તો સ્વદેશી ફાઈટર જેટ તેજસ ક્યારેય દેશની સેવા ન કરી શક્યું હોત

0
339
Photo Courtesy: theweek.in

વેલ આપણે વાત તો સ્વદેશી ફાઈટર જેટ તેજસની કરવાની હતી. આ મરૂત કેમ વચ્ચે આવ્યું? મરૂતના રેફરન્સ વગર આ વાત અધુરી રહી હોત.

તેજસ પ્રોજેક્ટ શરૂ થયો 1983માં. આમ તો તેને મરૂતનું એક્સ્ટેન્શન પણ ગણી શકો. પણ આ વખતે ઉદ્દેશ થોડો સ્પષ્ટ હતો. MIG-21 વયોવૃદ્ધ થતું જતું હતું અને અકસ્માતની હારમાળા એને ફ્લાઈંગ કોફીન તરીકે કુખ્યાત કરતું હતું. મુળ ઉદ્દેશ સ્વદેશી મલ્ટીરોલ ફાઈટર જેટ નિર્માણનો તો હતો જ. સાથે દેશમાં જ એવી ક્ષમતા ઉભી કરવી કે સ્વદેશી એરોનોટીક્સ ઇન્ડસ્ટ્રી તૈયાર થાય જે ભવિષ્યમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી વિકસાવે અને ત્યારબાદ સંપુર્ણ આત્મનિર્ભરતા તરફ આગેકુચ કરવી.

Photo Courtesy: theweek.in

આજે ફાઈટર જેટ તેજસ એ રૂપિયા 7400 કરોડનો પ્રોજેક્ટ થયો છે (આ આંકડો 2015 સુધીનો છે) અને એક યુનિટની કિંમત 160 કરોડની થાય. એમાં કિંમતના 59.70% અને કોમ્પોનેન્ટ્સના 75.50% એ સંપુર્ણ સ્વદેશી છે, જે એક મહત્વની ઉપલબ્ધી ગણી શકાય. હાલમાં 324 તેજસનો ઓર્ડર લઈ હિન્દુસ્તાન એરોનોટીક્સ લી. કમર કસી રહ્યું છે પણ આ ઓર્ડર પહેલાંની પરિસ્થિતિ કેવી રહી? એ વાત જાણવા જેવી છે.

સામાન્ય રીતે એક છાપ એવી છે કે તેજસ એ HAL – Hindustan Aeronautics Ltd દ્વારા જ ડીઝાઈન થયેલું ફાઈટર જેટ છે. પણ એ માન્યતા ખોટી છે. 1984માં ભારત સરકારે Aeronautical Development Agency (ADA)  સ્થાપના કરી. 100થી વધારે રક્ષા લેબોરેટરી, ઔદ્યોગીક સાહસો, અને યુનિવર્સીટીઓ આમાં સંકળાયેલા છે. આત્મનિર્ભર થવા માટે ત્રણ મહત્વના કોમ્પોનેન્ટ્સ: ફ્લાય બાય વાયર ફ્લાઈટ કન્ટ્રોલ સીસ્ટમ, મલ્ટી મોડ પલ્સ ડોપલર રેડાર અને ટર્બોફેન એન્જીન પણ સ્વદેશી જ નિર્માણ થાય. આમાં મેટલ, ફાઇબર કાર્બન અને કેવલાર જેવી મજબુત ધાતુઓ અને મટીરીયલ્સ ઉપયોગમાં લેવાયા છે. જેના કારણે સ્ટેલ્થ કેપેસીટી પણ વિકસે અને વજનમાં હળવું થાય.

Photo Courtesy: Google

ફાઈટર જેટ તેજસના ડીઝાઈન સ્ટેજથી ઓપરેશનલ સ્ટેજ સુધી એરફોર્સના શ્રેષ્ઠ ટેસ્ટ પાઈલટસ અને ફાઈટર પાઈલટ્સના સતત ઇનપુટ્સ અને ફીડબેક લીધા હતા જે એને એક પરફેક્ટ ફાઈટર બનાવવા માટે ખુબ જરૂરી હતું.

1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ – 2 ને કારણે ફરી એક વાર દેશ પર ઘણા પ્રતિબંધો લદાયા અને એના કારણે વિદેશી ટેકનોલોજી આવતી અટકી ગઈ પણ એ પરિસ્થિતિ Blessings in disguise સાબિત થઈ. આ પ્રતિબંધોને કારણે તેજસ માટે ફ્લાય બાય વાયર અને મલ્ટી મોડ રેડાર દેશમાં જ નિર્માણ થયાં અને નેશનલ એરોનોટીક્સ લેબોરેટરીએ એનું સફ્ળ પ્ર્ત્યારોપણ કરી Phase-I પ્રોટોટાઈપ – TD – 1 નું નિર્માણ કર્યું અને જાન્યુઆરી 2001માં ૫૦ કલાકનું સફ્ળ ઉડ્ડયન પરિક્ષણ દરમ્યાન એકદમ સફળ રહ્યું. પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ વખતે એટલી બધી શંકાઓ ઉભી કરવામાં આવી હતી કે ડીફેન્સ મિનિસ્ટરને પણ કહેવડાવવામાં આવેલું કે આપને આવવાની જરૂર નથી, કારણ કાં તો ઉડશે નહી અને ઉડશે તો તરત જ ક્રેશ થશે. પણ આમાનું કશું જ થયું નહી અને ઉડાન સફળ રહી હતી.

