Being Woman And Having Breast Cancer – Just Imagine!

6
424
Photo Courtesy: hindustantimes.com

Breast Cancer ની ગંભીરતા સમજીને આજે અંગ્રેજી ટાઈટલ હેઠળ એક ગુજરાતી લેખ વાંચશું. ફલાણા કવિએ આમ લખ્યું છે એવા શૃંગારિક વર્ણનો વગર સ્ત્રીઓની સુંદરતાને નષ્ટ કરી દેતી એક ડાર્ક સાઈડ જોવા માટે આજે આ વિષય પ્રસ્તુત કર્યો છે. 3500 વરસ પહેલા ઈજીપ્તમાં Breast Cancer અંગે જ્ઞાન હતું અને હજારો વર્ષ પહેલા આ રોગને દુર કરવા ઓપરેશન થ માંડી દવા અને એના સાધનોનું વર્ણન આયુર્વેદ કરી ચુક્યું છે.

મને Breast Cancer થવાની 87% શક્યતા હોઈ હું મારા બાળકોને મા વિનાના ન જોઈ શકું એ માટે મેં મારા બન્ને સ્તનને દુર કરવાની સર્જરી કરાવી. આ વર્ણન છે એન્જેલીના જોલીનું. એક જમાનાની મશહુર અભિનેત્રી મુમતાઝથી માંડીને હ્રીતિક સાથે કાઈટ્સમાં કામ કરનારી બાર્બરા મોરી પણ સ્તન કેન્સર સામે લડી ચુકી છે.

એક અંદાજ પ્રમાણે દર 15 થી 20  સ્ત્રીમાંથી એક સ્ત્રીને Breast Cancer થાય છે. અત્યારે સ્તન કેન્સર સ્ત્રીઓમાં થતા અન્ય કોઇપણ પ્રકારના કેન્સર કરતાં વધુ પ્રમાણમાં થતું જોવા મળે છે. ભારતમાં સ્ત્રીઓને Breast Cancer દુનિયાના અન્ય દેશોની સરખામણીએ 40 વર્ષ પછી ની ઉંમર માં થાય છે. જ્યારે અન્ય દેશોમાં સરેરાશ 53 વર્ષે સ્ત્રીઓને સ્તન કેન્સર થાય છે. જેમ જેમ ભારતીય સ્ત્રીની આયુમર્યાદા વધતી જાય છે તેમ તેમ સ્તન કેન્સરનો પ્રશ્ન વધુ વિકરાળ સ્વરૂપે આપણી સામે આવી રહ્યો છે. અત્યારે જે સ્ત્રી ને Breast Cancer થયું હોય એમાંથી 60% જેટલી સ્ત્રીઓ સ્તન કેન્સર અસાધ્ય થઇ ગયું હોય એવા (ખૂબ આગળવધી ચૂકેલ) તબક્કામાં ડોક્ટર પાસે જાય છે અને સ્તન કેન્સરનું નિદાન થયા પછીના એક વરસમાં જ 21 ટકા જેટલી સ્ત્રીઓ મૃત્યુ પામે છે. આમ થવા પાછળ જવાબદાર છે સ્ત્રીનો શરમાળ સ્વભાવ, પોતાના સ્વાસ્થ્ય માટેની બેદરકારી, પરીવારમાં જરૂરીયાતથી માંડી આરોગ્ય સુધી ખુદને સહુથી છેલ્લે મહત્વ આપવાની ટેવ.

Photo Courtesy: hindustantimes.com

સ્તનમાં દુગ્ધ ગ્રંથીઓ અને તેને નિપ્પલ સાથે જોડતી નળીઓમાં કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. પુરુષમાં પણ સ્તન કેન્સર થઇ શકે પણ તેમાં ઉપરોક્ત ગ્રંથીઓ વગેરે નો અભાવ હોવાથી તેનું પ્રમાણ ઓછું છે. જે પોષતું તે મારતું એ ક્રમ દીસે છે કુદરતી એવી જ વાત છે. પતિથી લઇ બાળક સુધી પોષણ કરનાર અંગ જ ક્યારેક એ સ્ત્રી માટે જાનલેવા બની જાય છે.

