પંદર સો રૂપિયા વિષે ધોની પણ માહિતી ધરાવે છે! લ્યો બોલો!!

0
449
Photo Courtesy: newsmobile.in

મિત્રો, fryday ફ્રાયમ્સમાં આજના આપણા મહેમાન છે ગત રવિવારે સૂરજ ચંદ્રની સાક્ષીએ IPLના અગિયારમા ચરણ ની વિજેતા ટીમ CSK ના કપ્તાન…. કેપ્ટન કૂલ… મહેન્દ્રસિંહ ધોની …  હા ભાઈ હા.. મને ખબર છે… ફાઇનલ મેચનું સમાપન રાત્રિના સમયે થયેલું એટલે એ વખતર સૂરજ ક્યાંથી હોય ? પણ એ દિવસે રવિવાર હોઈ.. આખો દિવસ જ સૂરજનો હતો… ચંદ્ર તો રાત હોવાને લીધે બાય ડિફોલ્ટ હોય જ અને સાક્ષી પણ બાયડી ફોલ્ટ…. હહ….

Photo Courtesy: newsmobile.in

પંકજ પંડ્યા : વેલકમ ધોની સર… the skipper

મહેન્દ્રસિંહ ધોની : આભાર…

પંકજ : ત્રીજી વાર IPL ટ્રોફી જીતવા માટે અભિનંદન…

મધો : થેન્ક યુ વેરી મચ…

પંકજ :  બે સીઝનના બ્રેક પછી CSKનું IPLમાં કમબેક કેવું રહ્યું ?

ધોની :  fantastic as you can see….

પંકજ : કારકિર્દીની શરૂઆતમાં તમારી બોલરોનાં છોતરાં કાઢતી ઇનિંગ્સને “ધોની કી ધૂલાઇ” કહીને નવાજવામાં આવતી અને ખરાબ પ્રદર્શન વખતે એ જ કારણસર લોકો ધોબી પણ કહેતા… કેવું લાગે છે આ બધું ?

મધો : just ignore…

પંકજ : that’s kind of captain  cool.  તમને ટીમ ઇન્ડિયાની કેપ મળી અને પછી સફળતમ કેપ્ટન  રહ્યા… કેવી રહી આ કેપ થી કેપ્ટન સુધીની સફર ?

ધોની :  ખૂબ મજેદાર… કેપનું વજન 100 ગ્રામ જેટલું હોય છે … જ્યારે તમે કેપ્ટન તરીકેની જવાબદારી સાંભળો છો ત્યારે તેનું વજન ટનમાં ફેરવાય છે…

પંકજ : તો તો એના ભાર તળે દબાઈ ના જવાય ?

મધો : દબાઈ ના જાય એ જ તો સફળ થાય છે..

પંકજ : સુંદર… અતિ સુંદર…

ધોની : વોશિંગ ટન સુંદર

પંકજ : હાહાહા… એ પણ તમારા કૂળનો આવ્યો…

મધો : એ તો સમય જ બતાવી શકે… ઓલ ધ બેસ્ટ ટુ હિમ..

પંકજ : આપણે કોઈ વસ્તુ ટાળીએ.એને સ્કિપ કર્યું કહેવાય છે જ્યારે ખેલ જગતમાં જે જવાબદારીઓ ઉપાડે એને સ્કિપર કહેવાય છે.. વિચિત્ર નથી લાગતું ?

ધોની : હાહાહા…  નો કોમેન્ટ..

પંકજ : તમે ટીમને આટલી સરસ કંડક્ટ કઈ રીતે કરી શકો છો ?

મધો : કોઈ પણ ક્ષેત્રમાં સફળતાનું શિખર સર કરવું હોય તો કારકિર્દીની શરૂઆતમાં કંડકટર તરીકેની જોબ સ્વીકારો…. મારી વાત ખોટી હોય તો રજની સરને પૂછો

પંકજ : હાહાહાહાહા…. LOL… ROFL… CSk ને આ વર્ષે ઓલ્ડ મેન આર્મી કહેવામાં આવી….

ધોની :  એવરેજ ઉંમર કેટલી બતાવે છે એ લોકો ?

