Home કોલમ કોર્નર ઇન્વેસ્ટમેન્ટ ફન્ડા જીવન વીમો એ ખર્ચ નથી પરંતુ જીવનજરૂરી રોકાણ જરૂર છે

જીવન વીમો એ ખર્ચ નથી પરંતુ જીવનજરૂરી રોકાણ જરૂર છે

0
252
Photo Courtesy: barristers.org.ua

જીવન વીમો એટલે શું એ કોઈને સમજાવવાની જરૂર ખરી? છતાં ઘણા એનું અર્થઘટન ખોટું કરતા હોય છે જીવનનો વીમો લેવો એનો સાચો અર્થ જીવન દરમ્યાન તમને કઈ થઇ જાય એટલેકે તમે જો અચાનક મૃત્યુ પામો તો તમારા કુટુંબીજન કે જેઓ તમારી આવક પર નિર્ભર છે એમને આર્થિક સલામતી આપવી. વીમા કંપની વાર્ષિક પ્રીમીયમ લઇ અમુક ચોક્કસ રકમનું આર્થિક વળતર જો તમને કશું થઇ જાય તો તમારા નોમીનીને એ ચુકવી આપે છે અને આમ તમારા ગયા બાદ તમારા કુટુંબને આર્થિક સલામતી આપે છે.

Photo Courtesy: barristers.org.ua

ટુંકમાં આ વીમાનું પ્રીમીયમ એ એક ખર્ચ છે છતાં ઘણા એને એક રોકાણ તરીકે સમજે છે કારણકે તેઓ વિમાની મુદત દરમ્યાન જો મૃત્યુ ન થાય તો વીમા કંપની એમને એ રકમ સાથે એમાં થોડી વધુ રકમ ઉમેરી પાછી આપે છે. આ વધુ રકમ આશરે ચાર થી છ ટકા જેટલી વધુ હોય છે આને એન્ડોવમેન્ટ પોલીસી કહે છે.

પરંતુ જીવન વીમો લેવાની ઈચ્છા હોય તો તેમાં એક ટર્મ પોલીસી પણ હોય છે તેના પર એક નજર જરૂર નાખજો. જેમાં તમે પ્રીમીયમ ભરો તો એ તમને મુદત પૂરી થયે પાછું નથી મળતું પરંતુ દર વર્ષે એ પ્રીમીયમ એક ખર્ચ તરીકે તમારે આપવું પડે છે. આ ટર્મ ઇન્શ્યોરન્સ જ સાચો વીમો છે કારણકે એના લીધે જ જીવન વીમો પોતાનો સાચો ઉદ્દેશ પૂરો કરે છે. કઈ રીતે? આવો સમજીએ.

ટર્મ ઇન્શ્યોરન્સમાં ધારોકે તમારી 30 વર્ષની ઉમર છે તો 25 વર્ષ સુધીની પોલીસીમાં રૂ. દસ થી બાર હજારના વાર્ષિક પ્રીમિયમે તમને આશરે કરોડ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળે છે પ્રીમિયમની રકમ કંપની પ્રમાણે જુદી જુદી હોય છે અહી આ રકમ માત્ર સમજણ ખાતર આપી છે જે એન્ડોવમેન્ટ પોલીસીમાં નથી મળતું કારણકે એમાં તમને જો તમને કઈ ન થાય તો રકમ મુદત પૂરી થયે પાછી મળે છે અને એ પોલીસી રકમ કરતા 4 થી 6 ટકા વધુ હોય છે.