સ્ત્રીના સ્તનો કદ અને આકારમાં એકબીજાથી જુદા હોય એ સામાન્ય બાબત છે. તે સ્ત્રીના જીવનની સાથે બદલાય પણ છે અને માસિકસ્ત્રાવના જુદાજુદા સમય દરમ્યાન આંતસ્ત્રાવને કારણે તેઓ જુદા ભાસે છે. ઉદાહરણ તરીકે, કયારેક સ્તન માસિક પહેલાં ગઠ્ઠાયુકત અનુભવી શકાય છે. જેમ સ્ત્રીની ઉંમર વઘે છે, તેમ તેનાં સ્તન નાનાં અને મુલાયમ લાગી શકે છે. તમારું ડાબુ સ્તન જમણા કરતા મોટુ હોય છે. આ તફાવત સાવ નજીવો હોય છે.

મોટે  ભાગે એક ઉંમર પછી સ્તનની સાઈઝ કુદરતી રીતે ક્યારેય સર્જરી સિવાય વધતી નથી પણ તમે તમારા સ્તનને વધુ સખત કરવા માટે કસરત કરી શકો છો. પ્રેગનન્સી પછી તમારા સ્તનનું કદ વધે છે પણ સાથેસાથે લચકતા પણ વધે છે. આ લચકતા કાયમી રહે અને એમાં કાઠીન્ય ન આવે ત્યારે તે Breast Cancer નું કારણ બની શકે. ઉંમર વધતા તેમાં ચરબી વધતી જાય છે અને કસરત કરવાથી કેન્સર 100% નિવારી શકાય એમાય સ્તનમાં કઠીનતા લાવવાની કસરતો યુ ટ્યુબ પર જોઈ લેવી.

8 માંથી 1 સ્ત્રીને તેના જીવનમાં Breast Cancer થવાની સંભાવના હોવા છતા 50% સ્ત્રીઓ પોતાના સ્તનની તપાસ નથી કરાવતી. એક અભ્યાસ પ્રમાણે 18% સ્ત્રીઓને તો ખબર જ નહોતી કે આ જરૂરી પણ છે જ્યારે 13% સ્ત્રીઓને આની કોઈ જરૂરિયાત જ નથી લાગતી અને 15% સ્ત્રીઓ ગભરાય છે કે જો તપાસ કરાવતા તેમને ખબર પડી કે તેમને કંઈક છે તો?

Breast Cancer થવાની શકયતા કોને વધારે હોય છે?  

હેરીડીટીમાં Breast Cancer: આનુવંશિક પરિબળો ‘કૌટુંબિક ઇતિહાસ´ ફકત 5–10% 20 માંથી 1–10 માંથી 1´ Breast Cancer એક વારસાગત સ્તન કેન્સર જનીન સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે. પરિવારમાં સૌથી સામાન્ય સ્તન કેન્સર માટે BRCA 1 અને BRCA 2 જનીનોમાં જોખમ વઘારે છે. ઘણાં કુટુંબમાં એક કરતાં વધું સભ્યો ને સ્તન કેન્સરથાય છે. જેને કારણે જનીન અને સ્તન કેન્સર સંકળાયેલા છે એવો સિધ્ધાંત તારવ્યો છે. જેની મા કે બહેનને સ્તનકેન્સર હોય છે તેમને Breast Cancer થવાની શકયતા બે થી ત્રણ ગણી વધી જાય છે.

વધતી ઉંમર: 50 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં સ્તનકેન્સર થવાની શકયતા 35 વર્ષથી નાની સ્ત્રીની સરખામણીએ આશરે ત્રણ ગણી વધારે રહે છે.

