ્તા મેરિનારા

Photo Courtesy: Aakanksha Thakore

સામગ્રી:

3 ટેબલસ્પૂન તેલ (આમ તો ઓલીવ ઓઈલ, પણ ના હોય તો સાદું તેલ પણ ચાલે)

1 મધ્યમ ડુંગળી, બારીક સમારેલી

2 લસણ કળી, ક્રશ કરેલી

2 કપ ટમેટો પ્યુરી

સ્વાદ મુજબ મીઠું અને મરી

1/2 કપ દહીં

2 કપ ફ્યુસીલી કે પેન્ને પાસ્તા

સજાવટ માટે બેઝીલના પાન, ચીઝ 

રીત:

 1. પાસ્તાને એક મોટા વાસણમાં, ખૂબ મીઠાવાળા પાણી સાથે, પેકેટ પરની સૂચના મુજબ પકવી લો.
 2. પાણી નીતારીને પાસ્તાને બાજુમાં રહેવા દો.
 3. સોસ બનાવવા માટે: એક મોટા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઇ તેને મધ્યમ થી ધીમા તાપે ગરમ કરો. તેમાં ડુંગળી ઉમેરીને તેને સાંતળો, લગભગ આછી પારદર્શક થાય ત્યાં સુધી. તેમાં લસણ ઉમેરો અને લગભગ 30 સેકંડ સુધી સાંતળો અને પછી તેમાં ટમેટો પ્યુરી, મીઠું અને મરી ઉમેરી ધીમા તાપે લગભગ 15 થી 20 મિનીટ ખદખદવા દો. આંચ પરથી ઉતારીને થોડીવાર ઠંડુ થવા દો.
 4. એક બાઉલમાં દહીં લો, તેમાં વધેલું એક ટેબલસ્પૂન તેલ ઉમેરી, બરાબર ફેંટી લો. તેમાં થોડો પાસ્તા સોસ ઉમેરીને બરાબર ભેળવો. આ મિશ્રણને બાકીના સોસમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ મીઠું અને મરી ઉમેરો.
 5. પાસ્તાને ગરમ સોસમાં ઉમેરી બરાબર ભેળવી દો.
 6. બેઝીલના પાન અને ચીઝથી સજાવીને પીરસો.

ચીઝી રીસ્સોટો:

સામગ્રી:

3 tbsp ઓલિવ ઓઈલ
8 કપ વેજીટેબલ સ્ટોક
2 કપ અર્બોરીઓ રાઈસ (જુઓ ટીપ)
મીઠું અને મરી સ્વાદ અનુસાર
2/3 કપ તાજું ખમણેલું પાર્મેસિયન અથવા કોઈપણ ચીઝ

ટીપ: અર્બોરીઓ રાઈસ ની જગ્યા એ કોઈપણ નાના ચોખા લઇ શકાય છે

રીત:

 1. એક મોટા પેનમાં,ઓલિવ ઓઈલ ગરમઅનેચોખાઉમેરો.સતત હલાવતા રહો અને ચોખાને3 થી 4મિનિટ માટેરંધાવા દો.
 2. લગભગ ½ કપ જેટલો વેજીટેબલ સ્ટોક ઉમેરો અને હલાવતા રહો. જયારે મોટાભાગનું પાણી શોષાઈ જાય ત્યારે બીજો ½ કપ વેજીટેબલ સ્ટોક ઉમેરો. આમ ધીરે ધીરે કરીને, ચોખા તૈયાર ના થઇ જાય – લગભગ 20 મિનીટ સુધી – ત્યાં સુધી, વેજીટેબલ સ્ટોક ઉમેરતા રહો.
 3. ગેસ પર થી ઉતારી દો અને ચીઝ ઉમેરો. ચીઝ પીગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. સ્વાદ મુજબ મીઠું અને મરી ઉમેરો.
 4. ગરમાગરમ સર્વ કરો.

વેનિલા પાન્ના કોટા:

સામગ્રી:

1 કપ ફ્રેશ ફુલ ફેટ ક્રીમ
1 કપ ફુલ ક્રીમ દૂધ
1/2 કપ ખાંડ
2 tsp વેનીલા એસેન્સ
2 tsp અગર અગર(અથવા 1 tsp જિલેટીન)
2-3 tbsp પાણી

રીત:

 1. મોલ્ડ્સને હલકા તેલથી ગ્રીઝ કરીતેમને ઠંડા પાણીમાં તરતા મૂકી રાખો
 2. જીલેટીન અથવા અગર અગરને 2 ટેબલસ્પૂન ગરમ પાણીમાં મિક્સ કરીને બાજુ પર રહેવા દો.
 3. એક થીક બોટમ પેનમાં દૂધ અને ક્રીમને ભેગા કરીને મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો
 4. આ મિશ્રણમાં ખાંડ ઉમેરો અને તેમાં વેનીલા એસેન્સ નાખીને ખાંડ ઓગળે નહિ ત્યાં સુધી બરાબર હલાવો.
 5. વેનીલા ક્રીમના મિશ્રણને ગેસ પરથી ઉતારીને એક બાઉલમાં ગાળી લો.
 6. આ મિશ્રણમાં પલાળેલા અગર-અગર કે જિલેટિન મિશ્રણ ને ઓગાળીને નાખો અને જલ્દીથી સરખું હલાવો.
 7. આ મિશ્રણને તૈયાર કરેલા મોલ્ડ્સમાં નાખો અને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દો.
 8. મોલ્ડ્સને ક્લિંગ રેપથી ઢાંકીને ફ્રીજમાં લગભગ 5 થી 6 કલાક સુધી રહેવા દો.
 9. પાન્ના કોટાને મોલ્ડ્સમાંથી સાચવીને કાઢી સ્ટ્રોબેરી સોસ કે ફ્રેશ ફ્રૂટ્સ જોડે સર્વ કરો.

eછાપું 

તમને ગમશે: પ્રસંગે ચાંલ્લો લખવાની અને લખાવવાની કળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here