2005માં Phase – II શરૂ થયો અને ત્રણ પ્રોટોટાઈપ નિર્માણ થયા. ત્યાર સુધીમાં તો 70% કોમ્પોનેન્ટ્સ સ્વદેશી નિર્માણ થવા લાગ્યા હતા. ફાઈટર જેટ તેજસનું નેવી માટેનું વર્ઝન પણ તૈયાર થવા લાગ્યું હતું. એની જરૂરીયાત એ હતી કે એરક્રાફ્ટ કેરીયર પરથી સફળતા પુર્વક ટેઈકઓફ પ્રયોગ પણ સફળ રહ્યા.

2010માં વેપન લોડેડ તેજસના પણ સફળ પરીક્ષણો થયા અને જાન્યુઆરી 2011માં ઓપરેશનલ ક્લીઅરન્સ બાદ રક્ષા મંત્રાલયે નિર્ણય લીધો કે તેજસની સ્ક્વોડ્રન બનાવવામાં આવે અને ફાયનલ ઓપરેશનલ ક્લીઅરન્સ 2013માં આવ્યું. અધુરામાં પુરૂં 2015માં CAG – Comptroller and Auditor General of India એ લગભગ ફાઈટર જેટ તેજસની ઝાટકણી કરતો રીપોર્ટ રજુ કર્યો, એરફોર્સની જરૂરીયાતોને ધ્યાનમાં લીધી નથી વગેરે વગેરે.

ઓક્ટોબર 2015માં CAG ના વાંધાવચકા હોવા છત્તાં એરફોર્સે ૪૦ તેજસ ફાઈટર જેટ નો ઓર્ડર ફાઈનલ કર્યો. અને 2017 નવેમ્બર – જ્યાંથી આપણે આ લેખની શરૂઆત કરી હતી તેજસને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું. અનેકાનેક ટીકાઓ અને વાંધાઓ ઉભા કરવામાં આવ્યા, જેમ કે મેઈન્ટેનન્સ કોસ્ટ વધુ છે, પે-લોડ (વેપન્સ અને મીસાઈલ્સ સાથે) ઓછો છે, અને બે સોર્ટી વચ્ચે ટર્ન એરાઉન્ડ ટાઈમ પણ ઓછો છે વગેરે.

ફોર્થ જનરેશન હાઈ-ટેક ક્લાસ વેપનરી સીસ્ટમ તરીકે જ્યારે ફાઈટર જેટ તેજસને પ્રોજેક્ટ કર્યું હોય ત્યારે આ અચાનક ઉભુ થયેલું ‘વૃંદગાન’ સંશય ઉભો કરવા મજબુર જ કરે. ઉપરાંત હિન્દુસ્તાન એરોનોટીક્સ લી.ના ચેરમેનનું ક્લીઅર બયાન આવ્યું કે વીસ વરસ જુની ટેકનોલોજી સામે આ નવું છે અને મેઈન્ટેનન્સ માટે કે સ્પેર્સ માટે કોઈના ઓશીયાળા નહી રહેવું પડે. અને જે મિડીયામાં હતું એના કરતાં ઘણો સારો દેખાવ તેજસ સક્ષમ રીતે દેખાડી ચુક્યું હતું. નવેમ્બર 2017 સુધીમાં તો તેજસ 600થી વધુ ફ્લાઈટ્સ ઉડાવી ચુક્યું હતું જે શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ હતો.

અને પછી આવ્યું ગગન શક્તિ 2018. 8 થી 21 એપ્રીલ વચ્ચે એક મેસીવ યુદ્ધ અભ્યાસ. જેમાં ફાઈટર જેટ તેજસ રોજની 6 સોર્ટીઝ અને આ સમગ્ર અભ્યાસ દરમ્યાન 9 હજાર જેટલી સફળ સોર્ટીઝ દ્વારા લોકોની પ્રશંસા તો મેળવી ગયું સાથે એના પર વિશ્વાસ બેસી ગયો. અને આ અભ્યાસના અંતે એરફોર્સ દ્વારા 324 તેજસનો ઓર્ડર કન્ફર્મ થયો.

This slideshow requires JavaScript.

આપણી ડીફેન્સ લેબોરેટરીઝ, ટેકનીશીયન, વૈજ્ઞાનીક, સરકારી ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રના ડીફેન્સ ઉત્યાદકો અને એરફોર્સની ટેસ્ટ પાઈલટની ટીમ આખરે રંગ લાવી રહી છે.

ફાઈટર જેટ તેજસ વિશે થોડી માહિતિ:

  • ડેલ્ટા વિંગ સીંગલ સીટ સીંગલ એન્જીન મલ્ટી રોલ ફાઈટર જેટ
  • મહત્તમ સ્પીડ: મેક 1.8 (2205 કિમી. પ્રતિ કલાક)
  • કોમ્બેટ રેડીયસ: 500 કિમી
  • વેપન્સ: 23MM ગન, એર ટુ એર મીસાઈલ, એર ટુ સરફેસ મીસાઈલ, બોમ્બ્સ, એન્ટી શીપ મીસાઈલ, લેઝર ગાઈડેડ બોમ્બસ.

જય હિંદ!

eછાપું

તમને ગમશે: ઉંચે લોગ ઉંચી પસંદ એટલે ડાયાબીટીસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here