IPL સટ્ટો રમતા પકડાઈ જનારા Arbaaz Khan ના ભવિષ્ય અંગે ચોંકાવનારો ખુલાસો

0
335
Photo Courtesy: dnaindia.com

Arbaaz Khan ના પિતા સલીમખાને કીધું કે બધા સટ્ટો રમે જ છે સરકારે ક્રિકેટ નો સટ્ટો કાયદેસરનો કરીને આવક ઉભી કરવી જોઈએ. જો ઘોડા ની રેસ અને લોટરી જેવો સટ્ટો ભારતમાં કાયદેસરનો થઇ શકે તો ક્રિકેટનો સટ્ટો કેમ નહીં? હવે Arbaaz Khan નાં વિષયમાં  તેના પિતા સલીમ ખાનના સૂચન બાબતે જો સરકાર નમતું જોખે અથવાતો અરબાઝના વકીલો જો કોઈ ચોક્કસ રણનીતિ અપનાવે તો કદાચ આવા નિર્ણયો આવી શકે છે.

Photo Courtesy: dnaindia.com
  • અરબાઝ ખાને કબુલ્યું છે કે વર્ષ 2012 થી એટલેકે છેલ્લા છ વર્ષથી IPL પર સટ્ટો રમે છે તો કદાચ સરકાર બહુ જલ્દીથી એવું નોટીફિકેશન બહાર પાડી શકે કે 31 ડીસેમ્બર 2011 નાં રાત્રે આઠ વાગ્યાથી તમામ ક્રિકેટ સટ્ટો કાયદેસરનો ગણાશે અને અત્યારસુધીમાં IPL પર જેટલો પણ સટ્ટો રમવામાં આવ્યો તેના પર ટેક્સ વસુલ કરીને અરબાઝ જેવા લાખો સટ્ટાખોરો સામે કોઈ જ કેસ કરવામાં આવશે નહીં.
  • Arbaaz Khan નાં વકીલો જે તેના વરિષ્ઠ ભ્રાતાશ્રી સલમાનના પણ વકીલો છે એવું સાબિત કરી દે કે આ ચાર પાંચ કરોડ ચોરાયાની અને ફોન ગુમ થયા ની ફરિયાદ અમે 2011 માં નોધાવી હતી અને ખરેખરતો અરબાઝ ખાનનો ડ્રાઈવર રૂપિયા અને ફોન ચોરીને અરબાઝના નામે અત્યારસુધી સટ્ટો રમતો હતો.
  • Arbaaz Khan અને સલમાનના વકીલો એક હોવાથી એ લોકો એવું પણ સાબિત કરી શકે છે કે સોનુ જલાન એ જ સોનમ ગુપ્તા છે જે નોટબંધી બાદ બેવફા નીકળી હતી અને આથી સોનુ ઉપર ભરોસો પણ ન કરાય અને સોનમ ગુપ્તા તો બેવફા છે જ તો એની વાત તો માની જ ન શકાય.
  • Arbaaz Khan ના અને સલમાનના સમાન વકીલો કદાચ એવું પણ સાબિત કરી દે કે IPL જેવી કોઈ ક્રિકેટની રમત ભારતમાં રમાતી જ નથી તો Arbaaz Khan સટ્ટો શેના પર રમતો હશે માય લોર્ડ? જરા વિચાર તો કરો? અમને તો લાગે છે કે આ તો આખું Paid Media એ Arbaaz Khan વિરુદ્ધ ઉભું કરેલું ષડ્યંત્ર છે.
  • એવી શક્યતાઓ ઘણી છે કે Arbaaz Khan નાં કેસમાં વકીલો એટલી બધી તારીખો પાડે કે તૈમુર મોટો થઈને વકીલ બની જાય અને એ અરબાઝ ખાન નો કેસ લડે અને Arbaaz Khan ને છેવટે નિર્દોષ છોડાવી લાવે!!

નોંધ: આ આર્ટીકલમાં પહેલા તૈમુર નહતો પણ તૈમુર વગર ની પોસ્ટ ખાંડ વગર નાં શિરા જેવી હોવાથી અમે તેને ગમેતેમ ઘુસાડ્યો છે.

લિ. વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું

તમને ગમશે: કબજીયાત કરે જીવવું મુશ્કેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here