મિત્રો, ફરી એકવાર આપ સૌનું શાનદાર સ્વાગત છે Fryday ફ્રાયમ્સમાં…. આ વખતે મહેમાન તરીકે કોને આમંત્રણ આપવું એની અવઢવમાં હતો ત્યારે કોંગ્રેસના સુપર મા સોરી…. સુપ્રીમો. શ્રીમતી સોનિયા ગાંધી એ જણાવ્યું કે હાલ તેઓ ફ્રીજ છે….તો પછી મેં પણ વિચાર્યું કે અગર AC બાત હૈ તો…. આવી કાળઝાળ ગરમીમાં ઘણું સારું રહેશે… તો જોરદાર સ્વાગત તાળીઓથી કરીએ સોનિયાજીનું….

પંકજ પંડ્યા : વેલકમ સોનિયા મેડમ.
સોનિયા ગાંધી : કૂબ કૂબ આભાર…
પંકજ પંડ્યા : કેવી છે તબિયત ?
સોગાં : તબી ભહોટ કરાબ ઠી… યેટ.. નોટ ફીલિંગ મચ વેલ…
પંકજ પંડ્યા : ઓહ… ટેઈક કેર….
સોનિયા ગાંધી : થેન્ક્સ….
પંકજ પંડ્યા : તમે કોંગ્રેસનું પ્રમુખપદ કેમ છોડી દીધું ?
સોગાં: અમસ્ટુ….. ટમે મને Fryday ફ્રાયમ્સમાં બોલાવી એ વાટની મને બૌ નવાઈ લાગી..
પંકજ પંડ્યા : મને પણ.
સોનિયા ગાંધી : હે?
પંકજ પંડ્યા : હા.. આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી જોઈને હું રાઝીનો red થઈ ગયેલો. એટલે મેં આલિયાને બોલાવવાનું નક્કી કરેલું.. પણ એ હમણાં બહુ બિઝી છે એટલે એણે ના પાડી…
સોગાં: ટો ?
પંકજ પંડ્યા :એટલે પછી મેં એની મમ્મી સોની રાઝદાનને બોલાવવાનું વિચાર્યું…
સોનિયા ગાંધી : બરાબર…..
પંકજ પંડ્યા : એક વિચાર એવો પણ ચાલતો હતો કે ગુજરાતી ફિલ્મના લોકપ્રિય એક્ટર પ્રતિક ગાંધીને બોલાવું….
સોગાં: કન્ફ્યુઝન….
પંકજ પંડ્યા : હા…. એ જ…. કન્ફ્યુઝન એ જ હતું કે સોની રાઝદાન કે પ્રતિક ગાંધી… સોની ? યા ગાંધી ? અને અચાનક તમારું નામ સ્ફુર્યું….
સોનિયા ગાંધી : ઓહ….. તો મેં કોઈને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્તર બનાવેલા… ટમે મને એક્સિડેન્ટલ ગેસ્ત બનાવી…હાહાહાહા….
પંકજ પંડ્યા : કોંગેસને હંમેશાં એવું લાગે છે કે બીજેપી કોંન્ગ્રેસના મુદ્દા હાઇજેક કરે છે…
સોગાં: ઠડ્ડન સાચુ છે…
પંકજ પંડ્યા : બીજેપીનો સત્તા હાંસિલ કરવા માટેનો સૌથી મહત્વનો મુદ્દો રામ મંદિરનો હતો… જે ક્યારેય કોંગ્રેસનો મુદ્દો રહ્યો જ નથી…
સોનિયા ગાંધી : એ પણ હાઇજેખ કરેલો છે…
પંકજ પંડ્યા : કેવી રીતે ?
સોગાં: ટમે પેલું ગીટ સાંભળ્યું છે ?
પંકજ પંડ્યા : કયું ?
સોનિયા ગાંધી : એ રોમ રોમ મેં બસને વાલે રામ…..
પંકજ પંડ્યા : હા… ખબર પડી ગઈ….
સોગાં : I Q સારો છે તમારો…
પંકજ પંડ્યા : થેન્ક્સ… રાજીવજી વિશે બે શબ્દો કહેશો…
સોનિયા ગાંધી : હું એમને પહેલી વખત મલી ત્યારે જ ખબર હતી કે તેઓ ભારતીય રાજકારણમાં મહત્વનું સ્ટાન મેલવશે…
પંકજ પંડ્યા : ઓહો… કઈ રીતે ?
સોગાં: રાજીવનું ઊલટું વજીરા ઠાય…
પંકજ પંડ્યા : વાહ… સત્તા માટે તમે કેટલી હદે જઈ શકો…
સોનિયા ગાંધી : સટ્ટા માટે ટો કંઈ પન…. એવરી ઠીંગ ઇઝ… ફેર ઇન લવ, વૉર.. એન્ડ પોલિટિક્સ…
પંકજ પંડ્યા : ઓહ… એટલે જ તમે સીતારામ કેસરીને ટીંગટોળી કરીને હટાવ્યા હતા…
સોગાં: ટીંગાટોળી ? વ્હોટ રબીશ.. ઇટ વોઝ મિયરલી અ કેસ ઓફ મિસઅંડરસ્ટેન્ડિંગ….
પંકજ પંડ્યા : મિસઅંડરસ્ટેન્ડિંગ ? કેવી મિસઅંડરસ્ટેન્ડિંગ ?
સોનિયા ગાંધી : એ જ કે એ વખતે ભાજપના કેસરિયાનો ઉદય થઈ રહ્યો હતો ને મેં કેસરિયાને ઉખાડી ફેંકવાનું મારા કાર્યકરોને આહવાન આપેલું…
પંકજ પંડયા : ઓહ… એમ વાત છે ?
સોગાં: હા એમ જ થયેલું…
પંકજ પંડ્યા : રિમોટ કંટ્રોલમાં તમારું ફેવરિટ બટન કયું ?
સોનિયા ગાંધી : મ્યુટ…. ઓફકોર્સ…
પંકજ પંડ્યા : ઢળતી ઉંમરે જીવન કેવું લાગે…
સોગાં: ખાસ કોઈ ફર્ક નથી… પહેલાં હું એટલી સુંદર દેખાટી કે બઢા મને મીણની પૂતળી કહેટા
પંકજ પંડ્યા : અને હવે…
સોગાં : હવે માટ્ર રાહુલ અને પ્રિયંકા જ મોમ કહે છે..
પંકજ પંડ્યા : હાહાહાહા…. રાજીવજી તમને શું કહીને બોલાવતા ?
સોગાં: સોનુ….
પંકજ પંડ્યા : રાહુલ ગાંધી વિશે કંઈક કહેશો ?
સોનિયા ગાંધી : અભી બટાટી હૂં…
પંકજ પંડ્યા : ચાલશે… મને સોના અને બટાટાનું રહસ્ય ખબર પડી ગઈ… કોઈ સંદેશ દેના ચાહોગી ?
સોગાં: સંડાશ ? વો ટો મોડીજી બના કે ડે રહે હૈ ના…
પંકજ પંડ્યા : ઓ કે… જય હિન્દ…
સોનિયા ગાંધી : જય હિન્દ…
(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)
eછાપું
તમને ગમશે: Why Me? જ્યારે તમે જાતને આવું પૂછો ત્યારે…
રસપ્રદ વાર્તાલાપ છે.૯૯.૯૯% સાચું લાગે તેવા ઇમેજિનેશન માટે લેખક ને ધન્યવાદ.