પંકજ : ૩૪ વર્ષ…

મધો : ભારતમાં બૉલીવુડ ફિલ્મમાં હીરો પચાસ વર્ષની ઉંમરે એની પુત્રીની ઉંમર કરતાં ય યુવાન હિરોઈન જોડે નાચગાન કરે એ ચાલે… પચાસે પહોંચેલા રાજકારણીઓ યુવાન ગણાય…. અને અમે ચોત્રીસ જ વર્ષે ઘરડા ?… આ બાબતે તો અમને ટાઇટલ જીતવા માટે કિક આપી..

પંકજ : અદભૂત….. એક અંગત સવાલ પૂછું ?

ધોની :  શ્યોર….

પંકજ : Does your pet roll in joy when you come back home after a long tour ?

મધો : ગમે તેમ કરીને પેટ્રોલ ઘૂસાડવાનું એમ ને ?

પંકજ : દર પંદર દિવસે નવું ભૂત પકડવું પડે….

ધોની : પંદરનું શું ચક્કર છે ?

પંકજ : બસ… પંદરનો અંક આજકાલ જોરમાં છે.. જેમ બે બિલાડીની લડાઈમાં બંદર ફાવે એમ બે ખિલાડીની લડાઈમાં પંદર ફાવી ગયો છે…. પંદર લાખ…. પંદર દિવસ… પંદર મિનિટ….

મધો : અને તમારા ગુજરાતમાં પંદર સો રૂપિયાનું પણ કંઇક સંભળાય છે…

પંકજ : જય હો…. વિકેટ કીપરે સ્ટમ્પની સૌથી નજીક ઊભા રહેવાનું હોય છે… વિધીન નો ટાઈમ  રીએક્ટ કરવાનું… બહુ ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હશે…

ધોની :  હા… એમાં માર ખાઈ જાવ તો દુનિયા વિકેટ કીપર નહીં… પણ વિકેસ્ટ કીપર તરીકે યાદ રાખે..

પંકજ :  તદ્દન સાચી વાત… તમારા જીવન ચરિત્ર પરથી સફળતમ ફિલ્મ બનેલી… MSD…. MSD એક મોટી બ્રાન્ડ બની ગઈ છે…

મધો :  થેન્ક્સ..

પંકજ : આ MSD માં M ને ઊલ્ટો લટકાવીએ તો WSD બને…. વેપન ઓફ સેલ્ફ ડિસ્ટ્રક્શન…..

ધોની : પણ Mને ઊલ્ટો કરવાની જરૂર જ શુ છે ?

પંકજ : તો પછી MSD એટલે માસ્ટર ઓફ સેલ્ફ ડિસિપ્લિન ?

મધો : મહેન્દ્રસિંહ ધોની જ બરાબર છે…..

પંકજ : ક્રિકેટિંગ શોટ્સ અને જિન્દગી સાથે કેવી રીતે સરખાવી શકાય…

ધોની : ક્રિકેટમાં કવર ડ્રાઈવ એક ઉત્કૃષ્ટ કલા છે…  સામાન્ય જીવનમાં પોતાના કામો કઢાવવા માટે થઈને સરકારી કચેરીઓમાં કે એવી અન્ય જરૂરિયાતો અયોગ્ય રીતે ફળીભૂત કરવા માટે અપાતાં કવર… એ પણ એક પ્રકારે કવર ડ્રાઈવ  જ છે…

પંકજ : જબરું લાયા હો…

મધો : સ્ટ્રેઇટ ડ્રાઈવ કવર ડ્રાઈવ કરતાં પણ વધુ આવડત માંગી લે છે… પરંતુ રિયલ લાઈફમાં સ્ટ્રેઇટ ડ્રાઈવ રમતા લોકો એટલે કે સીધા સાદા લોકો ઠોકર ખાતા ફરે છે… જે એક દુઃખદ હકીકત છે…

પંકજ : વાહ…  હવે સંદેશ થઈ જાય ?

ધોની : ચોક્કસ…. જીવનમાં સફળ થવું હોય તો તમારા મજબૂત પાસાને ઓળખો… એને વળગી રહો અને લાગી પડો… if you are weak at any moment, world is there to take your wicket

પંકજ :  અત્યંત પ્રેરણાદાયી સંદેશ…. ખૂબ ખૂબ આભાર…

મધો : ધન્યવાદ

eછાપું

તમને ગમશે: તમને સારા વ્યક્તિ બનવું ગમે??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here