નસીબદાર – બે કોલેજ સખીઓના અલગ અલગ લગ્નજીવનની લઘુકથા

0
293
Photo Courtesy: edumirchi.com

હું એટલી બધી નસીબદાર છું કે આવા કાળા ઉનાળાનું ગરમીમાં મને ક્યારેય ઘરની બહાર નીકળવાની જરૂર જ નથી પડતી, પણ શું થાય?! ઉફ..આ મેરેજની સીઝન! હર વીકમાં કોઈને કોઈકના મેરેજ તો હોય જ એટલે ના છુટકે જવું પડે. BY THE WAY HI.I AM TANVI SHAH. અમારા શહેરની હાઈ-સોસાઈટી માં મારું નામ બહુ ગર્વ થી અને ઈર્ષ્યાથી લેવાય છે અને કેમ નહીં?.AFTER ALL હું HPO કંપનીના મેનેજિંગ ડાયરેક્ટરની WIFE છું! એટલે દરેક કીટી પાર્ટીમાં મારી હાજરી જરૂરથી હોય, પણ અત્યારે તો મારે AGAIN એક મેરેજની તૈયારી માટે મોલમાં જવું પડે એમ હતું એટલે બસ ખરીદી કરવા માટે આખરે હું મોલ પર પહોંચી પણ ગઈ.

હું એક પછી એક મારા હાઈ સોસાઈટીના સ્ટેટસ મુજબ બ્રાન્ડેડ વસ્તુ જોઈ રહી હતી ત્યાં જ મારા ખભે કોઈકે હાથ મુક્યો અને મને એણે નામથી બોલાવી. અરે.તન્વી! તન્વી તું જ છે ને? મેં પાછુ ફરીને જોયું તો એક સામાન્ય દેખાવની  અને સામાન્ય પહેરવેશવાળી સ્ત્રી મારી સામે જોઇને smile કરી રહી હતી. મને ઓળખતા વાર લાગી. ઓહ ..યા આ  તો પૂનમ છે. મારી જૂની ક્લાસમેટ અમે બંને કોલેજમાં સાથે ભણતા.

Photo Courtesy: edumirchi.com

અરે..તન્વી.હું તો ક્યારની વિચારું છું કે આ તન્વી જ હોવી જોઈએ. તું તો એકદમ એવીને એવી જ છે STYLISH અને સુંદર. કેમ છે? ઘણા વર્ષો બાદ મળ્યા નહીં? શું કરે છે આજકાલ? પૂનમે એક સામટા સવાલો  પૂછ્યા.

ઓહ.THANKS પૂનમ!I FINE. HOW R YOU? તારે કેમ છે.

બસ. સારું છે. હું અને મારા પતિ એક વિક માટે અહિયાં આવ્યા છીએ, અમારા મેરેજની ANNIVERSARY ઉજવવા.. તેણે  એકદમ સહજતાથી અને ઉત્સાહથી કહ્યું. તારા પતિશું કરે છે? મેં સાંભળ્યું હતું કે તેઓ એક મોટી કંપનીમાં જોબ કરે છે. ખુબ જ સરસ. તું બહુ નસીબદાર છે તન્વી! એ તો દેખાઈ જ છે. તેણે મારા પહેરવેશ સામે જોઇને કહ્યું.

એમાં શું છે ને કે મારે તેમને મેરેજ એનિવર્સરી માટે SURPRISE આપવી છે એટલે હું તેમના માટે છુપાઈને અહિયાં ગીફ્ટ લેવા આવી છુ. પૂનમ હજી પણ એવીને આવી જ હતી.એકદમ નિખાલસ તે આજે પણ બહુ જ સહજતાથી પોતાની વાત કહી શકતી.

અને હા તેમણે મારા માટે એક surprise પાર્ટી પણ રાખી છે!!

એક મિનીટ મે તેની વાત વચ્ચે અટકાવતા પૂછ્યું. સરપ્રાઈઝ પાર્ટી રાખી હોય તો તને કેમ ખબર??