મોટી ઉંમરે પહેલી સગર્ભાવસ્થા: Breast Cancer વાળી સ્ત્રીઓનો વધુ અભ્યાસ કરવાથી એવું જાણવા મળ્યું કે જે સ્ત્રીને મોટી ઉંમરે (30 વર્ષ પછી) પ્રથમ બાળક અવતરે છે તેમને સ્તનકેન્સર થવાની શકયતા વધી જાય છે.

સ્તનપાન ન કરાવનાર માતા: જે સ્ત્રી બાળકને ધવડાવતી નથી અથવા ખૂબ ઓછો સમય ધવડાવે છે તેમને Breast Cancer થવાની શકયતા વધી જાય છે.

વ્યંધત્વ: જે સ્ત્રીને બાળક નથી થયું, તેમને Breast Cancer થવાની શકયતા વધી જાય છે.

રેડીયેશન: વારંવાર સોનોગ્રાફી કે એક્સ રે કરાવવો પડતો હોય એવી મહિલાઓ.

મેદવૃદ્ધિ અને બેઠાડુ જીવન: કસરતનો અભાવ, વધુ ચરબીવાળો ખોરાક અને વધુ વજન સ્તનકેન્સરની શકયતા વધારે છે.

બ્રા એક વિવાદાસ્પદ કારણ : Singer and Grismaijer નામના લેખકો દ્વારા Dressed To Kill નામની બુક લખાયેલી છે. તેમના જણાવ્યા મુજબ ખેંચાયેલ અને તણાવ યુક્ત બ્રા થી સ્તન માં લસીકાનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી જેથી Breast Cancer ની શક્યતા વધી જાય છે. 24 કલાક બ્રા પહેરનારી સ્ત્રીઓમાં આની શક્યતા સો ગણી વધારે છે. જોકે પાછળથી અનેક તારણો સાથે આ બુક ખોટી છે એ સાબિત કરવામાં આવ્યું કેમકે અનેક મેમોગ્રાફી, ઓપરેશન, એક્સ રે, ટેસ્ટ અને અબજો ડોલર્સની બ્રા ઇન્ડસ્ટ્રીના બ્રેડ બટરનો સવાલ હતો. આદિવાસીઓ ની કેટલીક જાતિઓ માં બ્રા જેવા વસ્ત્રો થી મુક્ત જીવનશૈલીમાં Breast Cancer નહીવત હોય છે એ તારણ ખોટું નથી જ.

જીવનની તાણ સાથે આવી કૃત્રિમ તાણો Breast Cancer કરવામાં કયાંક ભાગ ભજવતી જ હોય…

આપણા પ્રાચીન શૃંગારિક કે ધાર્મિક ગ્રંથોમાં પણ કંચુકીનું વિશેષ વર્ણન જોવા મળે છે. શૃંગાર શતક કે સૌન્દર્યલહરી (શંકરાચાર્ય) માં જરા જોઈ લેવું. રાધાકૃષ્ણની કેલીમાં પણ રાધાજીના સ્તન પરની કંચુકી (સ્તન પર પહેરવાનું વસ્ત્ર)નું વર્ણન કે જૂનાં ચિત્રોમાં પણ સીતાજી, શકુંતલા કે ગાંધર્વ કન્યાઓના સ્તનનો ઊભાર અને કંચુકીની જુદી જુદી ડિઝાઈનો અને અજંતા-ઈલોરા, ખજૂરાહો કે જૂના જમાનાના શિલ્પોમાં પણ સ્તનના જુદા જુદા આકાર/ડીઝાઈનો કંડારેલા હોય છે.આ કંચુકીઓ સાથે આજની કંચુકી ની ડીઝાઈન વગેરે ફીજીઓલોજીકલ થીસીસ નો વિષય બની જાય છે.

