લગ્ન ગરીબના ઘરમાં હોય કે અમીરના, જે ઘડીએ લગ્ન નક્કી થાય, કરવાની હજાર તૈયારીઓ વચ્ચે કપડાં અને ઘરેણાંની ખરીદી મોખરે રહે છે. સુપ્રસિદ્ધ અને લોકલાડીલી હસ્તીઓ જયારે પરણે ત્યારે તો પૂછવું જ શું ? ગત મહિને આવું જ કૈક સોનમ કપૂરના લગ્ન વખતે થયું. વૉટ્સઅપ પર એના લગ્નની કંકોત્રીથી માંડીને દરેક પ્રસંગના ફોટો અને વીડીઓ વાયરલ થયાં. વળી, વસ્ત્રપરિધાન પ્રત્યે ખાસ્સી એવી ગંભીર એવી સોનમ કપૂર ખુદના લગ્નમાં કેવાક વસ્ત્રો ધારણ કરશે જે ફેશન ટ્રેન્ડ બનશે કે કેમ એ જાણવાની તાલાવેલી પણ લોકોમાં હતી.

સોનમના ફેન-ફોલોઅર્સને કદાચ ખ્યાલ હોય પણ શકે કે એના લગ્નના ડ્રેસીઝ વગેરે તૈયાર કરવા પાછળ કોણ હતું ? પણ જો ખ્યાલ ન હોય તો આ રહી અમુક રસપ્રદ હકીકતો.
સોનમ કપૂર અને આનંદ આહુજા બંને કંકોત્રીનું પ્રિન્ટિંગ ન કરીને કાગળની બચત કરવા માંગતા હોઈને દરેક આમંત્રિતને મોબાઈલ પર ઈ-કંકોત્રી મોકલાઈ હતી. સોનમ કપૂર એક ફેશન આઇકોન ગણાય છે. સોનમ અને રિયા કપૂર બંને દ્વારા ડિઝાઇન થયેલી ને બંનેના નામને જોડતી ‘રિસોન’ નામની બ્રાન્ડ અત્યારે પ્રચલિત બની છે. એટલે સ્વાભાવિક રીતે એના લગ્નના ડ્રેસીઝ અને આભૂષણો કોણ તૈયાર કરશે એ જાણવા અંગે આતુરતા વ્યાપેલી. જાતજાતની અટકળોનો અંત આવ્યો જયારે સોનમને સહુએ અલગ અલગ સમયે સુંદર પોશાકમાં સજ્જ થયેલી જોઈ. ત્રણ ‘A’ એ મળીને સોનમના કપડાં તૈયાર કરેલાં. એ હતાં અબુ જાની-સંદીપ ખોસલા, અનામિકા ખન્ના અને અનુરાધા વકીલ.
મહેંદી વખતે અનુરાધા વકીલે તૈયાર કરેલા વસ્ત્રો તેણે ધારણ કરેલાં. સંગીતના પ્રોગ્રામમાં અબુ જાની -સંદીપ ખોસલા દ્વારા બનાવાયેલા ચિકનકારી લહેંગામાં સોનમ શોભતી હતી.

લગ્ન સમયે સોનમે પહેરેલ લાલ અને ગોલ્ડન લહેંગા અનુરાધા વકીલે ડિઝાઇન કરેલાં. સોનમે પહેરેલા જૂતા ‘જિમ્મી ચુ ‘ બ્રાન્ડના હતાં. જયારે આનંદ આહુજાએ પહેરેલ વસ્ત્રો ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડ દ્વારા બનાવેલા હતાં. એક અફવા એવી હતી કે સોનામના રિસેપશન સમયે પહેરવાનો ડ્રેસ ‘રાલ્ફ અને રુસો’ બનાવશે જેના માટે સોનમે મોડેલિંગ કરેલ છે. ‘રાલ્ફ અને રુસો’એ ભૂતકાળમાં સોનમ માટે કેન્સ ફેસ્ટિવલના ડ્રેસીઝ બનાવેલા છે.

અનામિકા ખન્ના પણ સોનમના કેંન્સ માટેના વસ્ત્રો બનાવી ચુકી છે. તે મૉટે ભાગે પેસ્ટલ કે લાઈટ શેડ્ઝ વાપરવા માટે જાણીતી છે. અનામિકાએ સોનમના રિસેપશન માટેનું ગાઉન તૈયાર કરેલું. જોકે એ વ્હાઇટ અને ગ્રે ગાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાકના મતે એ ખૂબ સુંદર લાગતું હતું અને બીજા અમુકના મતે સોનમ કશુંક જુદું પહેરી શકી હોત.
સોનમ-આનંદ ઉપરાંત ઉપસ્થિત તમામ કુટુંબીઓ અને મહેમાનોએ પણ લગ્ન માટેની ‘ટ્રેડિશનલ અને વેસ્ટર્ન ફોર્મલ્સ’ ની થીમ અનુસરીને વિધવિધ પોશાકોમાં હાજરી આપીને પ્રસંગની શોભા વધારી હતી.
eછાપું
તમને ગમશે: શીતલીએ YouTube ચેનલ બનાવી….