એ તો મને બધી ખબર પડી ગઈ છે. તેમને એમ છે કે મને ખબર નથી. પણ તેઓ જે મારા માટે છુપાઈ છુપાઈ ને તૈયારી કરતા હોયને એ જોવાનો આનંદ જ કૈક બીજો જ છે. તેની આંખોમાંથી આ બાબતની ખુશી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

અરે..મારી વાતોમાં તો હું તને નિમંત્રણ આપવાનું ભૂલી જ ગઈ. તું આવજે હો? આ મોલની પાછળની સોસાઇટીમાં જ મારા રીલેટીવને ત્યાં જ રોકાણા છીએ તને આરામથી મળી જશે. તું આવજે. તારી હાઈ સોસાઇટી જેવી પાર્ટી તો નહીં હોય પણ તું અને તારા હસબંડ આવશો તો અમને ખુબ જ ગમશે. આવીશ ને!?

હા. હું પ્રત્યન કરીશ, actully એ  દિવસે મારે મેરેજમાં જવાનું છે. છતા હું try કરીશ. મેં વાત ટાળવા જવાબ આપ્યો.

Ok. તો હું જઉં છુ મારે હજી ગીફ્ટ પણ લેવાની બાકી છે. તારો ફોન નંબર તો આપ જેથી આપણે contactમાં રહી શકીએ.

મે તેને મારું કાર્ડ આપ્યું તો તે ખુબ જ અહોભાવથી મારા કાર્ડ તરફ જોઇને બોલી..તન્વી શું વાત છે. તારું ખુદનું વીઝીટીંગ કાર્ડ પણ છે? ખરેખર હું તારા માટે ખુબ જ ખુશ છુ અને સાચે જ તું ખરેખર ખુબ જ નસીબદાર છે!!

એનું છેલ્લું વાક્ય મને ખટકી ગયું. નસીબદાર.. હા હું નસીબદાર છું કે મારા હસબંડ એટલે કે પતિ પાસે મારી સાથે બે મિનીટ વાત કરવાનો સમય નથી.એટલે જ તો છેલ્લા પંદર દિવસથી તેમની સાથે મેં એક મિનીટ નથી વિતાવી! હા હું નસીબદાર છુ કે પૂનમ અને મારી મેરેજ ANNIVERSARY same વિકમાં જ છે પણ તેની  ઉજવણી કરવાનો અને એ દિવસે માત્ર એક કલાક મારી સાથે બેસવાનો મારા પતિ પાસે સમય નથી!

હા હું નસીબદાર છું કે આટલી સુંદર હોવા છતા મારી સામે જોવાની પણ તેમની પાસે ફુરસદ નથી. હું એટલી નસીબદાર છું કે મારી ટેલેન્ટ અને હોશિયારી મારા પતિને એટલી ખટકે છે તેઓ તેની મજાક ઉડાવાની અને મને અપમાનિત કરવાની એક તક ચુકતા નથી. હું એટલી નસીબદાર છું કે જે વીઝીટીંગ કાર્ડને પૂનમ મારી સિદ્ધિ સમજે છે એ જ મારા જીવનમાં કંકાસ નું કારણ છે. હું એટલી  નસીબદાર છું કે પૂનમની જેમ હું મારા પતિને મારા માટે કૈક કરતા જોઇને ખુશ નથી થઈ શકતી. હું એટલી નસીબદાર છું કે પૂનમની આંખોમાં એના પતિ પ્રત્યે મે જે ચમક અને પ્રેમ જોયો તે મારા નસીબમાં જ નથી. કેટલી નસીબદાર છું હું કે મારી પાસે સુખી ગણાય તેવી દરેક વસ્તુ અને સગવડ છે પણ હું સુખી નથી! અને આવા  નસીબદાર નસીબ વિશે હું કોઈને કહી શકું એમ પણ નથી..અને બિચારી પૂનમ જે ખરેખર સુખમાં જીવી રહી છે જે ખુદ નસીબદાર છે પણ જેની તેને ખુદ ને ખબર નથી!!

શું વિચારી રહી છે તન્વી?? પૂનમે મને હલબલતા કહ્યું

કઈ નહીં બસ એમ જ .હા happy મેરેજ ANNIVERSARY..પૂનમ અને તે સાચું જ કહ્યું કે હું ખરેખર બહુ જ નસીબદાર છું.!! આટલું બોલતા તન્વીની આંખો ભરાઈ આવી.અને તેણે તેના પર્સમાંથી એક ગીફ્ટ લઈને પુનમને આપી કે  જે તેણે પોતાની anniversay માટે લીધી હતી!

eછાપું

તમને ગમશે: અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ બન્યો એ નહેરુને નહોતું ગમ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here