Breast Cancer ના લક્ષણોમાં નીચેની બાબતો સામેલ હોઇ શકેઃ

  • સ્તનમાં ગાંઠો
  • સ્તનના કદ અથવા આકારમાં બદલાવ, સંકોચાઈ જવા કે સખત/કડક થવા
  • સ્તનની ચામડીમાં ખાડા પડવા અથવા સ્તનની પેશી જાડી થવી
  • નીપલમાં બદલાવ/તે અંદર વળી જાય કે તેમાંથી પ્રવાહી નીકળવું
  • નીપલ પર ફોલ્લીઓ થવી, ખરજવાની જેમ
  • બગલમાં સોજો અથવા ગાંઠ

Breast Cancer ની સારવાર:

  • જો મહિલાને રજોનિવૃત્તિકાળ આવી ગયો હોય
  • સ્તન કેન્સર કેટલા પ્રમાણમાં ફેલાયું છે
  • સ્તન કેન્સરના કોષોનો પ્રકાર
  • સ્તનમાં ચોક્કસ કયા ભાગમાં તે છે
  • કેન્સર લસિકાવાહિની સુધી કેટલા પ્રમાણમાં ફેલાયું છે કે કેમ
  • સ્તનમાં ઊંડે રહેલા સ્નાયુઓ સુધી કેન્સર ફેલાયું છે કે કેમ
  • અન્ય સ્તનમાં કેન્સર ફેલાયું છે કે કેમ
  • શરીરના અન્ય અંગો જેમ કે હાડકાં કે મગજ સુધી કેન્સર ફેલાયું છે કે કેમ?
  • વગેરે ને અનુલક્ષી ને તેની સારવાર નક્કી કરવામાં આવે છે.

યાદ રહે :

આપનું બાળક ધાવણ બંધ કરે પછી એક વાર વમન, વિરેચન કરાવવું.

ત્યારબાદ મેનોપોઝની શરૂઆત અને મેનોપોઝ આવ્યા પછીવમન, વિરેચન, બસ્તિ, નસ્ય આદિ પંચકર્મનો કોર્સ કરવાથી ચોક્કસ સ્તનમાં રહેલ દુગ્ધ નળીઓના કોષોને નવું જીવન મળે છે. શુદ્ધ થયેલ પેશીઓ અને લસીકાનું પરિભ્રમણ કેન્સર થવા દેતું નથી. 35 પછી પોતાના સ્તનની જાતે તપાસ કરતા રહેવું અને જરૂર જણાય વધુ રીપોર્ટ કરાવવા સરાહનીય છે.

ચહેરાને નીચેની બાજુ રાખીને અધોમુખ સુવાથી સ્તનનો આકાર બગડી શકે છે. એક પડખે સુવું અને સ્તનને આધાર આપવા માટે એક તકિયો જરૂર ગોઠવવો.

સ્તન કાઢ્યા પછીની જિંદગી અને કેમોથેરાપીના ચક્કર લોખંડી સ્ત્રી નું મનોબળ પણ તોડી નાંખે છે. આ ચક્કર પહેલાનું આગોતરું આયોજન એ આપના પત્નીને વર્લ્ડ ટુર પર લઇ જવા બરાબર છે.

સ્તન મર્દન કે સંભોગ સાથે કેન્સર ને કોઈ લેવા દેવા છે કે નહીં એ પણ તપાસ નો વિષય છે.

વધુમાં, જુદાજુદા કપડા, બ્રા ના મટીરિયલ અને કેમિકલયુક્ત ખોરાકથી સ્તન મધ્યે રહેલી લસીકાઓ અને તેના ફિલ્ટ્રેશન પર શું અસર પડે છે? જો આ કેમિકલ્સ ત્યાંની બેરીયરમાંથી પસાર થયા વગર ત્યાં જ રોકાઈ જાય તો શું થાય છે વગેરે ચોક્કસ તપાસ ના વિષય છે. વિજ્ઞાન આ દિશામાં આગળ વધે તો Breast Cancer ના ઉપચાર માટે એક નવી સવાર સ્ત્રીઓ માટે રાહ જોઈ રહી છે એમ કહી શકાય.

અસ્તુ…

eછાપું

તમને ગમશે: અમારા ચૂંટાયેલા નેતા મંત્રી થયા …..

6 COMMENTS

  1. જે સ્ત્રીઓમાં hystrectomy થયી હોય એમાં breast કેન્સર ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here