તો હવે તમે વિચારો કે જીવન વીમો લેવાનો તમારો ઉદ્દેશ ક્યાં પાર પડે છે ટર્મ ઇન્શ્યોરન્સ લેવાથી કે એન્ડોવમેન્ટ પોલીસી લેવાથી? આ પ્રશ્નનો જવાબ પણ સમજીએ

ઇન્શ્યોરન્સ કેટલા રૂપિયાનો લેવો જોઈએ ? થમ્બ રુલ મુજબ તો તમારી વાર્ષિક આવકના દસગણો વીમો તમારે લેવો જોઈએ દાખલા તરીકે તમારી વાર્ષિક આવક રૂ એક લાખ હોય તો વીમો દસ લાખનો લેવાનો અને જો વાર્ષિક આવક રૂ દસ લાખ હોય તો એક કરોડનો વીમો તમારે લેવો જોઈએ મુખ્યત્વે તમારો ઘર માટેનો વાર્ષિક ખર્ચ કેટલો છે અને તમે કેવું જીવન ધોરણ જીવો છો એ મુજબ વિમાની રકમ નક્કી થાય જેથી તમારા પર નભતા ને તમને જો કઈ થઇ જાય તો ઘર ચલાવવા કોઈ તકલીફ ના થાય. હવે તમે નક્કી કરો કે તમારે ટર્મ ઇન્શ્યોરન્સ લેવો જોઈએ કે એન્ડોવમેન્ટ ઇન્શ્યોરન્સ?

એન્ડોવમેન્ટ ટર્મ ઉપરાંત પણ જીવન વીમાના અન્ય પ્રકાર છે એમાં મુખ્ય છે યુનિટ લીંક ઇન્શ્યોરન્સ પ્લાન આમાં તમે ઇન્શ્યોરન્સ વત્તા રોકાણ પણ કરો છો. આ પોલીસીમાં પણ તમને જો પોલીસી દરમ્યાન તમને કઈ ના થાય અને મુદત પૂરી થયે વિમાની રકમ પાછી મળે છે જે એન્ડોવમેન્ટ કરતા વધુ હોય છે કારણકે અહી વીમા કંપની તમારી પાસે વધુ રકમ પ્રીમીયમ તરીકે લઇ થોડી રકમમાં તમારું ઇન્શ્યોરન્સ કવર કરશે અને થોડી રકમના યુનિટ લેશે જેનું રોકાણ ઇક્વિટી કે ડેબ્ટ બજારમાં રોકાણ કરશે અને એના પર મળતું વધારાનું રોકાણ એ તમારું વળતર થશે. પરંતુ અહી પણ જીવન વિમાનો મૂળ ઉદ્દેશ પાર પડતો નથી એ કે જો તમને કઈ થઇ જાય તો શું ? આ પ્રશ્નનો જવાબ તમારા પર નભતા કુટુંબીજનો માટે શું તમે પુરતું આર્થિક રક્ષણ કરો છો ? તો જવાબ છે ના.

આમ જીવન વીમો લેતી વખતે ના તો કર રાહત જોવાની છે ના તો વળતર પરંતુ તમે તમારા પર અવલંબિત કુટુંબીજન માટે કેટલું રક્ષણની જવાબદારી લો છો એ જોવાનું છે. હા કર નો લાભ મળે છે એ જરૂર લેવો પરંતુ રક્ષણના ભોગે નહીં માટે જીવન વીમો એક આવશ્યક ખર્ચ છે.

આમ લાઈફ ઇન્શ્યોરન્સ લેતી વખતે વળતર ના જોતા એમાં જો જીવન દરમ્યાન તમને કઈ થઇ જાય તો કુટુંબીજન નોમીની ને શું મળશે એ જ માત્ર જોવાનું રહે છે રોકાણ માટે અન્ય પ્રોડક્ટ જેમકે ઇક્વિટી કે મ્યુચ્યુઅલફંડ કે બેંક ફિક્સ્ડ ડીપોઝીટ જેવામાં રોકાણ કરવું.

આશા છે હવે તમને જીવન વીમો અને તેના વિવિધ લાભો બરોબર સમજાઈ ગયા હશે.

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: સૂપ: દિશાઓના બંધનથી મુક્ત એક કમ્ફર્ટ ફૂડ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!