ડાન્સ સેન્સેશન પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ અને ગરોળીને શું સંબંધ હોઈ શકે?

2
253
Photo Courtesy: abplive.in

એક આખા અઠવાડિયાથી  ઈન્ટરનેટને જેણે ગાંડું કરી મૂક્યું છે એવા ડાન્સિંગ અંકલ, પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફે ડબ્બુજીની તો વાત જ શુ કરવાની? તો પણ આપણે એમની વાત તો કરવાના જ અને એ પણ ખુદ એમની જ સાથે…. કારણકે શુક્રવારની રાહ કોણ જુએ?  એટલે આજે માણીએ સ્પેશિયલ Fryday ફ્રાયમ્સ!

Photo Courtesy: abplive.in

પંકજ પંડ્યા : વેલકમ શ્રીવાસ્તવ સાહેબ…

સંજીવ શ્રીવાસ્તવ : આભાર….

પંકજ પંડ્યા : પ્રિયા વોરિયરની વાઇરલતાને બે મહિના જેટલો સમય થઈ ગયો… કર-નાટકનો અંક પણ સમાપ્ત થયો… ઈન્ટરનેટ જગત સૂનું સૂનું થઈ ગયેલું અને અચાનક… આપ કે જાને સે… આપ કે જાને સે… કુછ તો વાઇરલ હો ગયા…. આપ કે જાને સે…

સંશ્રી : હાહાહાહા… સરસ…

પંકજ પંડ્યા : ત્રણ ચાર દિવસ પહેલાં તમને કોઈ ઓળખતું પણ નહોતું… અને આજે તમે ટૉક ઑફ ધ નેશન બની ગયા છો… કેવું ફીલ થાય છે?

સંજીવ શ્રીવાસ્તવ : સાચી વાત છે… બધું અચાનક જ બની ગયું… હું સગાં સંબંધીઓના લગ્ન પ્રસંગે હંમેશાં આ રીતે ડાન્સ કરતો હોઉં છું.. પણ સાળાના લગ્નમાં જે ચાન્સ લીધો એ તો અભૂતપૂર્વ બની ગયો…

પંકજ પંડ્યા : એમેઝિંગ…

સંશ્રી : કહી શકાય કે સાળાનો લગ્ન પ્રસંગ મારા એટલે કે મિસ્ટર શ્રીવાસ્તવ માટે વાસ્તવમાં શ્રી બની રહ્યો…

પંકજ પંડ્યા : અદભૂત…  લોકો તમારા ડાન્સને ચેલેન્જ તરીકે સ્વીકારી પોતાના ડાન્સ ફૂટેજ ન્યુઝ ચેનલોને મોકલી રહ્યા છે… અને ન્યુઝ ચેનલો પણ હોંશે હોંશે પ્રસારિત કરી રહી છે

સંજીવ શ્રીવાસ્તવ :  ખરેખર!!!!…

પંકજ પંડ્યા : હા… જાણે ડબ્બૂ ડાન્સ અને ડબ્બા ડાન્સ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે..

સંશ્રી : એવું ના કહી શકાય… હું પણ ટ્રેઈન્ડ ડાન્સર નથી… મારા ડાન્સમાં પણ અનેક ત્રુટિઓ  હશે જ… આ તો બસ… બે ઘડી મોજ…

પંકજ પંડ્યા : હા મોજ હા…. તમે રોજ ડાન્સ પ્રેક્ટિસ કરો ?

સંજીવ શ્રીવાસ્તવ :  હા… સોળ મિનિટ!

પંકજ પંડ્યા : સોળ મિનિટ ? એ કેવું ,?

સંશ્રી : મને ખબર છે તમને દરેક વાતમાં પંદરનો આંકડો ભરાવવાની ટેવ છે…

પંકજ પંડ્યા : ના… ના… ના… એવું કંઈ નથી… તમારા ઇન્ટરવ્યુ માટે મારે પંદર મિનિટ રાહ જોવી પડેલી… મેં કંઈ કહ્યું ?

સંજીવ શ્રીવાસ્તવ : જુઓ લાવી દીધું ને ?… પંદર

પંકજ પંડ્યા : શરૂઆત તમે કરી… સારું.. જાવા દો એ વાત… તમે તમારા ડાન્સમાં આ ઉંમરે અને શરીરે આટલું લચીલાપણું કેવી રીતે લાવો છો ?

સંશ્રી: રોજ  અંગ ગરોળી ગરોળી ને પ્રેક્ટિસ કરું છું…

પંકજ પંડ્યા : ગરોળી ?

સંજીવ શ્રીવાસ્તવ : સોરી…. મારા મોઢામાંથી ભૂલથી ગરોળી નીકળી ગઈ

પંકજ પંડ્યા : શું વાત કરો છો ? તમારા મોઢામાંથી  ગરોળી નીકળી ગઈ ? તમે અહીં ગરોળી ખાઇને આવ્યા છો ?

સંશ્રી: ઓહ… ભૂલથી બોલાઈ ગયું એમ….

પંકજ પંડ્યા : તો ઠીક…

સંજીવ શ્રીવાસ્તવ : હું અંગ મરોડવાની વાત કહેવા માગતો હતો.

પંકજ પંડ્યા :  ઓહ… એમ….સંજય દત્ત અને સંજીવ શ્રીવાસ્તવ… તમે બંને સંજુ છો … ડબ્બૂ અને મુન્નાભાઈ વચ્ચે કોઈ સામ્યતા ?

સંશ્રી : હા.. બંને જોડે સર્કિટ છે..

પંકજ પંડ્યા : તમારો સર્કિટ કોણ છે ?

સંજીવ શ્રીવાસ્તવ : હું ઇલેક્ટ્રોનિક્સ શાખામાં પ્રોફેસર છું… સર્કિટ જોડે રોજનું લેણું છે…

પંકજ પંડ્યા : હાહાહાહા… કાલે એક ટીવી પર ઇન્ટરવ્યૂમાં તમારાં પત્નીએ કહ્યું કે તેમને પણ ડાન્સનો શોખ છે પણ તમારા જેટલો નહીં… તમારી લોકપ્રિયતાથી એમને જલન થાય ખરી ?

સંશ્રી : બિલકુલ નહીં… એનું નામ જ અન-જલી (અંજલી) છે..

પંકજ પંડ્યા : OMG…. તમારી ઓચિંતી મળેલી લોકપ્રિયતા ખુશ થઈને મધ્ય પ્રદેશની સરકારે તમને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે… ખૂબ ખૂબ અભિનંદન…

સંજીવ શ્રીવાસ્તવ : થેન્ક્સ…. મને જે તક મળી છે એ થકી હું મારા શહેરીજનોને સ્વચ્છતા માટે પ્રેરણા મળે અને મારા વિદિશાને આ અભિયાન દ્વારા નવી દિશા મળે એ જ અભ્યર્થના… આ જ મારો સંદેશ છે…

પંકજ પંડ્યા : વાહ.. આભાર…

સંશ્રી : ધન્યવાદ…

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care.)

eછાપું

તમને ગમશે: EVM હેકિંગ બાય સાગરિકા ઘોષ

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here